________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા લગી પોતાની તૈયારી ન હોય ત્યાં લગી સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનનાં દર્શન કે વાણીથી પણ શો ઉપકાર થાય? બેઉનો સરખો જોગ થાય એટલે કે પુરુષ અને લાયક જીવનો જોગ થાય, તો જ લાભ થાય પણ પોતાને ગુણ ન થાય તેમાં જ્ઞાની પુરુષનો કે અન્ય કોઈનો દોષ નથી. જ્યાં લગી સપુરુષની ઓળખ જીવને થઈ નથી ત્યાં લગી તેણે દેહનાં દર્શન કર્યા છે, જડ પુદ્ગલનાં દર્શન કર્યા છે. તેનું કારણ પોતાની જ ભૂલ છે, સ્વચ્છેદ છે. સત્સમાગમનું બળવાન ઉપકારીપણું ખૂબખૂબ કહ્યું છે. તેમના પત્રોમાં જોશો તો ખાસ શબ્દો આગળ સત્ પ્રત્યય લગાડેલો દેખાશે; જેમકે સકથા, સધર્મ, સત્શાસ્ત્ર, સગ્રંથ, સદ્વર્તન, સદ્ભુત, સવિચાર, સપુણ્ય, સન્માર્ગ, સપુરુષ, સદેવ, સદ્ગર, સત્સમાગમ અને સદ્ગુરુના આશ્રયનું યથાર્થપણું જણાવ્યું છે, સ્વચ્છંદ ત્યાગ અને ગુરુ આજ્ઞા વગેરે વાંચીને કોઈ માને કે આમાં પરાધીનતા જેવું દેખાય છે, તો તેમ નથી. સત્નો ભાવાર્થ સમજે તો તેમાં પરાધીનતા કે બીજો કોઈ વિરોધ નહિ આવે. સત્સમાગમ શું કામ કરે છે તે સંબંધે કહેવામાં આવે છે કેઃ “ગિરતી વૃત્તિ સ્થિર રખું, દર્શન માત્રસે નિર્દોષ હૈ.”શુભાશુભ વડે રાગાદિ પરિણતિમાં અજ્ઞાનપણે અટકવું થતું તેને ટાળે એવો સત્સમાગમનો મહિમા છે. તેથી જીવસ્વભાવની જાગૃતિમાં નિશ્ચલ રહી પોતાનું સમ્યગ્દર્શન નિર્દોષપણે-નિઃશંકપણે ટકાવી રાખે છે. દેહાદિ સર્વ પરદ્રવ્યની ક્રિયાથી પોતે જુદો રહીને જીવ પોતાના તદ્ગ શુદ્ધ સ્વભાવને જાણે છે. પરદ્રવ્યથી પોતે અસંગ છે, એમ પુરુષાર્થવડે ભાન થતાં નિર્દોષ આત્મધર્મ પ્રગટે છે. પડતી વૃત્તિને સ્વભાવમાં ટકાવી રાખે તે “ધર્મ” છે, અધોગતિમાં એટલે પરભાવમાં (વિભાવમાં, પ્રમાદમાં) જવા ન દે અને સ્વભાવમાં સ્થિર રાખે તે ધર્મ.
અપૂર્વ સ્વભાવ કે પ્રેરક, સકળ સદ્ગણ કોષ હૈ.” સસ્વરૂપ ( સત્સમાગમ) માં ટકાવીને સાધકસ્વભાવને પૂર્ણ કરે એવા પુરુષાર્થમાં સદ્ગુરુ પ્રેરક છે અને તે સકળ સદ્ગણનો અનુપમ ભંડાર છે. સ્વસ્વરૂપની પ્રતીતિ દેઢ, દેઢતર થતાં અધિક પુરુષાર્થ ઉપાડીને વિશેષ સાધકપણું જીવ પ્રગટ કરે છે, અને સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, કે જે પૂર્ણપણે વીતરાગ નિર્વિકલ્પપણાનું કારણ છે; અંતે અયોગી સ્વભાવને (ચારિત્રની પૂર્ણતાને) પ્રગટ કરનાર છે. પૂર્ણ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ “અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ.” એમ ગુણશ્રેણીનો ક્રમ જણાવી, અપ્રમત્તદશા (મુનિપણું ) પ્રાપ્ત થયા પછી, સ્વરૂપમાં સ્થિર રહી, નિર્વિકલ્પ વીતરાગદશા સાથે, પછી બારમું ક્ષીણમોહ અને છેલ્લે અયોગદશા પ્રાપ્ત કરી છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રદશામોક્ષાવસ્થા છે. તે રીતે “અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર હૈ.” એમ સપુરુષના સત્સમાગમનું યથાર્થપણું જણાવ્યું. નિર્વિકલ્પ આનંદઘન પૂર્ણ બેહદ સુખસ્વભાવ પ્રગટ કરવાનું સત્સમાગમ કારણ છે. ધ્યેયરૂપ જે પૂર્ણ પવિત્ર સિદ્ધ સ્વરૂપ છે તેનું કારણ અયોગી સ્વભાવ છે, અને તેનું કારણ સત્સમાગમ છે.
વિકાસની ક્રમબદ્ધ શ્રેણી લીધી છે. પ્રથમ દર્શન માત્રથી નિર્દોષ' તે સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com