________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૮૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] જાણે શું થશે, એ આદિ આત્મસ્વરૂપમાં ભ્રાંતિ, હું બહારથી ગ્રહણ-ત્યાગવાળો છું, હું બંધવાળો છું, જડની ક્રિયાવાળો-દયાવાળો છું, પુણ્યવાળો છું—એ આદિ પ્રકારે પરવસ્તુમાં મારાપણું કરે છે તે જ અનંત ઝેરી બીજ છે. સ્વરૂપની ઊંધી માન્યતા એ એક જ ભૂલ સંસારનું મૂળ છે. શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત-ચોથું ગુણઠાણું હતું, એક મિથ્યાત્વ સિવાય સત્તર પાપ મંદ રસપણે હતાં, છતાં તેઓ પવિત્ર ધર્માત્મા હતા. તેઓ એક ભવે મોક્ષ જશે, માટે પ્રથમ હું કોણ, કેવો છું, કેવડો છું, એ યથાર્થ રીતે સમજો. જે આત્માનો ધર્મ છે, તેનાથી બીજું કર્યું બીજાં થશે. આત્મામાં ભ્રાંતિ અને બહારથી પુણ્યાદિ શુભ પરિણામની ક્રિયા કરે, કાયકલેશ કરે તે બાલચાલ છે. પાડાનો વાંક અને પખાલીને ડામ દે એવી ઊંધાઈ છે. અંતરંગ સ્વરૂપનું ભાન નહિ, અને મન, વચન, કાયાના પ્રયોગમાં મંડયા રહે, દેહનાં હાડકાંને સ્થિર હું રાખું છું, એ આદિ અભિમાન સહિતની ક્રિયાને સામાયિક માનવી તે મહા મિથ્યાત્વનું પોષણ છે. દર્શનમોહ એટલે સ્વરૂપની ભ્રમણા, તેની સ્થિતિ ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેની ઝેરી લાળને વશ જે જીવ છે તે સ્વયં અપરાધી થાય છે. તે ઊંધો પડ્યો સ્વાધીન છે. પોતે જ સવળો પડે અને સદ્ગુરુનો આશ્રય કરે તો જ હિત છે; બાકી તેને કોઈ પરાણે સમજાવી શકે નહિ. પોતામાં અનંત શક્તિ ભરી છે, તેનો દુરુપયોગ તથા સદુપયોગ સ્વયં કરે છે, બહારનું કાંઈ કરી શકતો નથી, માત્ર જ્ઞાનમાં ઊંધાઈ કરે અને પોતાને અન્યથા માને. પાગલ બે પ્રકારે કહ્યા છે. તેમાં એક તો ભૂતાવિષ્ટ–ગાંડો છે, તે તો કોઈ મંત્રાદિ પ્રયોગથી ડાહ્યો થાય છે. બીજો ગાંડો તે મોહી જીવ છે, તે સ્વયં પોતાને વિપરીત પણે માને છે, પરમાર્થને સમજતો નથી અને કર્મભાવને પોતાનો ગુણ માને છે. પ૨પરિણામ તથા સ્વભાવ પરિણામનો તેને વિવેક નથી, એ રીતે સ્વચ્છંદમાં ટક્યો છે, અર્થાત્ એવા ઊંધા નિઃશંક થઈ સંસારમાં પડયા છે. તેની ઘેલછા કોઈ ટાળનાર નથી.
આત્મભ્રાંતિ જેવું બીજાં કોઈ મહા પાપ નથી. એની દયા કરનાર કોઈ નથી. પોતે પાત્રતા તૈયાર કરીને સરલ જિજ્ઞાસુ થઈને, સત્સમાગમ મેળવે તો જ છૂટકો થાય. પોતાના માનેલા સ્વચ્છેદરૂપ કુધર્મથી કલ્યાણ નથી. માટે તે રોગને-ભૂલને ટાળવા માટે સદગુરુને શરણે જવું. કારણ કે તેઓ મહા સમર્થ સુજાણ, સ્વભાવના વૈદ્ય છે. શ્રીમદ્ કહે છે કે આત્મસ્વરૂપમાં ભ્રમણા જેવો કોઈ રોગ નથી. બહારથી પ્રતિકૂળ દવા કરે તો ઊલટો રોગ વધે; સદ્ગુરુ ભવરોગ મટાડનાર સુજાણ વધે છે; તેના જેવા કોઈ પરમ ઉપકારી નથી. સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન (સને આશ્રયે વર્તવા સમાન ) બીજું કોઈ પથ્ય નથી.
ગુરુ આજ્ઞા-એટલે અખંડ દેશનાવડે, અખંડ સત્માંથી જ્ઞાનીનું એક વાક્ય યથાર્થ શ્રુતગત કરી અંતરમાં સનો આશ્રય કરવો. તેમાં સતશ્રુત અંતરંગ કરી, બેહદ જ્ઞાનબળ ઊછાળી, જ્ઞાનની એકાગ્રતામાં ટકવું, રમવું, ઘોલન કરવું તે ધ્યાન, જ્ઞાનીનાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com