________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬ ]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કોઈ ઉપાય નથી. જે સ્વભાવ છે તેનું જ્ઞાન, અને તે જ્ઞાનની ક્રિયા કર તો મોક્ષ પામ. મોક્ષ એક અવસ્થા છે, જે સિદ્ધદશા શક્તિરૂપે છે તે પ્રગટ કરી આ શિવસ્વરૂપ પરમ સુખને પામીશ. તે જાતના સત્ સાધનથી તું તે પદને પામીશ. અધિક શું કહેવું? થોડું કહ્યું ઘણું કરીને માનજે; એમ તારા સ્વભાવથી વાત છે, એને ઘણા પ્રકારથી કહી છે. પૂર્ણતાના લક્ષે પૂર્ણમાં ઠરવાનો પ્રયત્ન કરી એ સાધન કહ્યું. ૧૧૭ ઉપર કહ્યો તે નિર્ણય સર્વે જ્ઞાનીને છે એમ કહી વિષય પૂરો કરે છે :
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજસમાધિમાંય. ૧૧૮ એ પરમપદપ્રાપ્તિનો ઉપાય અને ઉપેય, સાધન અને સાધ્ય જેમ કહ્યાં છે તેમ જાણે અને અંદર ઠરે તો, આ આત્મભગવાનને સર્વ દોષ તથા અશુદ્ધ યોગનું રૂંધન થતાં અયોગદશા થઈ જાય છે, તેવો નિર્ણય પ્રથમ આવે છે. આ ન્યાયમાં (ભાવમાં ) અનંત જ્ઞાનીનો નિશ્ચય સંક્ષેપમાં સંકેલાયો છે. સર્વ જ્ઞાનીઓનો અવિરોધ નિર્ણય અત્રે આવીને સમાય છે. જે જે નિર્ણય કહ્યા તે બધા આત્મધર્મને અનુલક્ષીને કહ્યા છે. અનંત જ્ઞાનીનો એકમત (અભિપ્રાય) છે અને એક અજ્ઞાની જીવના અનંત મત છે. અજ્ઞાનીઓના બધા મત મિથ્યા હોય છે. મિથ્યાત્વકર્મ-મોહકર્મના અનંત પરમાણુના વિચિત્ર રસમાં જોડાવાથી અસંખ્યાત પ્રકારના અધ્યવસાય ઊપજે છે. તેમાં અજ્ઞાની જીવ પોતાના અભિપ્રાયને અનંત પ્રકારે ખંડખંડ કરે છે. વસ્તુસ્વરૂપ ત્રિકાળ એકરૂપ જ્ઞાયક જ છે. સહજ સ્વભાવમાં વિપરીતતા, મળમેલ, દોષ કે અસહજપણું નથી. આ ગાથામાં કહે છે કે સર્વ જ્ઞાનીનો નિશ્ચય અત્રે આવીને સમાય છે, એમ કહીને સદ્ગુરુ સહજ સમાધિમાં સ્થિર થયા, વાણીયોગનું અટકવું થયું. હું બીજાને સમજાવું તે વિકલ્પ ઉપશમી જાય છે, અને સદ્ગુરુ
સ્વરૂપસ્થિત થાય છે. એ પ્રમાણે તેઓ સહજ સમાધિમાં લીન થયા. વચનવર્ગણાના પરમાણુની યોગ્યતા હતી તેટલાં વચન નીકળ્યાં. તેમાં શ્રીગુરુએ કાંઈ કર્યું નથી. સર્વજ્ઞદેવ તીર્થકર ભગવાનની પરમ કલ્યાણક વાણીનાં રજકણો સ્વયં તે રૂપે પરિણમી જાય છે. સર્વજ્ઞ અરિહંત ભગવાનના યોગબળનું નિમિત્ત પામીને સહેજે દિવ્યવાણી છૂટે છે, અને તેના નિમિત્તથી લાખો તૈયાર થયેલા પાત્ર જીવોનું કલ્યાણ થાય છે. તેમની વાણી પણ સહજ આવે અને સહજ અટકી જાય છે. ૧૧૮
હવે શિષ્યને બોધબીજની પ્રાપ્તિમાં અપૂર્વ સ્વરૂપનો આલ્હાદ થાય છે, તેનું અંતરનું ઘોલન વાણીયોગમાં દેખાડે છે. તેમાં શિષ્યના સ્વભાવની ખીલવટ થાય છે. પૂર્ણ સાધ્યની ઓળખાણ થઈ એટલે, જેમ બીજ પ્રગટ થયું તે બીજમાંથી અંકુર ફૂટીને વૃક્ષ થાય છે તેમ “પૂર્ણતાને લક્ષે શરૂઆત થતાં વર્તમાનમાં પૂર્ણ સ્વભાવ ઉપર મીટ માંડીને, પુરુષાર્થ સહિત અંતરના વેદનના ભણકાર જાહેર કરે છે :
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com