________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૦]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રવાળા વચનોથી અંતરંગ વિચાર, સ્વાધ્યાય, યથાર્થ તત્ત્વમનન-તે વિચાર ધ્યાનરૂપી ઔષધ છે. ભેદવિજ્ઞાનરૂપ વિવેક તે પથ્ય છે; કારણ કે સમજણવડે સત્નો સ્વીકાર પોતે કર્યો ત્યારે ગુરુ આજ્ઞા સમજ્યો એમ કહેવાય, સમજણ અનુસાર રુચિ-સત્ની રુચિ કરનારને જ્ઞાનનો વિવેક હોય છે, તેને હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ થાય જ. હું પરથી જુદો, પૂર્ણ કૃતકૃત્ય, પરથી અક્રિય, ત્રિકાળ પૂર્ણ શુદ્ધ સ્થિર, અખંડ જ્ઞાયક સ્વભાવમાં ટક્યો છું. પરમાર્થરૂપ હું શુદ્ધ એકલો ઉપાદેય છું. પુણ્ય-પાપ-રાગાદિ વિકલ્પ દેહાદિની ક્રિયા બધાં પરદ્રવ્ય હેય છે, મારા સ્વાધીન તત્ત્વમાં કોઈનાં ગ્રહણ-ત્યાગ નથી, એવો હું નિરપેક્ષ શુદ્ધ જ્ઞાયક છું, એમ અબંધદૃષ્ટિનો વિવેક તે સાચું જ્ઞાન-પથ્ય છે; તે જ્ઞાનના આચરણવડ સ્વરૂપ સ્થિરતારૂપ ધ્યાન, મનન એ ઔષધ છે, તે જ શિવસુખનો ઉપાય છે. સત્ અને સત્નો આશ્રય એ જ મુખ્ય ઉપાય કહીને લોકોને ખોટી માન્યતારૂપ સ્વચ્છેદ ટાળવાનો ઉપાય બતાવ્યો છે.
[ સંવત્ ૧૯૯૬ કારતક સુદ ૧૫ સમાધિમંદિર, રાજકોટ] આજે શ્રીમદ્ રાજચંદ્રનો જન્મદિવસ છે. આજનો દિવસ રવિવાર પરમ મંગળિક છે, અને પૂર્ણિમા છે. શ્રીમની જયંતિ છે. બીજાં, હજારો વર્ષથી જૂનો જે ઊંચામાં ઊંચો ગ્રંથાધિરાજ “ ધવળ ૫ ડુ ગામ જેનાં દર્શન કરવા હજારો લોકો જતા હતા, અને જેમાં સનાતન જૈનધર્મનું રહસ્ય છે, તે શાસ્ત્રના આજે આનંદનિકેતનમાં દર્શન થયાં. તેમાં પ્રથમ “સિદ્ધ” લખ્યું છે. સમયસારમાં પણ રવિવાર આવ્યા હતો. સમયસારના દર્શન પણ રવિવારે થયા હતા; વળી સમયસારજીની સ્થાપના પણ રવિવારે થઈ છે.
શ્રીમના દેહના સમાગમમાં ઘણા આવ્યા હશે, પણ તેમના સત્સમાગમમાં કોઈક વિરલા જ હશે. અહીં પ્રથમ મંગળિક કહીએ.
“અહો ! શ્રી સત્પુરુષકે વચનામૃત જગહિતકરમ્,
મુદ્રા અરૂ સત્સમાગમ સૂતી ચેતના જાગૃતકરમ્.” સંપ્રદાયનો આગ્રહ છોડી મધ્યસ્થપણે સાંભળવું તે હિતની વાત છે. શ્રીમદ્ભા સમાગમમાં ઘણા આવેલા. તેમાં એક ભાઈ સંપ્રદાયના વલણવાળા અને મૂર્તિપૂજાના વિરોધી હતા, પણ કંઈક સરળ હતા. તેમના ગુરુ તથા બીજાઓ શ્રીમન્ની નિંદા કરતા હતા. તે સાંભળતાં જ તેમને અંદરથી (નાભિમાંથી) નાદ આવ્યો કે અરે! તમે એ પવિત્ર પુરુષની નિંદા કરશો નહિ, મેં તેમને એકવાર લીંબડીમાં જોયા હતા, મહા વૈરાગ્યવંત હતા, ખરેખર ધર્મની મૂર્તિ હતા. એ સપુરુષ છે. એની નિંદા ન કરશો. જાણે ઊંડાણમાં પારાવાર દર્દ થતું હોય એવો અવાજ સહજ આવ્યો, તેમણે કહ્યું કે એ મહાદેવને મિયાં સાથે સરખાવશો નહિ. એની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com