________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સાધકભાવ અને મોક્ષરૂપ સાધ્ય જેમ છે તેમ અહીં બતાવ્યાં છે, કંઈ ગોપવ્યું નથી. કોઈ કથન માત્ર ધારી રાખે અને ગુણ ન થાય તો તેમાં જ્ઞાનીનો દોષ નથી.
[ તા. ૨૩-૧૧-૩૯] આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેમાં પરનું કર્તા-કર્મપણું નથી. માત્ર પોતાના જ્ઞાનમાં સ્થિરતાઅસ્થિરતા થઈ શકે છે, પોતે નિત્ય નિર્ભયસ્વરૂપ છે, છતાં ખોટી ગણતરી કરીને ભય કે રાગ ઉપજાવે છે, તે પોતાની ભૂલ છે; પરવસ્તુનો દોષ નથી. આ ગાથામાં તું જ મોક્ષસ્વરૂપ છો એમ કહ્યું. ૧૧૬
આત્માનો સ્વભાવ શું છે તે ગાથામાં બતાવી, તે સ્વભાવનો જે વિચાર કરે તે જ શુદ્ધતા પામે એમ જણાવે છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ;
બીજાં કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭ આત્મા એક દ્રવ્ય (પદાર્થ) છે, તેનો ચૈતન્યસ્વભાવ છે, તેની યથાર્થ પ્રતીતિ (સમ્યગ્દર્શન) થયે પૂર્ણનું કારણ પ્રગટ થાય છે, તે સાધકસ્વભાવ પૂર્ણતાને લણે અંશે ઊઘડીને પૂર્ણ થઈ જાય છે. તે સ્વયં બુદ્ધ છે, તે દ્રવ્યસ્વભાવ છેક તે ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક શુદ્ધ ચૈતન્યઘન છે. કાળથી પોતાના શુદ્ધ પર્યાયના પરિણમનરૂપ અને ભાવથી અનંત જ્ઞાનાદિગુણ સ્વરૂપ છે; તેથી દેહાદિ સર્વ પરદ્રવ્યોથી જુદો છે. “દેહાદિ” માં પુણ્ય પાપરૂપ શુભ-અશુભભાવ (રાગાદિક વિકાર), આઠ કર્મપ્રકૃતિ તથા સમસ્ત પરદ્રવ્ય જડ પરમાણુ, તે બધુંય અચેતન પર સમજી લેવું. વસ્તુસ્વભાવમાં શુભ-અશુભ વિકલ્પ નથી, પરમાણુ માત્રની ઉપાધિ નથી. આત્મા પરપદાર્થમાં કોઈ પ્રકારે ભળતો નથી, અને પરવસ્તુ આત્મામાં ભળી જતી નથી. પરમાર્થ દૃષ્ટિથી એટલે કે સાચી દૃષ્ટિથી આત્મા શુદ્ધ જ છે. પાણીનો સ્વભાવ શીતળ છે, તેને અગ્નિ ઉપર મૂકો તોપણ તેમાં દરેક ક્ષણે અગ્નિને બૂઝાવવાનો સ્વભાવ છે. ભગવાન આત્મા પવિત્ર જ્ઞાતાપણું ભૂલીને પુણ્ય-પાપવાળો છું એમ માની, વિકારી અવસ્થાવાળો થઈ, શુભાશુભ ઉપાધિરૂપ પર્યાયનો પોતામાં સ્વીકાર કરે તે ઊંધી માન્યતા છે. તે ભૂલને એક જ સમયમાં ટાળીને પોતાને અસંગ, અભૂલસ્વરૂપ જાણે, માને અને જ્ઞાતાના જ્ઞાનમાં ઠરે, તો તે ઉપાધિરૂપ ભૂલ-અવસ્થાનો અસ્વીકાર થઈ જાય છે, અને વિભાવથી છૂટવું સહજપણે થાય છે; તે ચૈતન્યની જાતથી થાય છે.
અંધારું ટાળવાનો ઉપાય એક પ્રકાશ જ છે, બીજા ઉપાયથી અંધારું ટળે નહિ. તેમ અજ્ઞાન દૂર કરવાનો ઉપાય એક સાચું જ્ઞાન જ છે. તેથી કહ્યું છે કે “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મ નો મર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com