________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯]
[૩૯૧ મુદ્રામાં મેં જે વૈરાગ્ય જોયો છે, તેવો વૈરાગ્ય મેં કોઈ સાધુને જોયો નથી. જાઓ, આ તેમના શબ્દો ! તેમને કાંઈ શ્રીમન્ની પરીક્ષા ન હતી, છતાં અંદરથી સત્નો હકાર આવ્યો, અને ખોટાનો નિષેધ આવ્યો. માણસને મધ્યસ્થ દૃષ્ટિ હોય તો જ સાચી પરીક્ષા કરી શકે, અંતરમાં ઊંડાણથી એ વૃદ્ધ માનવીને સહજ, ધારણા વિના, નાભિથી અવાજ આવ્યો કે હું એની નિંદા સાંભળી શકતો નથી. ટૂટીમાંથી અવાજ-ગોખ્યા વિના, ધારણા વિના સહેજે ભણકાર આવેલો હતો. સપુરુષ પ્રત્યેનો આદર એટલે સત્નો આદર શું સૂચવે છે? તે બતાવે છે કે તે પુરુષમાં કોઈ મહાન પવિત્ર યોગબળ રહેલું છે કે જેનાં સ્મરણો સાંભળતાં મુમુક્ષુને અતિ પ્રમોદ-આનંદ ઊપજે છે. છતાં પંચમકાળ છે, તેથી નિંદકો કોઈ કહે છે કે પૂજાવા ખાતર લખ્યું છે. અરેરે! આવા મતાર્થી લોકો મતાગ્રહને વશ થઈને, મિથ્યાગ્રહને પકડે છે. મહામોહને વશ સાચાનો નિષેધ કરી, પોતાને વિષે બોધિદુર્લભપણું વધારે છે. અહીં જે જન્મ-જયંતિનું માંગળિક, જે લોકોત્તર માંગલિક કહેવું છે, તે ઉપરથી શ્રીમદ્ રાજચંદ્રના હૃદયમાં શું હતું તે મુમુક્ષુ સમજી લેશે.
“અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ્ જગહિતકરમ.” એક વખત પણ પ્રત્યક્ષ સદ્ગનાં ભાવવચનને શ્રવણ કરીને અંતરમાં ઓગાળીને, અંતરમાં ઊંડાણની સહજ હા આવી, ને બોધિબીજનો અંતરમાં (સ્વરૂપમાં) ટચ થયો તેને સંસાર ન હોય. જ્ઞાની મળ્યા તેને ભવ ન હોય, ભવનો ભાવ ન હોય. એની સાક્ષી કોણ આપે? અંદરથી ખાતરી આવે, કોઈને પૂછવા જવું ન પડે. “ભૂંગી ઇલિકાને ચટકાવે તે ભંગી જગ જોવે રે.” ઈયળને ભમરી ચટકો મારે; તેના ડંખના સ્મરણમાં આ શું છે, એ શું છે એ ઝંખના રહેતાં ભમરી બની જાય છે, કલેવર અને ભવ પલટાવી દે છે; એમ ચૈતન્ય ભગવાન આત્મા પોતાને ભૂલીને, પરભાવમાં પોતાની હયાતી ભૂલપણે માની બેઠો છે, તે જો સન્દુરુષના લક્ષ, એક વચન પણ યથાર્થ ગુંજારવ કરીને, અંતર શોધમાં વર્તે તો તેને ભગવાન ત્રિલોકનાથપણું (સિદ્ધપદ) પ્રાપ્ત થયા વિના રહે નહિ. જ્ઞાનીના એક વચનને યથાર્થપણે જીવ સમજ્યો તો, યથાર્થપણે આત્માથી આત્મામાં સત્નો હકાર આવે જ. સાથે પરદ્રવ્ય-પરભાવના નકારવડે શુભાશુભ બંધનો પણ નકાર થઈ જાય છે. જે સત્પુરુષ દેહ છતાં દેહાતીત દશામાં વર્તે છે તેમનાં દર્શન માત્રથી પણ દર્શન કરનારની દૃષ્ટિમાંથી આખો સંસાર ટળી જાય છે, શ્રી પદ્મનંદી આચાર્ય મહારાજ કહે છે કે
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।
અહો ! શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ જ્ઞાનીના મુખેથી જે જીવે પ્રસન્નચિત્તથી સાંભળ્યો કે બધા આત્મા અબંધ, અસંગ, સ્વાધીન, ચિદાનંદસ્વરૂપ છે અને તેમાં રહેલ વાચ્યને જે જીવે ગ્રહણ કર્યો તે જીવ ભાવિનિર્વાણનું ભાજન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com