________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૬-૧૨૭]
|| [૩૮૫ આપ જે ભાવોથી પૂર્ણદશાને પામ્યા છો તે ભાવે હું પણ આપની આરાધના વડે એકલો ચાલ્યો આવું છું. ૧૨૫ અહીં શિષ્ય પ્રભુ આધીન વર્તવાની ભાવના કરે છે :
આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન;
દાસ દાસ, હું દાસ છું, તેવું પ્રભુનો દીન. ૧૨૬ હવે આ દેહાદિ કે શબ્દાદિ વગેરે જે કંઈ મારું માન્યું હતું તેના મમત્વથી છૂટીને, તેનો હું સાક્ષી છું, એટલે કે આજથી સદ્ગુરુની આજ્ઞાએ (પ્રભુને) આધીન હતું. હું તે પ્રભુનો દાસ છું, દીન દાસ છું. પૂર્વે અનંત કાળથી સાચી સમજણ વિના, સ્વરૂપની સાચી પ્રતીતિ વિના, અનંત સંસારમાં રખડવું થયું; તે એક પોતાના અજ્ઞાનથી થયું, અને તેથી “પામ્યો દુઃખ અનંત.” આત્માના નામે જે કંઈ પુણ્ય, દયા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, વ્રત આદિ પૂર્વે અનંત વાર કર્યું જે કર્યું તે બધુંય બીજાં કર્યું, માત્ર એક આત્માને જાણ્યો નહિ, માટે અનંત ભવમાં અનંત દુઃખ પામ્યો. તે પરમપદ શુદ્ધ આત્મ-સ્વરૂપ આપે સમજાવ્યું એટલે ભવિષ્યકાળમાં હું અનંત દુઃખને પામત તેનું મૂળ જેણે છે એવા શ્રી સદ્ગુરુ ભગવાનનો હું દાસ છું, દાસ છું, દીન દાસ છું. સદ્ગુરુ આજ્ઞાનુસાર આ પરમ સત્નો નિશ્ચય અને આશ્રય જ એક કર્તવ્ય છે, એવી સમજણ અને સમજણનો વિવેક આત્મામાં વર્તતા પરમ ઉપકારીનો ઉપકાર સ્વીકારે છે. ૧૨૬ છ સ્થાનક વડે આત્મા ભિન્ન બતાવ્યો તેનો શિષ્ય ઉપકાર જાહેર કરે છે :
ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ;
મ્યાનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭ છએ સ્થાનક સમજાવીને હે સદ્ગુરુદેવ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તલવાર જુદી કાઢીને બતાવે એમ સ્પષ્ટ જુદો, એક પરમાણુ માત્રના સંબંધ રહિત, (પરથી જુદો) બતાવી અમાપ ઉપકાર કર્યો છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય, આત્મા ચિટ્વન છે તેમાં જ બતાવ્યો. બાહ્યથી કંઈપણ સાધનનો આશ્રય જ્ઞાન, દર્શન, ચારિત્રમાં નથી, એમ જ હોવાથી જેને અનંત ગુણનું ભાન થયું છે, એવો શિષ્ય પોતાની પામરતા વર્ણવીને પુરુષાર્થ ઉપાડે છે. એ જ લોકોત્તર વિનયનો મહિમા છે, તેમાં જ પોતાનો મહિમા છે. “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો.” મારું આત્મપદ પૂર્ણ શુદ્ધ પરમાત્મા સમાન છે પણ ઊંધી દષ્ટિવાળાએ પરના નિમિત્તથી બંધવાળો-ઉપાધિવાળો માન્યો છે. સિદ્ધ ભગવાન જેવો ન માન્યો તેથી તે મિથ્યાષ્ટિ છે. સ્વાધીનપણું ભૂલીને પોતાને બંધવાળો કે વિકારી માને તો વિકાર સ્વભાવ ઠરે; પણ ચૈતન્યસ્વભાવ બંધરૂપ નથી. એક સમયમાત્રની ભૂલ વર્તમાન અવસ્થાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com