________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૭]
[૩૭૫ તૂરો લાગે, અને વાવવાથી ઊગે. પણ તે ચણાને શેકવામાં આવે તો અપ્રગટ સ્વાદ હતો તે પ્રગટ થવાથી, સ્વાદ આપે અને વાવવાથી ઊગે નહિ; તેમ ચૈતન્ય આનંદમૂર્તિ આત્માનું ભાન અને પૂર્ણ દશા પ્રગટ થયે પૂર્ણ સુખ પ્રગટે અને ભવનું બીજ ફરી ઊગે નહિ. (મિથ્યાત્વ નાશ થયા પછી ભવભાવનો અભાવ છે.) શ્રીમદે છેલ્લા સંદેશામાં “વર તે જય તે” એ શબ્દો વાપર્યા છે; તેનો અર્થ એ છે કે સાધક સ્વભાવનો જયકાર છે. તેઓએ કહ્યું છે કે :
“સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે ત૬ ધ્યાન મહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ “તે વર તે જય તે.
વર તે જય તે.” આ શબ્દમાં ઘણો ગંભીર ભાવ રહેલો છે. પૂર્ણ શુદ્ધ એવો ચૈતન્યઘન આત્મા ભેદ જ્ઞાનના બળવડે જાગૃત થાય છે, અને એ જાતના ઉગ્ર પુરુષાર્થવડે પૂર્ણ સુખસ્વરૂપે પ્રગટ થાય છે. જેને શાંત મુનિ આદિ ધર્માત્મા એટલે યોગીજન ઇચ્છે છે તે પૂર્ણ સ્વરૂપના લક્ષે શ્રીમદ્ રાજચંદ્ર અંતિમ સંદેશો કહી મુમુક્ષુઓ પ્રત્યે પરમ ઉપકાર કર્યો છે. પોતે સમાધિમરણની જાહેરાતમાં “વર તે જય તે” એમ કહી (જેમ કોઈ શાસ્ત્ર પૂર્ણ કરતાં પૂર્ણ મંગળિક કરે તેમ) શ્રીમદે કાવ્યરચનામાં અંતિમ મંગળિક કર્યું છે. પોતાનું સ્વાધીન શિવસુખ પ્રગટ કરવા માટે પ્રથમ જ સ્વરૂપની શ્રદ્ધા કરો, તેને જ જાણો, તેનો જ અનુભવ કરો એમ કહ્યું છે. પોતે જ પવિત્ર આનંદકંદ પરમ સુખની જડ છે તે પ્રગટ અનુભવથી પ્રમાણ થાય છે.
શક્તિ-સામર્થ્યપણે સુખધામ-સુખનું ક્ષેત્ર આ આત્મા છે. અનંત આનંદ, અતીન્દ્રિય બેહદ આનંદ તો તારી જાતમાંથી જ પાકે છે, તે જડ સાધનથી કદી નહિ પ્રગટે. ચૈતન્ય પ્રભુ જાગ્યો એટલે તેને બાહ્ય બધાં નિમિત્તો ઉપકારી છે. પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે. આ સ્વભાવદૃષ્ટિ તત્ત્વદૃષ્ટિ-પરમાર્થષ્ટિ છે, પૂર્ણ અખંડ તત્ત્વનો વિષય કરનારી સાચી દૃષ્ટિ છે. તે તત્ત્વસ્વરૂપ આત્મા સમ્યજ્ઞાનનો વિષય છે, સાચા જ્ઞાનનું આ એક ધ્યેય છે. “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ,” તું જ અનંત આનંદનું ક્ષેત્ર છો. “બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” પ્રથમ દ્રવ્યપણું સામાન્ય-સ્વભાવપણું બતાવ્યું તે અખંડ દ્રવ્યદૃષ્ટિ છે. મોક્ષસ્વભાવ શક્તિરૂપ છે પણ પર્યાયે પ્રગટ નથી. જો અવસ્થાએ પણ શુદ્ધ હોય તો ઉપદેશ આદિ વ્યર્થ ઠરે, અને સાધવાનો પુરુષાર્થ પણ રહે નહિ. હવે તેનું સાધન એ છે કે “કર વિચાર તો પામ” એટલે જે સ્વભાવ તે માન્યો છે તેનું જ્ઞાન ઘટ્ટ કર, તે સ્વરૂપના વિચારનું ઘોલન કર, જેમ છે તેમ જાણ, જાણીને ભરોસો કર, એ શ્રદ્ધાને વિચાર અને રાગ રહિત જ્ઞાનમાં સ્થિરતા કર; એ સચિના વિચારમાં ઠર, એ કારણનું સેવન કર, જે સ્વભાવમાં પૂર્ણ શક્તિ ભરી છે તે પ્રગટ અવસ્થાને પામ. બીજો કોઈ માર્ગ નથી, જ્ઞાન સિવાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com