________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૯૫
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] પ્રાતિ છે; પછી સાધકભાવની વૃદ્ધિ થતાં, અપ્રમત્ત સંયત અને પછી પૂર્ણપણે વીતરાગ તે તેરમું ગુણસ્થાનકવીતરાગ ભગવાન, અને પછી મન, વચન, કાયાના સર્વયોગ રહિતનું અકંપ, અયોગી, ચૌદમું ગુણસ્થાનક, એ પ્રમાણે સર્વે શુદ્ધ સ્વભાવનું કારણ સત્સમાગમ જ છે. પણ જેનાથી ગુણ ન પ્રગટે તે સત્સંગ ન કહેવાય. શ્રીમદે પત્ર-પત્રે અંતરનાદથી પુરુષાર્થ સહિત એક જ ભણકાર ગજાવ્યો છે કે સત્સમાગમ જ એક કલ્યાણકારી છે. લોકો પોતાના સ્વચ્છેદે શાસ્ત્ર વાંચી ઊંધું કાઢે છે અને તે ભગસાગરમાં બૂડે છે, શાસ્ત્રો જાણવાથી મોક્ષ થતો હોય તો પાનાંનો મોક્ષ થવો જોઈએ. ઘણાએ આત્મસિદ્ધિ મોઢે કરી છે, મગજમાં ભરી છે, કંઠસ્થ કરી છે ને રોજ બોલી જાય છે, પણ અંદરથી ભાવ-અર્થ સમજ્યા વિના પોતાની કલ્પનાથી અર્થ ધારે છે, પણ એમ મેળ બેસે નહિ. માટે સત્સમાગમ વડે આત્મસિદ્ધિનો અંતરભાવ-આશય સમજવાની જરૂર છે. પોતાની મેળે વાંચી જવાથી સમજાય નહિ; અને સમજ્યા વિના ગુણ પ્રગટે નહિ. જ્ઞાનીનો આશય સમજ્યા વિના કલ્પના કરવાથી શું થાય? સમયસારમાં તો સાધારણ માણસને અઘરું પડે છે; પણ આમાં ઘણી સહેલી ભાષા મૂકી છે. માટે આત્મસિદ્ધિ બધાએ (બાળગોપાળ બધા ભાઈઓ-બહેનોએ) અંતરપટમાં કોતરાઈ જાય તેવી રીતે, મુખપાઠ કરીને ધારી રાખવા યોગ્ય છે. એનું જ રાત-દિવસ મનન કરવાથી પોતાની જાતને નિર્ણય આવશે. જેને મોક્ષની ઇચ્છા થઈ છે તેણે સત્સંગને જ ઉપાસવો. સત્સમાગમની ઉપાસના કરવી હોય તેણે બાહ્યનાં સાધન અપ્રધાન કરીને આત્માને ગષવો. એટલે કે દેહાદિની, સંસારની તથા સંસારનાં સુખની વૃત્તિ છોડી દેવી; અને સશાસ્ત્ર-સત્સંગનું બળવાનપણું સમજીને, તેનો ખૂબ પરિચય કરવો, એમ અનંત જ્ઞાની ભગવંતોએ કહ્યું છે.
સત્સમાગમનું માહાભ્ય સમજાય તો જેવું કારણ સેવે તે જાતનું કાર્ય અવશ્ય પ્રગટે છે; તેથી કહ્યું કે અનંત અવ્યાબાધ સિદ્ધસ્વરૂપને પમાડે એવું કારણ સત્સમાગમ અને સપુરુષ છે. હવે નામ આપે છે. “સહજાત્મ, સહજાનંદ, આનંદઘન નામ અપાર હૈ, સદૈવ ધર્મ સ્વરૂપદર્શક પારાવાર હૈ” જે કોઈ ગુમાં ભૂલ્યા તે દેવ, ધર્મ અને શાસ્ત્રમાં ભૂલ્યા છે. જેણે સાચા ગુરુને ઓળખ્યા તેણે સાચા દેવ, ધર્મ અને શાસ્ત્રને સ્વીકાર્યા, અને આત્માને પણ માન્યો છે. પણ જો ભ્રાંતિ છે તો તેનું બધુંય માનેલું મિથ્યા છે. તેથી કહે છે કે - “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ; ઔષધ વિચાર ધ્યાન.” દરદીને પોતાના રોગની ખબર નહિ અને દવાખાનામાં પેસી જઈ, ઓળખ્યા વિના ગમે તે દવા પીવા માંડે તો નુકશાન જ થાય. તેથી શ્રીમદ્ કહે છે કે- આત્મસ્વરૂપમાં ભૂલ જેવો કોઈ મોટો રોગ નથી, માટે ગમે તેમ કરીને સત્પુરુષ કોઈ એક ગોતો, અને તેમનાં ગમે તે એક વચનને માન્ય રાખો, તેમની આજ્ઞાએ વર્તો, લાખ રોગમાં ઘણી જાતની દવા જોઈએ, પણ આ આત્મસ્વરૂપમાં જ ભૂલ, ભ્રાંતિ ટાળવામાં ઘણી દવાની જરૂર નથી. બહારથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com