________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૫]
[૩૮૩ ત્યાં સુધી અલ્પ પ્રશસ્ત રાગ રહે છે, અને પાછળ વિકલ્પના અભાવરૂપ પુરુષાર્થ હોય છે. શ્રીગુરુને અકષાય કરુણા છે, એમ સમજીને સદ્ગુરુને સાક્ષાત્ ભગવાન કહેવામાં વિરોધ નથી.
૧૨૪
[ તા. ૨૫-૧૧-૩૯] હવે! શિષ્ય આનંદમાં આવતાં “શું કહું, શું ધરું” એમ કહે છે :
શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫ હે! શ્રી સદ્દગુરુ ભગવંત! આપ તો અનંત ઉપકારી છો, હું આપના ચરણ આગળ શું ધરું? સગુરુ પરમ નિષ્કામ છે. જેણે આત્મા આપ્યો તેમના ચરણ સમીપે બીજાં શું ધરું? એ પ્રભુના ચરણાધીન વર્તુ, એમાં જ સાચો વિનય છે. શિષ્ય એમ ન કહે કે મારા ઉપાદાનની તૈયારી હતી, તેથી મને વાણીનો એવો યોગ થયો, મારાં પુણ્ય હતાં તેથી તે નિમિત્ત થયા, એવી ભાષાવિકલ્પ પણ ન હોય, પણ નમ્રતાથી તે નમતો ઢળતો રહે છે.
સદ્ગુરુ ઉપદેશના દાતા છે તે ઉપચાર કથન છે. વીતરાગને કોઈ રાગ કે ઇચ્છા ન હોય; આ જીવ ધર્મ પામે તો સારું એવો વિકલ્પ પણ ન હોય. જો એટલો પણ હોય તો તે વિતરાગ નથી. શુભરાગની અલ્પવૃત્તિ પણ કષાયપરિણામરૂપ અશુદ્ધ ભાવ છે; પણ નિષ્કારણ કણા શ્રી સર્વજ્ઞ તીર્થકર ભગવાનને છે, એમ ભક્તો આરોપ કરે છે. તેમને કોઈ ઉપર દયાનો વિકલ્પ તથા ઉપદેશ દઉં એવો શુભ રાગભાવ નથી, પણ પૂર્વનાં પુણ્યના ઉદયે વાણીયોગ હોય છે. વીતરાગ ભગવાન બોલે નહિ, વાણી સહેજે છૂટે છે. સાંભળનારનાં પુણ્યનો યોગ છે,-નિશ્ચયથી એમ છે, છતાં શિષ્ય સમજીને પોતાને અનંત ઉપકારનું ઇષ્ટ નિમિત્ત ગણીને તેમનું મહામાન-વિનય કરે છે. ગણધરદેવ પણ કહે છે કે હે સર્વજ્ઞ ભગવાન ! આપે અનંત ઉપકાર કર્યો છે. ભગવાનને ઉપકારનો વિકલ્પ પણ નથી, છતાં ભક્તો પોતાનો એ નિમિત્તે પુરુષાર્થ ઉપાડે છે, અને વિનય કરે છે, સતુનું બહુમાન કરવા અંતરથી ઊછળી પડે છે. પોતાનો પુરુષાર્થ ઉપાડતો, કષાયનો ટાળતો સ્વરૂપભક્તિનો પુરુષાર્થ ઊછાળી બેહદ સ્વભાવનો પ્રમોદભાવ કરે છે, કે હે નાથ ! આપે મને આત્મા આપ્યો, આપ અકષાયકરુણાના દાતાર છો. આપ તારનાર તીર્થસ્વરૂપ છો, એમ ઉપકારીનો ઉપકાર હૃદયમાં સમજતો, વીતરાગના સ્વરૂપને ઓળખીને સનું બહુમાન કરે છે. અનંત કાળની અશાંતિ-ભૂલ ટળી અને પરમ શાંતિનું અંતર વેદન પ્રગટ થયું, તેથી જ્યાં જુએ ત્યાં જ્ઞાનીનો ઉપકાર દેખે છે, બીજું દેખતો નથી. વિકલ્પમાં બેઠો હોય જ આવશ્યક ક્રિયાનું જ્ઞાન કરતો હોય, છતાં તે સત્નો વિનય કરે છે. આદર કરે છે. શાસ્ત્રમાં વ્યવહારથી-નિમિત્તથી વાણી બોલાય છે, જેમ ઘીનો ડબો કહેવાય છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com