________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે. તેમાં (૧) મુખ્ય કિરણ આ ગાથામાં કહેલ નિઃશંકિત ગુણ છે. આત્મા અને સિદ્ધ પરમાત્મામાં શક્તિપણે કિંચિત્ ભેદ નથી. બેહદ જ્ઞાનશક્તિનો પિંડ, અજર, અમર, પૂર્ણ કૃતકૃત્ય છે. સમસ્ત વિરોધ-દોષ રહિત અસંગ પૂર્ણ પવિત્ર હું છું એવી નિઃસંદેહ પ્રતીતિ પૂર્ણતાને પહોંચી વળવાના પુરુષાર્થ સહિત વર્તે છે, તે જ જ્ઞાનની ક્રિયા છે. પોતાના નિસંદેહ અભિપ્રાયમાં ભૂલ, ભય, શંકા ન પડે તે નિઃશંકિત ગુણ છે. (૨) નિઃકાંક્ષિત ગુણનું કિરણ એવું છે કે મોટાં પુણ્યપદ-ઇન્દ્ર, ચક્રવર્તી, તીર્થકરના પુણ્ય પણ સમ્યગ્દષ્ટિ ઇચ્છે નહિ. એક પૂર્ણ શુદ્ધ મારું આત્મપદ છે તે પ્રગટ થાઓ તે જ તેની ભાવના છે. (૩) નિર્વિચિકિત્સા ગુણનું કિરણ એવું છે કે, પોતાના પવિત્ર જ્ઞાતાસ્વભાવની અરુચિ ન થવા દે, અને રાગ-દ્વેષ-અજ્ઞાનથી બચાવે તે વૈદપણું (જ્ઞાનચિકિત્સા ) છે, (૪) અમૂઢત્વ ગુણનું કિરણ એવું છે કે શુભ-અશુભ પરિણામની વૃત્તિ ઊઠે તેની વહેંચણીમાં ભેદજ્ઞાનમાં ન મૂંઝાય, કે આ તે મારો ગુણ છે કે પરભાવ છે, કષાય છે કે અકષાય છે, એમ સ્વભાવ-પરભાવને બરાબર જાણે; જાણવામાં મૂંઝાય નહિ, ભૂલે નહિ. (૫) ઉપગૂઠન ગુણનું કિરણ એવું છે કે દોષને ટાળે અને ગુણમાં વૃદ્ધિ કરે. (૬) સ્વરૂપની સ્થિરતારૂપ સ્થિતિકરણ ગુણનું કિરણ એવું છે કે, રાગ-દ્વેષરૂપ અસ્થિરતાને ટાળે અને પોતાને અખંડ શાન્તિસ્વરૂપમાં જ સ્થિર રાખે (૭) વાત્સલ્યગુણનું કિરણ એવું છે કે, પૂર્ણ સ્વભાવની રુચિ હોવાથી પૂર્ણ વીતરાગતા-શુદ્ધ પરમાત્મપદનો પ્રેમ છે, તેમાં સંસારમાં પ્રેમ ભુલ નથી, ગૌવત્સ સમાન સ્વરૂપની સાચી પ્રીતિ છે. (૮) પ્રભાવના ગુણનું કિરણ એવું છે કે સમસ્ત પ્રકારે (બધાં પડખાંથી) પોતાના શુદ્ધ સ્વરૂપમાં સાવધાની રાખવાની ભાવના, ચારિત્રગુણની ખીલવટ કરીને સ્વગુણનો ઉદ્યોત કરે છે. જ્ઞાયકસ્વભાવ જયવંત વર્તા, વિજયવંત હો ! એવો પુરુષાર્થ ઉપાડીને આત્મધર્મની પ્રભાવના એવી કરવી કે કેવળજ્ઞાનના સંદેશા આવે, જાતની જાગૃતિના અપૂર્વ ભણકાર આવે કે હવે ભવ નથી. ૧૨૮
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વૈધ સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આગલી ગાથામાં આઠ ગુણ સહિત નિઃસંદેહપણું આત્મામાં કેવી રીતે છે તે કહ્યું. અત્રે તેનાથી વિપરીત આત્મભ્રાંતિ (સંશય = ભ્રમણા) રહેવી, તેના જેવો કોઈ મોટો ગંભીર રોગ નથી, એમ જણાવ્યું. વસ્તુનો જે સહજ સ્વભાવ છે તેની પ્રતીતિ નહિ, અને બહારથી કંઈ કરો તો સંવર નિર્જરા થશે એમ બાહ્ય ક્રિયાથી આત્મધર્મ માની, ચૈતન્ય ઉપર ગૂમડાંની વૃદ્ધિ કરીને જીવ રાજી થાય છે. પણ એવી ઊંધી માન્યતાને જ્ઞાની ભગવંતો મિથ્યાદર્શનશલ્ય કહે છે, બધાં પાપો કરતાં તે અતિ ઘણું મહાપાપ છે, સ્વયં અપરાધ છે, સ્વહિંસા છે, સત્તર પાપ તે ચારિત્રના દોષ છે, અને આ મિથ્યાદર્શનશલ્ય તે મૂળ પાપની જડ છે, તે દર્શનમોહ છે. શ્રીમદે કહ્યું છે કે “જેમ જેમ મતિઅલ્પતા, અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત,” એ યથાર્થ છે. કોણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com