________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૯૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯]
શ્રીમને વખતનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળની ખબર હતી તેથી બહુ જાહેરમાં આવ્યાં નહિ. તેમણે કહ્યું છે કે મારું લખાણ, મારું શાસ્ત્ર મધ્યસ્થ પુરુષો જ સમજી શકશે, વિચારી શકશે, મહાવીરના કોઈ પણ એક વાક્યને યથાર્થપણે સમજો, શુદ્ધ અંતઃકરણ વિના વીતરાગના વચનોને કોણ દાદ આપશે? આ બધા અંતરના ઉદ્ગાર હતા. વળી હાલમાં શ્રી સમયસારજી પરમ આગમ શાસ્ત્ર વંચાય છે, તેની પ્રભાવના કરનાર પણ શ્રીમદ્ રાજચંદ્ર હતા. પોતાની હયાતીમાં જ તેમણે પરમકૃત પ્રભાવક મંડળની સ્થાપના કરી. તેમનો ઉદ્દેશ મહાન આચાર્યોનાં આગમ શાસ્ત્રો સંશોધિત કરીને છપાવવાનો હતો. તે મંડળે ઓગણીસ વર્ષ પહેલાં, એક હજાર સમયસારજી શાસ્ત્ર, આચાર્યવર કુંદકુંદભગવાન રચિત મહાસૂત્ર છપાવ્યું. એ શાસ્ત્ર (હાથે લખેલું) તેમના હાથમાં (લીંબડીમાં) જ્યારે પહેલવહેલું આવ્યું, ત્યારે બે પાનાં ફેરવતાં જ રૂપીઆની ભરેલી થાળી મંગાવી, જેમ હાથમાં હીરો આવ્યો તેની ઝવેરી પરીક્ષા કરે તેમ આખા જિનશાસનનું રહસ્ય શ્રી સમયસાર હાથમાં આવતાં જ, પૂર્વના સંસ્કારનો અપૂર્વભાવ ઉલ્લો , અને તે અપૂર્વ પરમાગમ શાસ્ત્ર લાવનાર ભાઈને શ્રીમદે ખોબો ભરીને રૂપીઆ આપ્યા. એ પુસ્તક છપાય એવી તેમની ખાસ ઇચ્છા હતી. એ રીતે ઓગણીસ વર્ષ પહેલાં શ્રી સમયસારની પ્રભાવના તેમના મારફત થઈ. તે પરમાગમ શાસ્ત્રનો હાલ કાઠિયાવાડમાં સારા પ્રમાણમાં લાભ લેવાય છે. એ સમયસારજીના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય દિગમ્બર (નગ્ન) મહાસમર્થ મુનિ હતા. તે આ કાળે જાતે મહાવિદેહ ક્ષેત્રમાં, સાક્ષાત્ ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાન સીમંધર પ્રભુ પાસે ગયા હતા, ત્યાં તેમણે આઠ દિવસ સમવસરણ (ધર્મસભા) માં ભગવાનની વાણી સાંભળી. ત્યાંથી આવી સમયસાર ગ્રંથની શ્લોકબદ્ધ રચના કરી. તે સમયસાર શાસ્ત્રની આ કાળે, પ્રથમ જાહેરાત કરાવનાર શ્રીમદ્ રાજચંદ્ર છે, માટે તેમનો અનંત ઉપકાર છે, તેનો લાભ અત્યારે ઘણા ભાઈઓ-બહેનો લે છે, તે શ્રીમદ્ભો જ ઉપકાર છે. હાલમાં તેની બે હજાર પ્રત ગુજરાતીમાં છપાય છે. તેનો લાભ લેનારને પણ શ્રીમદ્ ઉપકારી ગણાય. આ મંગલાચરણમાં જ સમ્યગ્દર્શનના ભણકાર છે, તેમાં સપુરુષની પ્રતીતિ અને તેમના સદુપદેશ વચનામૃતનું બહુમાન છે. તીર્થકર ભગવાનની દિવ્યવાણી અનંત ઉપકારી છે, સર્વને હિતકારી છે, તેમ જ મુનિની મુદ્રા શાંત, ઠરી ગયેલી અને વીતરાગી હોય છે. હવે સત્સમાગમનો અર્થ કહેવાય છે. સત્ જેનું શ્રવણ છે, સત્ જેનો વિચાર છે, સત્સંગનો જેને પ્રેમ છે તેને “સૂતી ચેતના જાગૃતકરમ્” હોય છે. અનાદિ કાળના અજ્ઞાન અંધકારમાં, મોહનિદ્રામાં સૂતેલા ચેતન આત્માને સ્વસ્વરૂપમાં જાગૃત કરનાર છે. જેમ મોરલીના નાદે સર્પ ડોલે છે, તેમ આત્માની વાત સાંભળતાં જ મુમુક્ષુનાં હૃદય ડોલી ઊઠે છે. સૂતી ચેતના જાગૃત કોને થાય ? પાત્ર હોય તેને, સત્સમાગમ હોય અને આત્મજ્ઞાન ન થાય તેમ ન બને. પારસમણિ કાટવાળી ડાબલીમાં હોય, તો કાટ લોઢાનો સ્પર્શ થવા દે નહિ, તેમ જો જીવમાં પોતામાં પાત્રતા ન હોય તો સત્સમાગમ કે સદ્ગુરુ શું કરે? “સદ્ગુરુ મળ્યા પણ જ્ઞાન થયું નહિ, વિમળ બની નહિ વાણી” એ ન્યાયે જ્યાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com