________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૪ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
ઇષ્ટ-અનિષ્ટ માની સંયોગ અને વિકાર તરફથી પોતાનું અસ્તિત્વ દેખે છે તેથી તેને ભય છે, શંકા છે, ૫૨માં ઠીકબુદ્ધિ છે, નિમિત્તાધીન વૃત્તિ છે; દ્રવ્યદૃષ્ટિવાળા જ્ઞાનીને અસંગ પૂર્ણ જ્ઞાનનસ્વભાવની પ્રતીત છે, તેથી સ્વયં નિર્ભય છે, તેમાં એક અંશ પણ ભય કે શંકાનો પ્રવેશ નથી. ચૈતન્યસ્વરૂપને ઓળખાવતાં પાંચ ગુણવાચક વિશેષણ આ ગાથામાં છે, તે વાચ્યરૂપ પદાર્થ ચૈતન્યઘન ભગવાન આત્મા છે. ઘન એટલે નિબિડ, કઠણ છે તેમાં ૫૨વસ્તુનો પ્રવેશ નથી. સ્વચતુષ્ટયથી અસ્તિરૂપ અને પરચતુષ્ટયથી નાસ્તિરૂપ સદા પોતાના શિવસ્વરૂપ શાયક સ્વભાવમાં જીવ સ્થિત છે. વર્તમાન પર્યાયમાં પોતાની ભૂલને કા૨ણે અશુદ્ધ છે તે ૫૨માર્થદૃષ્ટિમાં ગૌણ છે. અત્રે પાંચ બોલમાં ચૈતન્યદ્રથનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટે છે. શુદ્ધ જીવદ્રવ્ય તે ચૈતન્યનું અખંડ સ્વક્ષેત્ર છે, તે અનંત સુખનિધાન છે, સ્વરૂપાનુભવ વડે બેહદ સુખ-આનંદ એક એક સમયમાં છે, તે બેહદ શક્તિ ત્રિકાળ છે. તે સ્વયંજ્યોતિ એટલે પોતામાં પ્રકાશરૂપ છે. ઘોર રાત્રિના અંધકારમાં પણ અંધકા૨ના પરમાણુને જાણે છે, એટલે પોતે સ્વયંજ્યોતિ છે; કોઈ પણ તેને પ્રકાશતું નથી. સ્વભાવે જ તું ઓપિત, શોભિત, પ્રકાશસ્વરૂપ છો, તારો જ્ઞાનપ્રકાશ પ્રગટ થવામાં કોઈ મદદની જરૂર નથી.
પ્રશ્ન :- ‘ આત્મા આવો જ છે' એમ ઓળખાવનાર પ્રત્યક્ષ સદ્ગુરુ સત્પુરુષનો યોગ મળે તો તે માર્ગ દેખાડેને ?
ઉત્ત૨ :સત્પુરુષને ઓળખનાર તો પોતે છે, જાગૃતસ્વરૂપ છે, તે કોનાથી જાણે છે ? તેનો નિર્ણય કરો. સહુ કોઈ પોતા વડે જાણે છે, ૫૨થી કોઈ જાણતું નથી. જેને સત્ સ્વરૂપ જાણવાની સાચી જિજ્ઞાસા છે તેને સત્સમાગમનો યોગ થાય જ. જે પાત્રતા મેળવે તેને કાં તો પૂર્વ સંસ્કા૨નું સ્મરણ થઈ જ્ઞાની પુરુષનો યોગ યાદ આવે, અને કાં તો બહારથી સદ્ગુરુ પ્રત્યક્ષ ઉપકારી નિમિત્ત થાય. તે રીતે ઓળખનાર ઉપકારીનો ઉ૫કા૨ ભૂલે નિહ. સત્ અને સદ્ગુરુનું બહુમાન કરે, અને તેને ઉપકારી માને, પણ સદ્ગુરુને ઓળખ્યા વિના, સમજ્યા વિના શો ઉ૫કા૨ થાય ? બધા જીવ અનેક વખત સાક્ષાત્ સર્વજ્ઞ પાસે જઈને દેહના, પુણ્યના ઠાઠના દર્શન કરી આવ્યા છે. કહેવત છે કે “કેવળી આગળ રહી ગયો કોરો.” એવા કેવળજ્ઞાનજ્યોતિસ્વરૂપ ચૈતન્ય ભગવાન, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યક્ષ મળ્યાં છતાં તેને ભાવથી ન જોયા પણ દેથી જોયા. ભગવાનની વાણી ભાવથી ન સાંભળી પણ શબ્દ સાંભળ્યા. એમ જ્યાં સુધી જ્ઞાનીને ઓળખ્યા નથી ત્યાં સુધી તેને કંઈ સ્વગુણનો લાભ નથી. માટે તૈયા૨ી પાત્રતા, પરીક્ષાશક્તિ પોતાની જોઈએ. આગળ કહેવાયું છે કે મુમુક્ષુ સત્ અને સદ્ગુરુની ઓળખ ક૨વામાં મૂંઝાય નહિ.
પાંચમો બોલ :- તું સુખધામ પૂર્ણ આનંદમય, એટલે કે અવ્યાબાધ સુખનું ધામ છે. તે શિવસુખમાં-નિરૂપાધિક આનંદમાં પંચમાત્ર ઉપાધિ-બાધા નથી. જેમ ચણામાં બે ગુણ છેઃ કાચા ચણામાં સ્વાદ ભર્યો છે; પણ અપ્રગટ હોવાથી સ્વાદ ન આપે, એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com