________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કર્તા-ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય;
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ વિભાવ-મિથ્યાત્વ વર્તે છે ત્યાં મુખ્યપણે અશુદ્ધનિશ્ચયનયે વિકારીભાવનું કર્તાપણું ભોક્તાપણું જીવને છે. ત્યાં મન, વાણી, દેહ, પુણ્ય-પાપ-રાગાદિ, પરમાં અહંત, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ માન્યતાપણે વર્તે છે, પણ એ ઊંઘી માન્યતાને ત્રિકાળી નિર્ભય અભૂલ સ્વભાવના ભાનવડે ટાળી, એટલે કે શુદ્ધાત્મસ્વરૂપમાં વૃત્તિ વહી તેથી જીવ અકર્તા થયો. બહારથી કંઈ કરું તો મને ગુણ થશે, પુણ્યથી, રાગથી કે ક્રિયાથી મને હિત થશે, એ આદિ અનેક પ્રકારે જે પરવસ્તુમાં સુખબુદ્ધિ હતી તે ભૂલ જાણી, યથાર્થ સ્વરૂપનું ભાન થતાં, સ્વરૂપસન્મુખ વૃત્તિ થઈ એટલે તે પરનો અકર્તા થયો. શિષ્યને આત્મજ્ઞાન- (બોધચીજ) પ્રગટ થતાં પોતાનો અનુભવ કથન વડે કહે છે. “ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.” મિથ્યાદર્શનશલ્ય, પુણ્ય-પાપ રાગાદિ, દેહાદિ પ્રત્યે અહંત્વ, મમત્વ, અને કર્તાભોક્તાપણું છે તેને વિભાવ કહે છે. પણ “વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય ” એ રીતે વિભાવ ટળે છે. અજ્ઞાનને કારણ ઉપયોગ પરભાવમાં રહેતો હતો તે ઉપયોગ બદલાવીને, પોતાના સહજ શુદ્ધસ્વરૂપમાં પરિણમાવ્યો, તે ઉપયોગ પરનો સાક્ષાત્ અકર્તા છે. ૧૨૧ હવે શિષ્ય પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપ જણાવે છે :
અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ;
કર્તા-ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ અજ્ઞાનભાવે પરભાવનો દેહાદિ તથા શુભાશુભ ઉપાધિભાવનો કર્તા-ભોક્તા થતો હતો, તે સ્વાધીનપણે, અભૂલસ્વભાવે-અબંધભાવે પરનો અકર્તા થયો. અવસ્થામાં પરભાવના કર્તાભોક્તારૂપ અજ્ઞાનવર્ડ ભૂલરૂપ માન્યતા કરી હતી તે અભૂતપણે સ્વભાવના જ્ઞાતાપણે ટાળી; એ રીતે પોતાના સહજ સ્વરૂપનો નિર્વિકલ્પપણે કર્તા-ભોક્તા જીવ થયો, આત્મામાં જ અભેદનયે અનાદિ અનંત કર્તા-ભોક્તાપણું છે. પણ પોતે પોતાના સત્ય સ્વરૂપને ભૂલીને, પરનો કર્તાભોક્તા માન્યો હતો તેથી ઊંઘી શ્રદ્ધા, ઊંધું જ્ઞાન અને ઊધું ચારિત્ર હતું. એ રીતે જીવ રાગવૈષનો કર્તા અને સુખ-દુઃખરૂપ કલ્પનાનો ભોક્તા થતો હતો, પણ જ્યારે “ભાસ્યું નિજસ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ” એટલે કે આત્માની યથાર્થ પ્રતીતિ (સમ્યગ્દર્શન) અને સમ્યજ્ઞાન થતાં પૂર્ણ કૃતકૃત્ય, નિરૂપાધિક પોતાનું સ્વરૂપ જેવું હતું તેવું જ જાણ્યું. તે અભેદ સ્વરૂપમાં પરનું કાંઈ કરવાનું અને ભોગવવાનું નથી; જે કંઈ કરવા કે ભોગવવાનું છે તે સ્વજાતિનું જ છે. તે નિરાલંબન સહજ સ્વભાવનું કાર્ય છે. જ્ઞાનની (જ્ઞાતાશક્તિની) નિર્મળતામાં થવું. કરવું, રમવું, ટકવું, ઠરવું, તે જ્ઞાનક્રિયાનું કરવું છે. તે અવસ્થા (પર્યાય )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com