________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૨]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા શિષ્ય અહીં શ્રી સદ્ગુરુ ભગવાનનો ઉપકાર દર્શાવે છે -
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪
“ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યારે પંચમ કાળમાં ” અનંતવાર વીતરાગની આજ્ઞા અને નિર્ગથધર્મના નામે વિપરીત માર્ગનું સેવન કર્યું, તે ભૂલ નિર્દોષ અભૂલસ્વભાવના ભાનવડ ટાળવાથી અપૂર્વ આત્મજ્ઞાન પ્રગટ થયું છે. આમાં ચાર ચાર વાર “અહો” આવે છે. અતીન્દ્રિય આનંદામૃતના સાગર પંચમ કાળમાં ઊછળ્યા. અહો! આશ્ચર્ય! અહો!!
પોતાના પુરુષાર્થને ઉપાડવા, સ્વચ્છેદનો ત્યાગ કરી, શિષ્ય અર્પાઈ જાય છે, તે અર્પણતામાં જ લોકોત્તર વિનયનો અપૂર્વ મહિમા છે. તે લાયક શિષ્ય છે. તે કહે છે કે હે! પરમ કૃપાળુ સદ્ગુરુદેવ! અહો ! કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્મીવંત આપ પ્રભુએ આ પામર પર આશ્ચર્યકારી પરમ ઉપકાર કર્યો છે. તે મનના પરિણામ દ્વારા તમારો ઉપકાર હું કેમ ગાઈ શકું? વાણીથી પણ કેટલું કહી શકું? માત્ર વિકલ્પ રહિત સ્વભાવમાં ઠરી જાઉં, સમાઈ જાઉં, એ જ કૃતકૃત્યતા છે. હે શ્રીગુરુ! આપની અપાર સિંધુ સમાન નિષ્કારણ અકષાય કરુણા છે. મારામાં અનંતગુણી પામરતા દેખાય છે, પણ તે પામરતા સાથે અનંતગુણનું ભાન છે, અને બેહદ વીર્યનો ઉપાડ છે, પુરુષાર્થ છે.
કરુણાના બે પ્રકાર છે. એક પ્રશસ્ત વિકલ્પ તેમાં પણ અસ્થિરતાથી છૂટીને નિર્વિકલ્પ સ્થિરતાનો ભણકાર છે, અને બીજો પ્રકાર પૂર્ણ વીતરાગસ્વરૂપ અરિહંત પરમાત્મા, તીર્થકરઆદિ સર્વજ્ઞદેવ જેમને અકષાયકરુણા છે. પોતાનો પુરુષાર્થ ઉપાડવા માટે ઉપકારીને ઓળખી તેમાં ઉપકારીપણું આરોપી શકાય છે, તેમાં સનું બહુમાન છે. શ્રીમદ્ભો સમ્યગ્દર્શન માટે પત્ર છે કે હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. “હે શ્રી કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.” તેમાં અનંતગુણનો તથા પરમ ઉપકારીને ઓળખીને સનું બહુમાન લાવી પોતાની પામરતા (નિર્માનતા) વર્ણવી છે. સદ્ગને અહો ! અહો! બે વાર કહ્યું છે અને ઉપકારમાં બે વખત “અહો' શબ્દ છે તે અપૂર્વ આશ્ચર્ય કહ્યું. જેમ નિર્ધનને કોઈ લાખ રૂપિયા આપી દે તો તેને કેવો હર્ષ થાય? તે તો વિકારીભાવ છે. પણ અહીં તો અતીન્દ્રિય નિરાકુળ આનંદ છે. ઉપકાર સમજનાર ઉપકારીનું બહુમાન કરે છે, તેમ પોતાના ગુણનો આદર છે. ગુણ પ્રગટયો એટલે નિર્માનતા પ્રગટી. સ્વચ્છેદ ટાળીને સ્વાધીનતા પ્રગટી એટલે ગુરુભક્તિનું મહામાન ઊછળ્યા વગર ન રહે અને શ્રીગુરુનો ઉપકાર પણ ગાય જ. ગુણ તો પોતામાંથી પ્રગટ કરવાનો છે, પણ છદ્મસ્થ અલ્પજ્ઞ હોય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com