________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૨]
[૩૭૯ પૂર્ણ થતાં અવ્યાબાધ અનંત સુખને ભોગવવાપણું છે. પ્રથમ જે રાગ-દ્વેષનો કર્તા અને કલુષિત ઉપાધિભાવનો-હર્ષ-શોકનો સુખ દુઃખપણે ભોક્તા પોતાને માન્યો હતો, તે ભૂલ ટાળીને નિજસ્વભાવમાં ર્યો, એટલે “વૃત્તિ વહી નિજભાવમાં થયો અકર્તા ત્યાંય એ રીતે સમ્યગ્દર્શન થયું, એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, અખંડ શુદ્ધ ચેતના છે, જ્ઞાનની ચેતનામાં ચેતવું એટલે જ્ઞાનમાં એકાગ્ર થવું એવો ભાવ પ્રગટે છે. આ સમ્યગ્દર્શન થતાં પોતાના સ્વભાવમાં સ્થિતિ થઈ. નિજ પરિણામમાં ટકવું તે કરવું છે, છે તેવો જ પ્રગટ દશામાં થવાનું કહેવાય છે.
શુભાશુભ રાગાદિ પરિણામ તે અશુદ્ધ ચેતના છે. સત્ય બોલવાના કે અહિંસાના પરિણામ તે પુણ્ય પરિણામ છે અને અસત્ય બોલવાના કે હિંસાના પરિણામ તે પાપના પરિણામ છે; બેય જાતના ભાવ તે શુભ-અશુભ રાગની અશુદ્ધ પરિણતિ છે, મોહકર્મના ઉદયજન્મભાવ છે, તે જીવનું લક્ષણ નથી. હું પરજીવને દુઃખ ન દઉં, મેં તેને ન માર્યો, મેં તેની દયા પાળી, એવા શુભ પરિણામ પણ ચેતનગુણથી વિપરીત કષાયભાવ છે. તે અજ્ઞાનીની દૃષ્ટિમાં હોય છે, કારણ કે તે કર્મભાવને મારો માનવો તે સ્વરૂપની હિંસા છે. મનની શુભ વૃત્તિ કે દયા કરવાના પરિણામ પણ શુભરાગ છે. તે મોહકર્મનો ભાવ છે, તેને ગુણકર કે સુખકર માનવો તે મહા અજ્ઞાન છે. માટે શુભ હો કે અશુભ હો તે બધાં પુણ્ય-પાપબંધક અશુદ્ધ પરિણામ છે. તેને ઠીક માને, મનાવે કે રૂડું જાણે તે અજ્ઞાની છે. વિભાવપરિણામથી રહિત આત્મા છે, તેથી “નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ” છે તે જ ઉપાદેય છે. મન, વાણી, દેહની ક્રિયા, પુણ્ય, પાપ કે શુભરાગનું કર્તવ્ય જીવનું માનવું તે મિથ્યા છે-ભ્રમણા છે. એક પરમાણુ માત્રના સંબંધ રહિત જે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ પરમાર્થે છે, તે જેમ છે તેમ અહીં કહ્યું છે. શ્રીમદે ઘરનું કંઈ કહ્યું નથી, પણ અનંત જ્ઞાનીઓએ માનેલું કહ્યું છે. છતાં ઘણા જીવો આક્ષેપ કરે છે કે આમાં તો ક્રિયા ઉડાડે છે; પણ જે કોઈ વીતરાગ જ્ઞાની પુરુષના આશયને સમજ્યા નથી તે મિથ્યા આક્ષેપ કરે છે. અનંત જ્ઞાનીનો આત્મા અને એ આત્મા કાંઈ જુદી જાતનો નથી. જ્ઞાન-દર્શનસ્વરૂપ આત્મા જ્ઞાનપિંડ છે તે જાણે, પણ પરનું શું કરે? જીવનું લક્ષણ ચેતના છે. તે પોતાની સ્વશક્તિ છોડીને, અન્યથા પરિણમે એમ માનવું તે મિથ્યા છે. ચેતવું એટલે જાણવું તેમાં દુઃખ નથી, ઉપાધિ નથી. તેમ જ પુણ્ય-પાપ કે રાગ-દ્વેષ કરવાનો જીવનો સ્વભાવ નથી. દેહમાં કાંઈ પ્રહાર થાય, પીડા થાય, તેની વેદના જીવને થાય એમ જીવ માને છે, પણ ખરી રીતે એ રાગ અને મમતાનું દુઃખ છે. આત્મામાં કાંઈ થતું નથી. જો દેહના કટકા થાય, તેનું દુઃખ થતું હોય તો મુનિ ધર્માત્માને દુઃખ થવું જોઈએ આત્મા અરૂપી છે. કોઈ શસ્ત્રથી પકડાતો નથી, પણ અનાદિથી દેહાત્મબુદ્ધિમાં પકડાણો છે, તેથી હું પકડાયો, હું હણાયો એમ માને છે. શરીરના રજકણોનો સ્વભાવ છે તેથી સંયોગ-વિયોગપણે ગળવું-મળવું થાય છે, છેદન, ભેદન, પલટવું સ્વયં-તેના કારણે થાય છે. પુદ્ગલના અનંત રજકણો પીલાઈ જાય તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com