________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
૩૯૬ ]
แ
કાંઈ ગ્રહણ-ત્યાગની વાત નથી, માત્ર જે ઊંધું માન્યું છે તે ભૂલને ટાળવી. એમ સદ્ગુરુ આશાવર્ડ સ્વચ્છંદ ટાળી શકાય છે; માટે જ્ઞાનીનાં વચનામૃત અને સત્તમાગમ ઉપકારી છે. સત્સમાગમ વડે જિનવચનનો ઉપદેશ, તત્ત્વનું શ્રવણ, મનન, ચિંતવન, ગ્રહણ કરે તો જીવનો વિભાવ ટળી જાય છે. રાગ-દ્વેષાદિ ઉપાધિ કે પુણ્ય-પાપની ગંધ રહેતી નથી, સર્વ વિભાવનો રેચ થઈ જાય છે. માટે એક આત્માને અવિરોધપણે જાણવો એ અનંતજ્ઞાનીની વાણીનો સા૨ છે. શબ્દ પાછળનો વાચ્ય-૫૨માર્થ શું છે તે ગુરુઆજ્ઞા વિના સમજાય તેમ નથી, માટે “ ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ” એમ કહ્યું છે. સદ્ગુરુનો કહેવાનો મહાન આશય શું છે તે સમજવાની તીવ્ર ને સાચી જિજ્ઞાસા જોઈએ. રુચિ વિના (પોસાણ વિના) કામ થાય નહિ. જેમ દરદી હોય તેને વૈધ કહે કે તું બાસઠ દિવસ લાંઘણ કરે તો જ તારો રોગ મટે; દરદી જીવવાની આશાએ વૈદ્યનાં વચન ઉપર વિશ્વાસ રાખી બાસઠ દિવસની લાંઘણ કરે છે; પણ પોસાણ વિના (રુચિ વિના ) જો એક ટંક ખાવા ન મળે, ચા-પાણીની સગવડ ન થાય તો આર્તધ્યાન કલેશ કરે છે. જીવવાની રુચિવાળો જીવ પૂરેપૂરી હિંમત રાખીને લંઘન આદરે તોપણ કદાપિ રોગ ન ટળે, પણ આ ગુરુઆજ્ઞા એવું પથ્ય છે કે તેના સેવનથી નિરોગતા ચોક્કસ થાય છે જ. પ્રત્યક્ષ પોતાને તેનો અનુભવ થાય છે. જેને સદ્ગુરુ પ્રત્યે પ્રેમ થયો તેને ગુણની પ્રતીત અને બહુમાન થાય જ. સદ્ગુરુની વાણી જન્મ-જા-મ૨ણનો નાશ કરી ભવનો ભૂકો ઉડાડી દે છે. ભવનો અંત કરે છે, શાશ્વતપદને પ્રગટ કરે છે. એવા સુજાણ વૈધે તે શ્રી સદ્ગુરુ છે. સદ્વિચાર અને ધ્યાન એ ઔષધ છે. સ્વાભાવિક નિર્મળ, પૂર્ણ પવિત્રસ્વરૂપ આત્મા અને સહજાનંદ-નિરાકુળ, નિરૂપાધિક, અચળ, શાંતિસ્વરૂપ, સહજ આનંદમય એવું જ આત્મપદ છે. લૌકિક આનંદરૂપ શાતા નહિ, પણ બેહદ સુખ સ્વાધીન શાશ્વત અનાકુળ આનંદ છે. આનંદનો કંદ-આનંદઘન આદિ અપાર નામગુણે કરી સહિત એવા સદેવ સર્વજ્ઞ વીતરાગ ૫રમાત્મા છે, ને સદ્ધર્મસ્વરૂપદર્શક સદ્ગુરુનો ઉ૫કા૨ પારાવાર છે.
દાન ચાર પ્રકારે છે– (૧) આહાર, (૨) ઔષધ, (૩) અભયદાન, (૪) જ્ઞાનદાન. તેમાં જ્ઞાનદાન સદ્ગુરુ જ આપી શકે. યથાર્થપણે જન્મ-મ૨ણની વ્યાધિ રહિતનું મોક્ષપદ તથા ૫૨મ કલ્યાણસ્વરૂપ સદ્ધર્મ છે. તેને દેખાડનાર સદ્ગુરુ છે. કરોડો રૂપીઆ હોય પણ તે જડવસ્તુ જ્ઞાન આપે નહિ. આ નિશ્ચયધર્મમાં સત્પુરુષનો આત્મા જ બીજા આત્માને ઉપકારી નિમિત્ત થાય. સદ્ગુરુ સત્ને ઓળખાવના૨ છે, માટે ઉપકારીને પ્રથમ ઓળખવા જોઈએ. એ જ જીવનદાતા છે. અભયદાનમાં તો કદી એક જીવને તમે બહારથી રક્ષણ આપ્યું પણ તે મરીને તો સંસારમાં રખડવાનો છે, તેનું કંઈ કલ્યાણ ન થયું. પણ “પ્રવચનઅંજન જો સદ્ગુરુ કરે, દેખે ૫૨મ નિધાન.” આત્માની પૂર્ણ સ્વાધીન અનંતશક્તિને પ્રગટ દેખાડી દે એવા એ સદ્ગુરુ પોતે સદ્દેવ અને સદ્ધર્મ એટલે આત્મધર્મનું સ્વરૂપ દેખાડે છે. તે ગુરુનો મહિમા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com