________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૮]
[૩૮૭ આત્મા સદા ઉપયોગી છે” અર્થાત્ સ્વજ્ઞાનનો વ્યાપારવાળો છે. લોકો તે ગોખી જાય, વાંચી જાય, પણ આત્મા અરૂપી જ્ઞાનસ્વરૂપ છે તેનો અંતરંગ ઉપયોગ શું, તેની કાંઈ ખબર પડે નહિ, અને બહારથી ઉપયોગ માને, એટલે કે કંઈ લેવું, મૂકવું, જોઈને ચાલવું, પરની દયા કરવી, એ વગેરે જડની ક્રિયા અને કર્મભાવને આત્માનો ઉપયોગ માને છે, અને કહે છે કે અમે વીતરાગની આજ્ઞાને માનીએ છીએ. આ પોતાની ખોટી દૃષ્ટિએ ઉપયોગની ખતવણી કરી છે; વીતરાગને ઓળખ્યા વિના, વીતરાગના નામે કર્મભાવમાં ધર્મ માન્યો છે. ઘણાં પુણ્ય કર્યા છતાં પાપાનુબંધી પુણ્ય હોવાથી સંસાર વધ્યો. ભવ ન ઘટયો. માટે જે પોતાના સ્વચ્છેદે અથવા સત્અસત્ની પરીક્ષા વિના આત્મા માને છે, ધર્મ માને છે તે ખોટું છે.
હું ભવી છું કે અભવી છું, અલ્પ ભવવાળો છું કે બહુ ભાવવાળો છું, એ આદિ સંદેહ રહ્યા કરે ત્યાં સુધી આત્માની ખરી પરીક્ષા થઈ નથી એમ જાણવું. આપણને ખબર ન પડે, કેવળી ભગવાન જાણે,-એમ લોકો કહે છે. પણ ભાઈ રે! તું કહેતો હતો ને કે અમે દેવ, ગુરુ, ધર્મને માન્યા છે, અને આત્માની શ્રદ્ધા છે; પણ સંદેહ છે ત્યાં સાચી શ્રદ્ધા જ નથી. પોતાની ભૂમિકા દેઢ થયા વિના પ્રતીત સાચી નથી, અને સ્થિરતાનો પુરુષાર્થ પણ નથી. સમ્યગ્દષ્ટિ નિસંદેહ છે. આત્મા જ્ઞાનદશા પામ્યો છે તે જ્ઞાની જાણે છે. એક નિર્ણય યથાર્થ ભાનદ્વારા આવ્યો કે આત્મસ્વરૂપ ત્રિકાળ આમ જ છે, એ નિઃસંદેહ નિર્ણય આવ્યો તેમાં પોતાનો, અનંતજ્ઞાની સર્વજ્ઞના જ્ઞાનમાં સ્વીકાર થઈ ગયો છે, એવી સાક્ષી પોતાને જાતથી આવે છે. જે સ્વરૂપના ભાન સહિત (મનની ધારણા વિના) સહજ પ્રયત્નથી સ્વયં જાગ્યો તેને શંકા ન આવે. અહીં કેટલાક ઊંધા નિઃશંક પડ્યા છે તેની વાત નથી. શ્રીમદ્ નાની ઉંમરમાં કહે છે કે “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થા૫,' જ્યાં સમ્યજ્ઞાન-બોધિબીજ પ્રગટયું, ત્યાં અંતરથી સહજ સ્વરૂપ આત્મખ્યાતિ ચૈતન્યની જાહેરાત થાય છે. બેહદ સુખસ્વભાવની શાન્તિ, તૃતિ, સંવેદન વધતાં જાય છે અને પુરુષાર્થસહિત નિર્ણય દેખાય છે. કોઈ ભગવાનને પૂછયા વિના પોતાની જાતને નિઃસંદેહ ખબર પડે કે મારે હવે એકાદ કે અમુક ભવ બાકી છે, વધુ ભવ નથી. તે નિઃસંદેહ થયો, નિઃશલ્ય થયો, તેનું વીર્ય પૂર્ણતાને લક્ષ સ્થિરતા સાધતું આગળ વધે છે. સ્વભાવે પરનો અકર્તા હતો તેથી વર્તમાનમાં અકર્તા થયો. આત્મા શુભ-અશુભ કર્મનો કર્યા છે, એમ શાસ્ત્રમાં ટૂંકી ભાષા નિમિત્ત-નૈમિત્તિકનું જ્ઞાન કરાવવા કહી હોય પણ ઘીના ઘડાની જેમ તે વ્યવહારવચન માત્રને પકડીને શબ્દાર્થનો આગ્રહ કરે તે મિથ્યા કરે છે, માટે પરમાર્થ-સાચા અર્થને જ સમજવો. જડનો કર્તા-ભોક્તા અજ્ઞાની પણ નથી. માત્ર અજ્ઞાની તેમ માને છે. જો આત્મા જડ કર્મનો કર્તા હોય તો આત્મા જડ થઈ જાય. યોગ્યતાના કારણે કથંચિત્ રાગ-દ્વેષનો કર્તા જીવને કહેવાય છે; તે અજ્ઞાનભાવ ટાળીને સમ્યજ્ઞાન પ્રગટ કરી શકાય છે. જેમ સૂર્યનાં કિરણો હોય તેમ સમ્યગ્દર્શન-જ્ઞાનમય સૂર્યનાં આઠ કિરણો (સદ્ગુણરૂપે ) હોય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com