________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૪]
[૩૬૭ સ્વરૂપનું પ્રતિપાદન કરનાર જિનપ્રવચન સ્વચ્છંદી જીવોને દુર્ગમ્ય લાગે છે, તેથી તેને હજારો શાસ્ત્રનું જ્ઞાન વૃથા છે, પણ એકવાર સ્વચ્છંદ છોડી જ્ઞાનીનો અભિપ્રાય સમજે તો અનાદિની ભ્રાન્તિ (મોહનિદ્રારૂપ અજ્ઞાન) નો નાશ થાય છે; અને છેવટે વીતરાગદશા થાય છે. ૧૧૩
એકવાર જીવ જ્ઞાનીનો અભિપ્રાય સમજે તો અનાદિનો મિથ્યાત્વભાવ દૂર થાય છે એમ હવે કહે છે :
કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ કરોડ વર્ષનું સ્વપ્ર ટાળી જાગૃત થવા માટે વધારે વખત ન જોઈએ. દષ્ટાંત એકદેશી હોય છે, તેની સાથે એટલો સિદ્ધાંત મેળવવો છે કે અનંતકાળથી અજ્ઞાન અંધકારરૂપ મોહનિદ્રા છે તેને સત્ય આત્મબોધ વડે ટાળી શકાય છે; અને અનાદિ કાળનો વિભાવ સાચું જ્ઞાન થતાં જ દૂર થાય છે. સામાન્ય જે પોતાનો સળંગ જ્ઞાન-દર્શનમય એકાકાર સ્વભાવ છે તેને છોડીને-ભૂલીને જીવે દેહાદિ નિમિત્તનો પોતામાં આરોપ કર્યો છે, રાગાદિ, દેહાદિ તથા પુણ્ય વગેરે મારાં છે એ રીતે કર્મભાવ-વિભાવમાં પોતાપણાની માન્યતાથી જીવ મિથ્યાત્વભાવ ચાલુ રાખે છે. આત્મજ્ઞાન થતાં (જેમ જાગૃત થતાં સ્વપ્ન ચાલ્યું જાય છે, દીપકનો પ્રકાશ થતાં અંધકાર ટળે છે તેમ) તે ભૂલ ટળી જાય છે, અહીં “વિભાવ” શબ્દથી મુખ્યપણે દર્શનમોહનો નાશ કહ્યો છે, અને ગૌણમાં ચારિત્રમોહનો નાશ કહ્યો છે. પોતાનો દોષ કર્મપ્રકૃતિ ઉપર નહિ ઢોળતાં પોતાથી ટાળવા આ ગાથામાં કહ્યું છે. પોતે પોતાના સ્વરૂપને અન્યથા માન્યું છે, તે ભૂલ પોતે કરી છે, નહિ કે તે ભૂલ કર્મ પ્રકૃતિ કરાવે છે.
અહીં એમ કહે છે કે તું જ સ્વાધીનપણે ઊંધો પડયો તેથી પરવસ્તુમાં સુખ-દુઃખની અને મારાપણાની બુદ્ધિ તું કરે છે. તારી સ્વાધીનતા ભૂલી, વિભાવપણે અજ્ઞાનમાં સ્વચ્છંદપણે તારું પ્રવર્તવું થાય છે, અને જ્યારે યથાર્થ વસ્તુસ્વરૂપ તેં માન્યું, જાણું, ત્યારે સહજ સુખસ્વરૂપમાં સ્વાધીનપણે તારું પ્રવર્તવું થાય છે. અનંતકાળની ભૂલ એક સમય માત્રમાં ટાળી શકાય છે. એ જાગૃતિની એક પળ તે અનંત સંસારના મૂળનો નાશ કરનાર છે. પોતાને જે ભૂલ થાય છે તે સ્ત્રી, કુટુંબ, ધન, ધાન્ય વગેરે પરના કારણે થતી નથી. પર વસ્તુ કાંઈ જીવને પરિણમાવી શકે નહિ, કોઈ કોઈ ને પરાણે રાગ-દ્વેષ કરાવી શકે નહિ. ભૂલ પોતાના અજ્ઞાનના કારણે છે, સ્વાધીનપણે તું ભૂલ કરનારો હોવાથી તે પોતે સ્વાધીનપણે ભૂલ ટાળી શકે છે. હું પરાધીન છું, હું ભૂલવાળો છું એમ જાણ્યું કોણે? હું પરાધીન છું એ જાણનાર જ સ્વાધીન છે. જડની ક્રિયા જીવને આધારે નથી પણ પોતાના જ્ઞાનમાં ગુણ અથવા દોષ કરવો તે પોતાને આધારે છે. પોતે અનાદિથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com