________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અજ્ઞાનમાં ઊંધો હતો, તે સ્વયં સત્સમાગમ વડે જાગૃત થયો. કોઈ સાચો જિજ્ઞાસુ આત્માર્થી ભૂલ ટાળવા તૈયાર થાય, તેને સત્પરુષનો યોગ અવશ્ય થાય છે. બહારથી યોગ ન મળે તો અંદરથી યથાર્થ સમાધાન જાગે, અને તેથી પરવસ્તુમાં જે સુખબુદ્ધિ થતી હતી તે ટળે છે, અને અવિરોધપણે સ્વાનુભવ થાય છે. “આરોપીત સુખભ્રમ ટળ્યો ભાસ્યો અવ્યાબાધ.” રખડવામાં અજ્ઞાનમાં અનંતકાળ વીત્યો, પણ તે ભૂલ ટાળવામાં અનંતકાળ જોઈએ તો સ્વભાવની કિંમત શી? એક જ સમયમાં આત્મભાન થાય છે, પણ તેનું ફળ જાણતાં અસંખ્યાતા સમયની વાર લાગે છે, તેનું કારણ છબસ્થપણું છે. પૂર્ણ સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું, માન્યું તે સાથે જ પૂર્ણતાને લક્ષ શરૂઆત થાય છે. વર્તમાનમાં સાધકસ્વભાવપણે શુદ્ધતાનો અંશ પૂર્ણમાંથી ઊઘડયો તે પૂર્ણને પહોંચી વળવાનો પ્રયત્ન (પુરુષાર્થ) વર્તે છે-થાય છે. જ્યારે આત્મા પોતાની શુદ્ધાત્મપરિણતિને એક જ સમયમાં જ્ઞાનમાં પકડી શકે ત્યારે, તે જ સમયે કેવળજ્ઞાન એટલે પૂર્ણ શુદ્ધ સર્વજ્ઞદશા પ્રગટ થાય છે. આત્મા અનાદિ અનંત છે, તેમાં દરેક સમયે પોતાનું સ્વાધીન બેહુદ સામર્થ્ય છે. તે એક જ સમયમાં પરિપૂર્ણ છે, અને ત્રિકાળ સત્ છે. વર્તમાન અવસ્થામાં પોતાની શુદ્ધતામાં સ્થિર થઈને પૂર્ણ સ્વરૂપનું લક્ષ કર્યું, ત્યારે પરના સંબંધ રહિત નિરૂપાધિક વસ્તુસ્વરૂપની શ્રદ્ધા થઈ. તેથી અનંતકાળમાં જે ભૂલરૂપ બંધભાવમાં ટકનારું જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાન એક સમય માત્રમાં પલટીને મુક્તિનું કારણ થાય છે. જે ભાવે અનંત સંસારના બીજનો નાશ થાય છે, તે જ ભાવે મોક્ષ દશાની ઉત્પત્તિ થાય છે. તે ભેદવિજ્ઞાન વડે અનાદિનું અજ્ઞાન પલટી પુરુષાર્થની સ્થિરતાથી, પોતાના બેહદ આનંદસ્વરૂપની સ્વાધીનતાનો સ્વીકાર કરતું જ્ઞાન સળંગ અબંધભાવ પ્રગટ કરે છે.
નિરપેક્ષ મોક્ષસ્વભાવની દૃષ્ટિ પ્રગટ કરવાથી પૂર્ણ પવિત્ર કૃતકૃત્ય નિઃશંક આત્મધર્મનું અપૂર્વ રહસ્ય સમજાય છે. ૧૧૪
હવે અહીં પવિત્ર અકષાયભાવ (આત્મધર્મની સાચી અહિંસા) જે અનંત જ્ઞાનીઓના હૃદયનો મર્મ છે તે કહે છે :
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મક
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ શુભાશુભ રાગ તથા દેહાદિમાં એકતાનો અનુભવ તે સંસાર અને તેનાથી મુક્ત થવા ત્રિકાળી નિર્મળ જ્ઞાયક સ્વરૂપમાં એકતાનો અનુભવ તે ધર્મ અર્થાત્ મોક્ષમાર્ગ છે.
જ્ઞાનસ્વરૂપમાં દેહ, મન, વાણી, કર્મ અને નોકર્મનો એકરૂપે ભાસ થવો તે દેહાધ્યાસ છે. મનની અંદર જોડાણ કરવાથી શુભ-અશુભ પરિણામ જે થાય, તે પણ એક ન્યાયે દેહ છે. પુણ્યપાપ, હર્ષ-શોક થાય તેનું કાર્મણ શરીર કારણ છે. તેમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com