________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૯-૧૨૦]
[ ૩૭૭ સગુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન;
નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ “સદ્ગના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન,” એ રીતે નિમિત્ત અને ઉપાદાન બતાવ્યાં.” જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” એમ કારણ કાર્યમાં નિમિત્તકારણ અને ઉપાદાનકારણ આવી જાય છે. શિષ્યના ઉપાદાનની તૈયારી થઈ એટલે નિમિત્ત મળ્યા વગર રહે નહિ. તેમાં ઉપાદાનની બળવાનતાનો સ્વીકાર છે, છતાં શિષ્ય તો ગુરુનો જ ઉપકાર સ્વીકારે એવો લોકોત્તર વિનયમાર્ગ છે. સદ્ગના ઉપદેશથી અપૂર્વ (એટલે પૂર્વે અનંત કાળમાં કદી નહિ આવેલું એવું ) ભાન આવ્યું, આત્મજ્ઞાનસ્વાનુભવદશા પ્રગટી. અપૂર્વ એટલે પૂર્વે અનંતવાર નવપૂર્વ જેટલું શાસ્ત્રાદિનું જાણપણું કર્યું, પુણ્યપરિણામ અનંતવાર કર્યો, છતાં અપૂર્વ એવો નિજસ્વરૂપનો પ્રગટ અનુભવ થયો ન હતો સદ્ગુરુના ઉપદેશથી પોતાનું જ્ઞાતા, નિર્દોષ સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. “નિજપદ નિજમાંહી લહ્યું” પૂર્ણ સ્વરૂપનું લક્ષ તે કારણ અને આત્માનું અપૂર્વ ભાનરૂપ કાર્ય; ત્યાં સહકારી નિમિત્તકારણ સદ્ગનો ઉપદેશ થતાં-“દૂર થયું અજ્ઞાન.” શુભાશુભભાવ, જડની ક્રિયા આદિમાં અહંત-મમત્વબુદ્ધિ તે બધો દેહભાવ છે, તે દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૧૯ અજ્ઞાન દૂર થતાં શું થયું તે હવે શિષ્ય કહે છે :
ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ;
અજર અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપની એકાગ્રતા તે ચારિત્ર (ધર્મ), તેમાં બીજાં કાંઈ આવ્યું નહિ. પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી જુદું પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, મોહ-ભ્રમણા આદિ સર્વથી ભિન્ન અત્યંત જુદું ભાસ્યું. અનાદિ અનંત છૂટું-સ્વાધીન નિજ તત્ત્વને શુદ્ધ ચેતનામય દીઠું.
જીવ દેહ-ઇન્દ્રિય રહિત સ્વાધીન તત્વ છે તેથી સંસાર-દેહાદિનાં કોઈ કાર્ય કરવાપણે ત્રણ કાળમાં તેનો સ્વભાવ ન હોય. તે કેવળજ્ઞાન અને નિરાકુળ શાન્તિથી પૂર્ણ હોય જ, એવો અપૂર્વ મહિમા દેખીને હું નિઃસંદેહ પૂર્ણ પવિત્ર, સ્વાધીન, અસંગ જ્ઞાયકસ્વરૂપ છું એવો સ્વાનુભવ થતાં તેની જાહેરાત નીચેની ગાથામાં શિષ્ય કરે છે. ૧૨૦
[ તા. ૨૪-૧૧-૩૯] અહીં શિષ્ય પોતાના સ્વાનુભવની જાહેરાત કહે છે :
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com