________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૭]
[૩૭૩ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન-શાન તું, અવ્યાબાધ સ્વરૂપ” એ અવિરોધ ન્યાયના પ્રમાણથી નિશ્ચય કરીને આત્મધર્મના મર્મને કહ્યો છે. ત્રણે કાળના જ્ઞાનીઓને જે કહેવું છે તે તત્ત્વનું રહસ્ય, શ્રીમદે પણ દાંડી પીટીને જાહેર કર્યું છે. યુક્તિ, અનુમાન, સર્વજ્ઞકથિત આગમપ્રમાણ અને સ્વાનુભવથી આત્માનો સ્વીકાર કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. તે જ ચૈતન્ય-ભગવાનની સ્વતંત્રતાની જાહેરાત છે. આત્મા અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, અવિશેષ, શુદ્ધ, બુદ્ધ, સ્વયંજ્યોતિ અને અનંત સુખસ્વરૂપ છે. તેની લોકોને હા પાડવી કઠણ પડે છે, અને સંયોગબુદ્ધિથી કહે છે કે આ મલિન બંધવાળો આત્મા દેખાય છે, તેને અત્યારે જાદો, અબંધ અને શુદ્ધ કેમ માની શકાય? પુણ્યાદિની રુચિ અને નિમિત્તાધીન દષ્ટિવાળા પરાધીનતા જ જુએ છે. નિમિત્ત સારું મળે તો કંઈ પણ કરીએ એમ જે માને છે તેનો અહીં નિષેધ કર્યો છે. પ્રથમથી જ શ્રદ્ધામાં કિંચિત્ માત્ર પરાશ્રિત વિભાવ ન રહે, તે માટે આ ગાથામાં કહે છે કે તું દેહાદિ સર્વ પદાર્થથી જુદો છે, કોઈમાં આત્મદ્રવ્ય ભળી ગયું નથી.
દ્રવ્ય-દ્રવ્ય પરમાર્થથી (સાચી દષ્ટિથી) સદાય જુદે જુદાં છે માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, શુદ્ધ ચૈતન્યપ્રદેશાત્મક છો, સ્વયં જ્ઞાનજ્યોતિ છો એટલે કોઈને આધારે તારો પ્રકાશ નથી, પણ સ્વભાવે જ તું જ્ઞાયક -જ્ઞાનપ્રકાશસ્વરૂપ છો, અને અવ્યાબાધ સુખનું ધામ છો એટલે તેમાં ઉપાધિ કે પરાધીનતાનો અંશ નથી. એ પરમાર્થ સ્વરૂપ તું છો, તેમાં અધિક શું કહેવું? તેમાં જ ઠર, તેને જ વિચાર. જેમ સાકરમાં કાળીજીરીની કડવાશનો સ્વાદ નથી, તેમ જ્ઞાનમાં (આત્મામાં) દુઃખ-ઉપાધિનો અંશ પણ નથી. જેમ મીઠાનો ગાંગડો ક્ષાર રસથી રસભર-ભરચક છે, તે સળંગ અખંડ ક્ષારરસને અવલંબીને ભરપૂર છે, તેમ આત્મા પરના મેલ રહિત, શુદ્ધ અસંગ નિર્મળ જ્ઞાનમાત્ર છે. એનું ભાન કરવું તે સમ્યજ્ઞાન છે અને સમ્યક્ પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન કોઈ વેશ, વાડા કે ક્રિયાકાંડથી નથી, કોઈ બાહ્ય સાધન વડે નથી, પણ સમજણમાં છે, તે જાતની સ્વાનુભવદશામાં છે. જેમ મીઠાનો ક્ષારરસ મીઠામાં તન્મય ભરચક છે તેમ, ચૈતન્ય ભગવાન આત્મા કેવળજ્ઞાનસ્વરૂપથી ભરચક છે. જીવનો મોક્ષ સ્વભાવ છે તેવી શ્રદ્ધા ને સ્થિરતાથી તે પ્રગટ થાય છે. ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮-આ ચાર ગાથા હૃદયમાં કોતરી રાખવા જેવી છે. જેમ સોનું સુવર્ણપણાથી હણું, ઊણું કે મલિન નથી, તેમ આત્મસ્વભાવ નિત્ય પૂર્ણ બેહદ જ્ઞાન-આનંદપણે સ્વશક્તિથી સદાય પૂર્ણ છે, નિરૂપાધિક છે.
આત્માને બંધરૂપ તથા ઊણો હીણો-વિકારી માનવો તે મિથ્યાત્વ છે. શાહુકારને ચોર કહેવો તે યોગ્ય નથી, તેમ આત્માને પરના નિમિત્તની ઉપાધિવાળો, પુષ્યવાળો, પરનો કર્તાભોક્તા, સ્વામી માનવો તે યોગ્ય નથી. માટે કહે છે કે તું બુદ્ધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો, નિત્ય અસંખ્ય પ્રદેશી જ્ઞાનઘન સ્વભાવ છો, તેમાં પુણ્ય, પાપ, રાગાદિની ઉપાધિ પરમાર્થે (સાચી દૃષ્ટિથી જુઓ તો) નથી અજ્ઞાની સંયોગોમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com