________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વરૂપની મર્યાદા કહી છે. “જીવ દ્રવ્ય એક પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે.” આત્મા પૂર્ણ સ્વાધીન સહજ તત્ત્વ છે, તે નિશ્ચયથી પરને જાણતો નથી, પર જાણવાનો વિકલ્પ નથી. જેમાં અસ્થિરતા અને રાગ-દ્વેષની વૃત્તિ ટળીને, માત્ર નિજસ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે, તે અહીં નિશ્ચયથી વાત લીધી છે. પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. તેથી વ્યવહારઉપચારથી, પર નિમિત્તથી ચૈતન્યનો મહિમા માનવો તે ઠીક નથી. બાહ્યદૃષ્ટિવાળા જગતના જીવોને લોકાલોક જાણવામાં આત્માનો મહિમા લાગે તે માટે નિમિત્તને જાણનારું જ્ઞાન છે એમ વ્યવહારથી કહ્યું છે. સર્વજ્ઞ પ્રભુનું ત્રિકાળજ્ઞાન લોકાલોકને જાણે છે; પણ જે પરનિમિત્તથી જ્ઞાનનો મહિમા કરે છે, અને પરને જાણે એમ નિશ્ચયથી માને છે, તેનો અર્થ એમ થાય છે કે ચૈતન્યમાં જાણે કાંઈ માલ (શક્તિ) નથી. લોકો વ્યવહાર પક્ષમાં તત્ત્વને બહુ તાણી જાય છે, માટે આમાં કેવળ નિશ્ચયથી કહ્યું કે “કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” તેમાં પરને જાણવાનો વિકલ્પ નથી. પણ સહજ જ્ઞાનસ્વરૂપમાં પર નિમિત્ત, સમસ્ત વિશ્વ સહજપણે જણાય છે. જે અખંડ જ્ઞાયક શુદ્ધ સ્વભાવ પૂર્ણ શક્તિરૂપ હતો તે પ્રત્યક્ષ પ્રગટ થાય છે. આત્મગુણને વિઘ કરનાર નિમિત્ત ઘાતિકર્મનો સર્વથા અભાવ થતાં, સહજ સ્વાભાવિક પૂર્ણ કેવલજ્ઞાનદશા વર્તે છે. સર્વ આભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ (કોઈ વખતે પણ ખંડિત ન થાય, નાશ ન પામે એવું) જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન-પૂર્ણ વીતરાગદશા પામ્યાથી, ઉત્કૃષ્ટ જીવનમુક્તદશા, દેહ છતાં જ અનુભવાય છે. “સંપૂર્ણ વીતરાગ થતાં સંપૂર્ણ સર્વજ્ઞ થાય છે”
તેરમી ભૂમિકાએ ચાર ઘાતિકર્મોનો સર્વથા ક્ષય થતાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એટલે પૂર્ણ સર્વજ્ઞદશા પ્રગટ થાય છે. તે ક્ષણે ભાવમોક્ષ કહેવાય છે. પણ દેહ અને આયુષ્યની સ્થિતિ બાકી હોય. તે પૂરી થતાં ચાર અઘાતિકર્મનો અભાવ થવાથી દ્રવ્યમોક્ષ થાય છે. આમાં લોકાલોકના જ્ઞાનનું વર્ણન આવ્યું નહિ, કારણ કે નિમિત્તનો ઉપચાર નિશ્ચયમાં આવે નહિ. સ્વભાવનું સામર્થ્ય પૂર્ણપણે ઉઘડી ગયું, તેને પરના નિમિત્તથી ઓળખાવવું તે શોભનીય નથી. કેવળજ્ઞાનમાં જેવો પૂર્ણ સ્વભાવ છે તેવો જ ઉત્કૃષ્ટપણે, અખંડપણે પરિણમી ગયો છે. તેમાં પરનો ઉપયોગ કહેવો તે ઉપચાર છે. મોક્ષ પણ પર્યાય છે અને આત્મદ્રવ્ય ત્રિકાળી અનાદિ અનંત શુદ્ધ પારિણામિકભાવપણે છે. તે પ્રાપ્તની પ્રાપ્તિ છે, કંઈ સ્વભાવમાં નવું નથી. દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી જાઓ તો મોક્ષાવસ્થા નવી નથી, પર્યાયષ્ટિથી જુઓ તો મોક્ષાવસ્થા નવી છે. આત્મસિદ્ધિમાં ભાષા ઘણી સરલ છે; છતાં લોકોને સત્સમાગમની રુચિ વિના, પરીક્ષા વિના કંઈ કંઈ બીજાં સમજાય છે. શ્રીમદે કહ્યું છે કે – “જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિજ્ઞાન.” પોતાની દૃષ્ટિએ ન વિચારે તેને મૂંઝવણ રહે છે. કઈ અપેક્ષાએ સાધકસ્વભાવ ભેદરૂપ છે અને વસ્તુ સ્વરૂપ અભેદ છે વગેરેનો સ્વચ્છેદે વિચાર કરતાં અતિ મતિજ્ઞાન (ઘણા બુદ્ધિશાળી) પણ થાકે છે, અનેક અપેક્ષા વડે વસ્તુનો આશય સમજવામાં ન આવે તો, વસ્તુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com