________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૩]
[ ૩૮૧
અનંત જ્ઞાની ભગવંતોને શું કહેવું છે તે આશય સમજ્યા વિના જે કોઈ એક તત્ત્વમાં બીજું કર્તવ્ય નાખે છે, તે નિમિત્તને આત્મામાં ખતવે છે, તે મિથ્યાત્વી છે. સર્વશ વીતરાગને સમજ્યા વિના બહા૨થી બીજું મનાયું છે. જૈનદર્શન તે સનાતન નિગ્રંથધર્મ છે. ત્રણેકાળ એ એક જ ધર્મ જયવંત છે. ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર ભગવંત પછી ૧૬૫ વર્ષ બાદ બાર વર્ષ દુષ્કાળ પડવાથી બે મતના બે ફાંટા પડી ગયા તે પંચમકાળ હુંડાવસર્પિણી કાળનો મહિમા છે. તેમાં વીતરાગને નામે અન્યથા માનનારા ઘણા છે. તે વિભાવ માન્યતારૂપ ભૂલ દશાને ટાળીને શુભ-અશુભ રહિત, શુદ્ધભાવમાં ટકી રહેવું એ જ મોક્ષમાર્ગ છે. આત્માની સાચી પ્રતીત થઈ છતાં શુદ્ધતામાં સ્થિ૨૫ણે-એકાગ્રપણે ટકી ન રહેવાય એ જુદી વાત છે. તે ચારિત્રની નિર્બળતા છે, પણ ત્યાં દર્શન સંબંધી દોષ નથી. અભિપ્રાયમાં તો નિઃશંકતા વર્તે છે. શુભ અને અશુભ ભાવ બેઉ અશુદ્ધ અવ્યવસાય છે, તે કર્મભાવ છે; તે મારા નથી, કારણ કે પોતાનું શુદ્ધસ્વરૂપ ૫૨થી ભિન્ન, પોતાને વિષે નિશ્ચય અવભાસ્યું છે. જે દયા કરવાના શુભ અને હિંસા કરવાના અશુભ પરિણામને, તથા દેહાદિનાં કામને પોતાનું માને છે તેને પોતાના સત્સ્વરૂપનો અનાદર છે. તે અનંત જ્ઞાનીની અશાતના છે, કા૨ણ કે તેણે આત્માને રાગવાળો માન્યો, તેમાં ઠીક માન્યું, તે કર્તવ્ય માન્યું. ‘ કર્તાનું ઇષ્ટ તે કર્મ.’ કર્તા પોતાનું વહાલું જે કર્મ ( કાર્ય ) તેને કેમ છોડે ? ન છોડે. માટે જેને દેહાદિમાં કર્તાપણાની રુચિ છે. તેને પવિત્ર વીતરાગી આત્માની રુચિ ન જ હોય એટલે કે અરુચિ-દ્રોહ હોય જ. જેણે સત્સમાગમ વડે સદ્ગુરુના ઉપદેશથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને અસંગ, અબંધ, એકરૂપ જ્ઞાતાપણે સ્વીકાર્યો તેણે સત્સ્વરૂપ દેવ, ગુરુ, ધર્મનો સ્વીકાર કર્યો છે, તેમાં આત્મા સ્વાધીન શુદ્ધ છે તેનો પણ સ્વીકાર થયો. અનંત નિદ્રંથ ભગવંતોનો સ્વભાવ પોતાથી પોતાવડે જાણ્યો, તેથી પોતામાં જાગીને કહ્યું કે “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ.” નિર્દોષ વીતરાગ પુરુષોએ કહેલો કે માનેલો આત્માનો ત્રિકાળી ધર્મ સ્વીકાર્યો, એટલે પોતાનો પણ તેમાં સ્વીકા૨ થયો. જેમ બીજનો ચંદ્રમા ઊગ્યો તે ત્રણ પ્રકા૨ એક સાથે દેખાડે છે-બીજ દેખાય, આખો ચંદ્ર દેખાય, કેટલો ઊઘડવો બાકી રહ્યો તે પણ જણાય છે; તેમ સમ્યગ્દર્શન થતાં પૂર્ણની પ્રતીતિ, કેટલો ગુણ એ જાતનો પ્રગટયો, અને કેટલો બાકી રહ્યો તે એક સાથે જણાય છે.
t
“ સમજાવ્યો સંક્ષેપમાં ” એટલે સકળ માર્ગનો સાર સમજાવ્યો. આ પંચમ કાળમાં ધન્ય ધન્ય અવતાર. આયુષ્ય ટૂંકું-તેમાં આપ શ્રીગુરુ ભગવાન મળ્યા, તેથી મને અપૂર્વ આત્મભાન આવ્યું કે મારો નિશ્ચયે મોક્ષ છે, શિષ્યનો ભક્તિભાવ, ઉત્સાહ ઉભરાય છે, આલ્હાદ આવે છે, આત્મપ્રમોદ પ્રગટે છે. જેમ સૂર્યને દેખતાં જ સરોવ૨માં ૨હેતું સહસ્રમુખી કમળ વિકસિત થાય, તેમ ભક્તહૃદય શ્રી સદ્ગુરુ ભગવંતને દેખીને પ્રફુલ્લિત ભાવથી ભક્તિ કરવામાં ઉલ્લસિત થાય છે, અને સાધકભાવથી બહુમાન કરે છે. ૧૨૩
Please inform us of any errors on rajesh@Atma Dharma.com