________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા યોગ્યતાના કારણે હતી, તે ભૂલ ક્ષણમાં પલટીને પૂર્ણ સિદ્ધદશા પ્રગટ થઈ શકે છે. પૂર્ણતાને લશે. સાધકસ્વભાવ જેને ઊઘડયો તે હવે અંતરચારિત્રની ભાવના કરે છે, કે હું મારા જ્ઞાન-દર્શનસ્વરૂપચારિત્રમાં લીન થાઉં. તેમાં એમ પણ આવ્યું કે મારામાં પરનું એકપણ કર્તવ્ય નથી, છતાં કોઈ માને તો તે મિથ્યા છે. હું સામા જીવને સુખી કરી શકું, મેં પરની દયા પાળી, પળાવી, મેં દેહાદિ ક્રિયારૂપ ચારિત્ર પાળ્યું એ માન્યતા મિથ્યા છે; તેમાં ધર્મ નથી, ચારિત્ર નથી. કષાય પાતળો પાડે તો પુણ્ય છે. ધર્માજીવ ચારિત્રની ભાવના વડે સ્થિરતા વધારે છે. જેવા સર્વજ્ઞ વીતરાગ ભગવાન છે, અને તેમનું જેવું નિર્મળ ચારિત્ર છે, તેવું જ મારું યથાખ્યાતચારિત્ર શીવ્ર પ્રગટ થાઓ, એમ પુરુષાર્થ ઉપાડીને સત્નો વિનય કરે છે. હે નાથ ! આપે જ આત્મા આપ્યો! હે પ્રભુ! આપનો ઉપકાર અમાપ છે. તે સમજે છે કે કોઈ કોઈના પર્યાયને લેતું દેતું નથી, કારણ કે આત્મા સ્વયં સ્વાધીન તત્ત્વ છે, તે નિરપેક્ષ અને કષાય રહિત છે, નિર્વિકલ્પ છે. મનના વિકલ્પ અને વાણી દ્વારા સદ્ગુરુનો વિનય શી રીતે કરું? બસ! ઠરી જાઉં એ એક લક્ષ છે, એ પૂર્ણ ચારિત્રની ભાવના છે. ૧૨૭
ઉપસંહાર હવે ઉપસંહાર કરે છે :
દર્શન ષટે શમાય છે, આ ષ સ્થાનક માહિ;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ છ બોલની પીઠિકા ઉપાડી ત્યારે કહ્યું હતું કે “ષ સ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એહ” તેમ છ બોલનું સ્વરૂપ પૂરું થતાં આ ગાથા કહેવામાં આવી છે. એ છ પદથી પર્દર્શનનું સ્વરૂપ પૂર્ણ શું, અખંડ કેવું હોવું જોઈએ, એકાંત અને વિરોધ કેમ છે, એ પણ સમજાવ્યું છે. તેને વિચારવાથી કંઈ શંકા રહે નહિ. જીવ નિઃસંદેહ થયો એટલે નિઃસંદેહ તત્ત્વની પ્રતીત, સ્થિરતા સાથે લઈને ઉપડ્યો છે. આત્માને પરથી જુદો સ્વાધીનપણે જેમ છે તેમ જાણો તેણે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને જાણ્યા. જેવા પરમાત્મા પૂર્ણ શુદ્ધ છે તેવો જ હું છું, એમ બધાં પડખાંથી નિર્ણય કર્યા પછી શંકા ન પડે. જે બાજુનો પવન ફરે તે બાજુ ધજા ફર્યા કરે, તેમ લોકો સાચા-ખોટાનો નિર્ણય કર્યા વગર “જી મહારાજ !” કરીને જ્યાં-ત્યાં અર્પણતા કર્યા કરે છે; સમન્વય કરીને વિનયમિથ્યાત્વને પોષણ આપે છે. તેને સાચો નિર્ણય ક્ય થી થાય? ખરી પરીક્ષા વિના બહારથી જ ધર્મ મનાયો છે, અને તેથી “સૌ સાધન બંધન થયાં.” અનંત કાળમાં જે કંઈ કર્યું તે બધુંય મફતમાં ગયું; પણ આ જાતની વિધિ સહિત, અંતરતત્ત્વની પરીક્ષા કરીને આ કહ્યો તે માર્ગ વિષે, અવિરોધપણે વિચાર કરે તો તેમાં કંઈ પણ સંશય રહે નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com