________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૨]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અહો ! શ્રી પુરુષકે વચનામૃત જગહિતકર.સપુરુષસદ્ગુરુનું જેને લક્ષ થયું તેને સદગુરુ અને તેમની ઉપકારી વાણીનું બહુમાન વર્તે છે; તેથી તે કહે છે કે જગતનું હિત એ અપૂર્વ વાણીથી જ છે; બીજો કોઈ સન્માર્ગનો ઉપાય નથી. જે જીવે અંતરમાં ભાવવચનનો ઊંડથી આદર કર્યો, તેને જ સત્પરુષ મળ્યા પ્રમાણ છે. દેહનાં દર્શન તો અનંત વાર થયાં, પણ જે દર્શનથી સપુરુષની પ્રતીતિ થાય તે જ દર્શન ખરું છે, તેને જ સપુરુષ તથા તેમનાં વચનામૃતનું સફળ પણું છે. પુરુષની મદ્રા કેવી છે? વિના બોલ્ય સૌમ્યતા વીતરાગતાને જ બતાવી રહી છે; જેઓ પરમ ઉપશમરસભરી વૈરાગ્યમૂર્તિ છે. અંદરથી સ્વભાવ પ્રગટયો એટલે દેહની મુદ્રા પણ તેવી જ પ્રગટે. જે મુદ્રાના અંતરભાવે દર્શન થતાં આત્માનું દર્શન પ્રગટે એ જાતનો ભાવ કેવો અપૂર્વ હશે, કઈ જાતનો હશે તે સમજવું.
તીર્થકર ભગવાનનો દેહુ પરમ ઔદારિક, સ્ફટિક રત્ન જેવો થઈ જાય છે, અને નજીકથી તેમનાં દર્શન કરનારને જાતિસ્મરણ જ્ઞાન થાય છે; અને સાત ભવ દેખાય છે. તે પ્રભુના જન્મદિવસને મહા કલ્યાણક કહેવાય છે. જેને ત્રણ લોકના નાથનું બિરુદ છે, તેમનો પરમ કલ્યાણક જન્મ-ઉત્સવ ઇન્દ્રો કરે છે, અને ત્રણલોકમાં અજવાળાં થાય છે. બે ઘડી નારકના દુઃખી જીવોને પણ શાતા ઊપજે છે. તેમ જેણે આ પંચમકાળમાં સત્ ધર્મની જાહેરાત કરી, અને પોતે અનંત ભવનો છેડો કાઢી, એક જ ભવ બાકી રહે તેવી પવિત્ર દશા આત્માને વિષે પ્રગટ કરી તેવા પવિત્ર પુરુષનું અતિ અતિ બહુમાન થવું જોઈએ. તેમના જન્મ દિવસની આજે જયંતિ છે, ધન્ય છે તેમને! હું ચોક્કસ કહું છું કે ગુજરાત-કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) વર્તમાનકાળમાં મુમુક્ષુ જીવોના પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ્ રાજચંદ્ર છે. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈનશાસનની શોભા વધારી છે. આ કાળમાં તેમના જેવા મહત્ પુરુષ મેં જોયા નથી. તેમના એકેક વચનમાં ઊંડું રહસ્ય છે. તે સત્સમાગમ વિના સમજાય તેમ નથી. તેમણે એક જ મુખ્ય વાત કરી છે કે આત્માની ઓળખાણ વિના ગમે તેમ કરો પણ ભવ નહિ ઘટે. આત્માને સમજ્યા વિના કોઈ કાળે છૂટકો નથી. આજે, કાલે, લાખ, ક્રોડ વર્ષે કે તેથી વહેલા-મોડા પણ આ તત્ત્વ સમજ્ય-શ્રદ્ધયે જ છૂટકો છે. શ્રીમદ્દનું જીવન સમજવા માટે મતાગ્રહથી-દુરાગ્રહથી દૂર રહી, એ પવિત્ર જીવનને મધ્યસ્થપણે જોવું જોઈએ, જ્ઞાનીની વિશાળ દૃષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. તેમની ભાષામાં અપૂર્વ ભાવ ભર્યા છે, તેમાં વૈરાગ્ય, ઉપશમ, વિવેક, સત્સમાગમ બધું છે. બાળકથી માંડીને આધ્યાત્મિક સસ્વરૂપની પરાકાષ્ઠાને પહોંચેલા, ઊંડા ઊંડા ન્યાય, ગંભીર અર્થ તેમના લખાણમાં છે. વ્યવહારનીતિથી લઈને પૂર્ણ શુદ્ધતા-કેવળજ્ઞાન સુધીના ભણકાર તેમાં છે, કોઈ જ્ઞાનબળના અપૂર્વયોગે એ લખાયા છે. તેમના અંતરમાં વીતરાગ શાસનની પ્રભાવના થાય, સનાતન, જૈનધર્મ જયવંત વર્તે, એમ નિમિત્ત થવાની ઊંડાણમાં ભાવના હતી; પણ તે કાળે મતાગ્રહીનાં ટોળાં ઘણાં હતાં, અને ગૃહસ્થવેષ હોવાથી તેમની પાસે જવામાં અને પરમાર્થ પામવામાં, બાહ્યદૃષ્ટિ જીવોને પોતાના પક્ષનો આગ્રહ વિઘરૂપ થયો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com