________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તેમ વીતરાગ ઉપર પોતાના ભાવનો આરોપ કરીને પાણીમાં જે ઘટે તે બધુંય કહેવાય. પુરુષાર્થ ઉપાડતો નિમિત્તમાં ઉપચાર કરીને પોતાનો વિનય-ભક્તિભાવ ઉપાડે છે. ધર્માત્મા અંતરમાં વિવેક સમજીને તીર્થકર, સદ્ગુરુદેવ આદિ વીતરાગ સપુરુષોનું બહુમાન કરે છે. દેવ, ગુરુ, ધર્મ સસ્વરૂપ છે, નિર્દોષ વીતરાગ છે. સત્નો આદર તે પોતાના ઈષ્ટ ગુણનો આદર છે. એ ત્રણે વીતરાગસ્વરૂપ છે. વીતરાગની ભક્તિ પ્રશસ્ત રાગ છે, છતાં તે રાગનો રાગ નથી. કોઈ પણ રાગ સર્વથા હેય (ત્યાગવા યોગ્ય) માને છે, છતાં જ્યાં લગી અધૂરી સાધકદશા છે, ત્યાં લગી પ્રશસ્ત રાગ થઈ જાય છે. સમ્યજ્ઞાનનો એવો મહિમા છે કે ત્રણલોક તેને અનુકૂળ છે, સસ્વરૂપના સાધકને કોઈ વસ્તુ બાધક નથી.
| શિષ્યને સાચા સ્વરૂપની બોધબીજની પ્રાપ્તિ થઈ તેથી સદ્ગુરુનું મહામાન કરે છે. નિર્માનતા દ્વારા પુરુષાર્થનું વીર્ય ઉલ્લસે છે, અને સ્વરૂપભક્તિમાં સદ્ગુરુને જ કલ્યાણકારી કહે છે. નમોથુણે સ્તુતિમાં આવે છે કે હે પ્રભુ! આપ “જીવદયાણું” છો, આપે જ મને જીવ આપ્યો, એમ પોતાના ગુણનો આરોપ કરીને, સદ્ગુરુને અનંત ઉપકારના કરવાવાળા કહે છે. સ્થિરતાનું બહુમાનપણું એ પૂર્ણ સ્વરૂપની સ્થિરતાનો પ્રેમ છે. મને અનંત કાળમાં આત્માપણાનું ભાન ન હતું તે આપે જ યથાતથ્ય બતાવ્યું, હું જડ જ હતો તે જડતા પલટાવીને આપે જ મને જીવત્વ “ આત્મા” આપ્યો. હું મને ભૂલીને પુણ્ય-પાપ-રાગાદિમાં મારાપણાની કલ્પના કરીને પરવસ્તુમાં ચેતનધર્મ માનતો હતો, તે ભૂલ ટાળીને આત્માને એવો જાણ્યો કે હું તો શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન છું, સ્વાધીન છું, એમ સમ્યજ્ઞાન થયું, તે આપની કરુણાના પ્રતાપે છે.
“હું” આત્મા બન્યો માટે આપ જ “જીવદયાણું” છો. સ્થિરતા-રમણતા સહિત, પૂર્ણ સ્વરૂપની મીટ માંડી સદ્ગુરુના શરણમાં ઊભો રહી, વિકલ્પ તોડીને આખી પૂર્ણ સ્થિરતાને ભાવતો, રુચવતો, સ્પર્શતો, શિષ્ય કેવળજ્ઞાનના ભણકાર દેખે છે; અને કહે છે કે આપના ચરણાધીન હતું, એટલે કે જેવું સ્વરૂપ છે તેવી શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની એકાગ્રતારૂપ સ્વચારિત્રમાં રમણતા કરું. તમારા ચરણકમળમાં વર્લ્ડ એ ઉપચાર છે, પણ ઉપકારીનો અનહદ ઉપકાર આવ્યા વિના રહે નહિ. તેથી શિષ્ય અનંત ગુણના નિધિ સગુરુ પાસે પોતાનું દીનત્વ કહે છે, સાથે અનંત શક્તિનું ભાન છે. પણ જેને ચૈતન્ય ભગવાન આત્મા કેવો છે, કેવડો છે તેની ઓળખ નથી, અને કહે કે અમે આત્મા છીએ, એમ અમને ખબર નહિ હોય? એવો ખોટો દાવો કરે છે તે આત્માને નામે મન, વચન, કાય એટલે કે યોગની ક્રિયામાં શુભ પરિણામમાં ધર્મ માનીને સંતોષાઈ ગયા હોય છે. તેને સાચું સમજવાનો અવકાશ રહેતો નથી. તે ભક્તિ કરે છે તોપણ રાગની કષાયની ભક્તિ કરે છે. ભાર વિના ભક્તિ કોની? અહીં શિષ્ય સમજીને અંદરથી વિવેક, જાગૃતિ સહિત સગુનો (સત્નો) વિનય કરે છે. હે નાથ ! આપે જ આત્મા આપ્યો. પોતે જાણ્યું કે એક પરમાણુ માત્ર મારું નથી, એટલે મન, વચન, કાયા આદિ દેહભાવથી રહિત થઈને આપની આજ્ઞામાં વતું, પરમાત્માનો સેવક પરમાત્મા જેવો જ હોય,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com