________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા સાધારણ જીવોને નિર્ણય કરવામાં ઘણી મૂંઝવણ પડે છે; પણ તેઓ મનન કરે તો ઘણી સરળ ભાષાથી આ આત્મસિદ્ધિમાં ઊંડું રહસ્ય મૂકયું છે. સાચા જ્ઞાનની સમજણ વિના દેવ, ગુરુ, શાસ્ત્રનો ઉપકાર થાય નહિ. ગુજરાતી ભાષામાં તત્ત્વનું ઊંડું રહસ્ય આ શાસ્ત્રમાં જાહેર કર્યું છે. જે વાત જે આશયથી કહેવામાં આવી છે તે આશય સમજવાથી કલ્યાણ છે. બાકી શબ્દો વાંચી જનારા ઘણા છે, એકલા શબ્દો વાંચી જનારાનું કલ્યાણ થઈ શકતું નથી. પણ તેનું મનન અને સાચી સમજણ કરવાથી કલ્યાણ થાય છે. જેને સાચી સમજણની રુચિ છે, તેણે જ્ઞાની પુરુષોએ જે પ્રકારે આત્માને કહ્યો છે તે જ પ્રકારે, આ આત્મસિદ્ધિમાં આત્માને કહ્યો છે, તેનો વિશ્વાસ કરવો, અને સત્સમાગમ વડે તેનો નિત્ય અભ્યાસ કરવો. આત્મામાં શુદ્ધ જ્ઞાન સિવાય પરમાણુ માત્રનો સંબંધ નથી; તું નિત્ય મોક્ષસ્વરૂપ છો, તેથી જેવો છો તેવો થા, એમ આ ૧૧૫ મી ગાથામાં કહ્યું છે. જે પોતાના સ્વરૂપને સમજ્યો તે ઉપકારીનો પરમ ઉપકાર થયો છે એમ કહી, ઉપકારીનું બહુમાન-વિનય કરે છે. જે પોતાના સ્વરૂપને સમજ્યો તેણે દેવ-ગુરુ-ધર્મને સ્વીકાર્યા છે. તે જ સનું બહુમાન છે. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે સસ્વરૂપ વીતરાગ છે, નિર્દોષ છે, તેનો આદર એટલે સંસારનો આદર નહિ, પરપદાર્થનો પરિચય નહિ. એક ગુણ પ્રગટતાં બધા ગુણો અંશે અંશે સાથે પ્રગટે છે, અને કેવળજ્ઞાન થયે પરિપૂર્ણ થાય છે. પૂર્ણ પવિત્ર વીતરાગસ્વરૂપ સર્વજ્ઞ ભગવંત પરમાત્મા કહેવાય છે. જેમ છે તેમ આત્મા અને જડ, સ્વભાવ વિભાવ, કષાય-અકષાય, કર્તા-અકર્તા, સક્રિય-અક્રિય, ભોક્તા-અભોક્તા, નિત્ય-અનિત્ય, વગેરે અનેક ધર્મ જાણી નિત્યજ્ઞાન વસ્તુનો જ આશ્રય કરવાનો છે. પૂર્વાપરવિરોધ રહિત નિર્ણય થવો જોઈએ. લોકો સંસારમાંથી કંઈક નિવૃત્તિ લઈને સ્વ-પરનો વિચાર કરે ત્યારે સમજાયને! લોકોને તેનું મનન જ નથી. અનંત સુખસ્વરૂપને પામવાની સાચી જિજ્ઞાસા અને તત્ત્વ વિચાર કર્યા વિના પાત્રતા પણ ક્યાંથી આવે? અહીં તો શ્રીમદે નિઃસંદેહ તત્ત્વને જાહેર કર્યું છે, કે પરની મમતા છોડ, તત્ત્વનો અભ્યાસ કર, અને કેવળ નિજસ્વભાવને જ જાણ શુભાશુભ આસ્રવ સંસાર, દેહાદિમાં કર્તુત્વ-મમત્વરૂપ દેહાધ્યાસ છોડે તો જ અસંયોગી સ્વાધીન પૂર્ણજ્ઞાનઘન સ્વરૂપની શ્રદ્ધા-અનુભવ દ્વારા શુદ્ધ ચિદાનંદ આત્મધર્મને પામે. ૧૧૫, ૧૬, ૧૭, ૧૮ એ ચાર ગાથાઓ રહસ્યપૂર્ણ છે, બહુ ઊંચી છે. ૧૧૫ જીવ પોતે જ મોક્ષસ્વરૂપ છે એમ અહીં કહે છે :
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ આવા ભાનવડે જે જીવ પોતાને મોક્ષસ્વરૂપ સમજે છે તેને મોક્ષ થાય છે. મોક્ષ તો અવસ્થા છે, દ્રવ્ય અખંડ છે. સાધક અને સાધ્ય એટલે કે કારણ અને કાર્ય સ્વસત્તામાં સ્વાધીનપણે છે. આત્મામાં મોક્ષ શક્તિરૂપે અનાદિ અનંત છે. દ્રવ્યદૃષ્ટિએ સંસારાવસ્થા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com