________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૬]
[૩૭૧ આત્મામાં કદી નથી. જેમ વર્તમાન અવસ્થામાં અગ્નિના નિમિત્તથી પાણીમાં ઉષ્ણપણું દેખાય છે, છતાં શીતલ સ્વભાવનો જરાય નાશ થયો નથી, તેમ આત્માએ અજ્ઞાનભાવે રાગની રુચિ કરી, પરાશ્રયને હિતરૂપ માને છે. તે ભૂલની યોગ્યતાને લીધે વર્તમાન અશુદ્ધ અવસ્થા છે. નિત્ય મોક્ષ સ્વરૂપના લક્ષે તે ભૂલ પુરુષાર્થથી ટાળી, જે શક્તિપણે મોક્ષસ્વભાવ છે તે પ્રગટ કરી શકાય છે. એ રીતે પ્રાતની પ્રાપ્તિ થાય છે, છે તે પ્રગટે છે. પરમાર્થે શક્તિપણે જે સ્વરૂપે હતો તે વ્યક્ત (પ્રગટ) થાય છે. એટલે કે તારા જ સ્વભાવથી મોક્ષ છે, અને દેહાદિ રાગાદિના અધ્યાસ રહિત હું નિત્ય જ્ઞાયક એવું મનન-અભ્યાસ એ જ ધર્મ છે, તે જ પૂર્ણ સ્વાધીન તત્વનો સ્વીકાર છે; જે ન હોય તે નવું ન થાય. જો આત્માનો મોક્ષસ્વભાવ કોઈ પણ ક્ષણે હયાત ન હોય તો તે પ્રગટ ન થાય, માટે મોક્ષસ્વભાવ દ્રવ્યદૃષ્ટિએ ત્રિકાળ છે. પર્યાયદેષ્ટિથી દેખો તો ધર્મી જીવને સંસારઅવસ્થા અનાદિ સાંત છે, અને મોક્ષપર્યાય નવો છે. આત્મા મોક્ષસ્વરૂપ છે એવી શ્રદ્ધા અને જ્ઞાનના અભ્યાસથી પ્રાસની પ્રાપ્તિ થાય છે. આત્માનું મૂળ સ્વરૂપ લો તો સદાય મોક્ષસ્વભાવ છે, અને વર્તમાન અવસ્થામાં બંધરૂપ થવાની યોગ્યતા છે. | મુક્ત સ્વભાવ છે અને બંધ યોગ્યતા છે. આત્મા સત્ છે, સ્વાધીન છે, પરમાર્થે અસંગ છે. જે સત્ છે તે સ્વયંસિદ્ધ છે. વસ્તુ છે તે કોઈના આધારે નથી, વસ્તુ ત્રિકાળી સત્ છે, છે તે પૂર્ણ છે. વસ્તુસ્વભાવ કદીપણ પોતાથી ઊણો, હીણો, ઉપાધિરૂપ હોય નહિ, તેથી ચૈતન્ય ભગવાન આત્મા શક્તિસ્વભાવે પૂર્ણ અબંધ શુદ્ધ છે. છે તે પોતાથી છે, પરપણે નથી. ઉપાધિ સ્વભાવે આત્મા નથી. તું છો “મોક્ષસ્વરૂપ” એ વિધિનો ટચ થતાં અનંત સુખસ્વરૂપ હું છું, એવી સ્વાધીન શક્તિનો અપૂર્વ હકાર આવે છે. દૃષ્ટા શક્તિનો દેખા, જ્ઞાયકશક્તિનો જ્ઞાતા સ્વયં પોતે જ છે. સામાન્ય જીવતત્ત્વ દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય, અનંતદર્શન-જ્ઞાનસ્વરૂપ સહજ સ્વભાવી છે. સામર્થ્યપણે બેહદ છે. ત્રિકાળી અખંડ જ્ઞાયકસ્વભાવમાં એટલે સ્વતત્ત્વમાં બંધન અને રાગાદિ ઉપાધિનો ભેદ નથી. અવસ્થામાં ભૂલ પણે માન્યું હતું તે ભૂલ કાંઈ સ્વભાવની જાતની નથી. પોતે પોતાને ભૂલીને, પોતામાં પર નિમિત્તનો આરોપ કર્યો હતો. તે ભૂલને સાચા અભિપ્રાય અને જ્ઞાન વડે ટાળી, નિત્ય અભૂતપણે કેવો સહજ શુદ્ધ સ્વભાવ છે તેવો સ્વીકારવો. તેવો સ્વીકાર થતાં પૂર્ણતાનું લક્ષ અનુભવ અને પ્રતીત વડે જીવ પોતાના સ્વરૂપમાં વર્તે છે, અને મોક્ષસ્વરૂપને સ્વાનુભવથી વ્યક્ત થતું દેખે છે. “તું છો મોક્ષસ્વરૂપ” તે પદમાં “તું છો' એ શબ્દ ઉપર વજન છે. પોતાનું અનંત સુખ સ્વાધીનપણે છે, તે સુખ શક્તિસ્વરૂપ છે, જીવ સુખનો નિધિ છે, સ્વભાવમાં દુઃખ કે ઉપાધિનો અંશ માત્ર નથી. એ સમજનો સ્વીકાર કર્યો અનંત આનંદને પ્રગટ કરવાનું બળ સાથે જ આવે છે. નિત્ય જ્ઞાનમય વસ્તુ સુખરૂપ જ છે, છતાં વર્તમાન દશામાં પોતાને ભૂલી દુઃખની કલ્પના કરી છે. વિકારી અવસ્થાપણે જીવ ઊંધો પડયો છે, તે સવળો થઈ પોતાની સ્વાધીનતાનો સ્વીકાર કરે તો શુદ્ધ થઈ શકે છે. સમ્યગ્દર્શન-શાનચારિત્રમય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com