________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૫]
[૩૬૯ દેહાધ્યાસરૂપ કાર્યનો આરોપ કરીને કહ્યું છે કે દેહાધ્યાસ છૂટે તો તું પરનો કર્મનો કર્તા-ભોક્તા નથી. મનની શુભાશુભ વૃત્તિ ઊઠે તે પણ દેહ છે. હું દેહાતીત -અતીન્દ્રિય; અરાગી તત્ત્વ છું, હું કેવળજ્ઞાનરૂપ છું, મારા નિત્ય સ્વભાવમાં દોષ નથી, એમ નિર્દોષ અનુભવ કરતાં દેહાધ્યાસ છૂટે છે, તેથી જીવ કર્મનો કર્તા-ભોક્તા થતો નથી, એ જ ધર્મનો મર્મ છે. આત્માનો અવ્યાબાધ જ્ઞાયક શુદ્ધ સ્વભાવ છે તેમાં પરના નિમિત્તની ઉપાધિ નથી. ભેદ વિજ્ઞાનના બળથી અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના લક્ષે ભૂલને સૂક્ષ્મપણે જાણી અને અતીન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનની શાંતિ, જ્ઞાનનું બળ થતાં કર્તા-ભોક્તાપણું નિજ સ્વભાવનું જ છે એમ માનવું થાય છે. ભૂલનું ટળવું તે જ ગુણનું થયું છે. ભૂલ પોતે કરે છે પણ ભૂલરૂપ સ્વભાવ નથી, માટે ભૂલ ટળે છે. પરમાં અઠું-મમપણું છે. પરમાં સુખબુદ્ધિ છે, તે ટાળી પોતાપણું આત્મામાં જ મનાય ત્યારે જે મન, વાણી, દેહ તથા સર્વ પદ્રવ્યોમાં તથા પરભાવોમાં આત્મબુદ્ધિ થતી હતી તે માન્યતા છૂટી જાય છે. આત્મામાં જ્ઞાતાદ્રષ્ટાશક્તિ જીવ પ્રગટ કરે ત્યારે જે પરધર્મરૂપ દેહાત્મબુદ્ધિ હતી તે ટળતાં, જીવ જડ કર્મનો કર્તા-ભોક્તા ઉપચારે પણ નથી એ જ ધર્મનો મર્મ છે. આગળ કહ્યું હતું કે “વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય.” તે અહીં ખુલ્લો જણાવી દીધો છે. આત્માનો સહજ સ્વભાવ એમ જ છે, જ્ઞાનીએ કાંઈ ગોપવ્યું નથી. જેમ છે તેમ વસ્તુસ્વરૂપનું રહસ્ય (સ્વભાવ-ધર્મ) વિરોધ રહિત કહ્યું છે. પરભાવનો કર્તા-ભોક્તા સ્વભાવના ભાનવાળો જીવ ન હોય, અને સ્વભાવનું ભાન હોય તો શુભાશુભ વિભાવમાં સ્વામીત્વ હોય જ નહિ પણ નિત્ય જ્ઞાન ચેતનાના સ્વામીત્વમાં સ્થિતિ હોય, એ જ ધર્મનું રહસ્ય છે. આ ૧૧૫ ગાથા સુધીમાં ઘણા ન્યાય આવી ગયા છે. જડ અને ચેતન સ્વતંત્ર બે પદાર્થને જાદા માનવા, સંયોગી અવસ્થામાં (પરવસ્તુમાં) અહ્ત્વ-મમત્વ છે તે છોડવું, પરમાં સુખબુદ્ધિની મિથ્યા માન્યતા છોડવી તથા મતદર્શનનો આગ્રહ છોડવો એમ કહ્યું. તે સર્વ કથનનો આશય સમજાયા પછી હેય-ઉપાદેયરૂપ વિવેકબુદ્ધિ જાગૃત રહે છે, અને આત્મા પરદ્રવ્ય-પરભાવથી જુદો, શુદ્ધ અસંયોગી તત્ત્વ છે તે સદ્ગના યોગવડે અને પોતાની પાત્રતાથી જેમ છે તેમ સમજાય છે મુમુક્ષુને પોતાના સત્ય સ્વરૂપમાં શંકા ન પડે, તેમ મુંઝવણ ન થાય, જ્ઞાનીઓએ કંઈ ગુપ્ત રાખ્યું હશે તેવી શંકા પણ ન થાય. એવા જીવો ચૈતન્યચમત્કારમાત્ર ભગવાન આત્માની પૂર્ણતા ઉપર મીટ રાખીને નિત્ય જાગતા દેખાય છે, તેમાં પરનું કાંઈ કરવાનું આવતું નથી, એવું નિઃસંદેહ તત્ત્વ શ્રીમદે જાહેર કર્યું છે તે સમજો. પોતાના સર્વજ્ઞ સ્વભાવનો મહિમા આવે ત્યારે, ચૈતન્ય ભગવાન પોતાની રક્ષા કરે છે; અને પોતાના નિત્ય નિર્ભય-નિઃશંક સ્વભાવને જ જુએ છે. પરથી જુદાપણાનું ભાન થતાં આત્મા પરનો કર્તા-ભોક્તા નથી, પણ મોક્ષસ્વભાવમાં જ નિત્ય સ્થિત છે, તેમાં ઉપાધિનો અંશ પણ નથી એમ નિઃસંદેહ૫ણે ભાવભાસન થાય છે. એવી
સ્વરૂપસ્થિતિ તે વીતરાગતત્ત્વનો મર્મ છે. એમ ત્રણે કાળના જ્ઞાનીનું રહસ્ય છે. તે અનાદિનું સત્ જેમ છે તેમ અહીં કહ્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com