________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૩]
[ ૩૬૫
રાગરહિત ઠરે છે, એટલે રાગાદિ કર્મ ટળી જાય છે. હઠથી ત્યાગ-વૈરાગ્ય કે સમાધિ નથી. હઠ કા૨ણ અને સહજ કાર્ય એમ ન બને. લોકો પુણ્યયોગ તથા ઉઠયોગ વગે૨ે બીજાને મોક્ષનું કા૨ણ માને છે તે કૃત્રિમ છે. જ્ઞાન સિવાય બીજું હું કરું છું એમ માને અથવા બાહ્યક્રિયા અથવા ત્યાગ કરું છું એવું અભિમાન ભલે કરે, પણ જ્ઞાન સિવાય બીજું કંઈ જીવ કરી શકતો જ નથી. જેને સ્વાભાવિક આનંદદશાનું લક્ષ નથી, તથા જેને સહજ જ્ઞાનદશા ઊઘડી નથી, તે વિજાતીય સાધનને વ્યવહા૨ માની તેવાં જડ સાધનનો પક્ષ કરે છે અને મૂઢતા વધારે છે, ત્યારે જ્ઞાની જ્ઞાનનો નિર્મળ વિવેક વધારે છે. તેને સહજ જ્ઞાનસ્વભાવની સમાધિ વધતી જાય છે, ત્યાં હઠ હોય નહિ. અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ સહજ સ્વભાવનું ભાન અને અનુભવદશા જેને પ્રગટી, તેને એ જ જાતની પ્રતીત અને પ્રયત્ન હોય જ. ભાષામાં “ આમ કરવું ” એવા નિમિત્તરૂપ વ્યવહા૨શબ્દો આવે, પણ અંતરંગમાં જાણે છે કે વસ્તુ સહજ છે. રાગાદિનો યોગ પણ છે, છતાં નિર્દોષ અબંધદૈષ્ટિમાં પ્રકૃતિના નિમિત્તનો દ્વૈતભાવ ટકતો નથી. હાસ્ય, શોક, રાગ, દ્વેષ, કષાયથી થતા દ્વૈતભાવને ટાળના૨ની સળંગ અભેદ દ્રવ્યદૃષ્ટિ ઉ૫૨ તેની મીટ છે, તે જ ચારિત્ર છે અને પૂર્ણતાને પહોંચી વળવાનો તે જાતનો પુરુષાર્થ છે. બહારની ક્રિયાના આધારે આત્માનું ચારિત્ર નથી. મન, વાણી તથા દેહાદિની ક્રિયામાં કે શુભરાગમાં પણ ચારિત્ર ગુણ નથી. ચારિત્ર ગુણ તો જ્ઞાનની સ્થિરતા છે. જેમ ગોળથી ગળપણ જુદું ન હોય, તેમ ગુણ ગુણીથી જીદો ન હોય. બાહ્યત્યાગ-વૈરાગ્ય (મોહગર્ભિત વૈરાગ્ય ) થી, વસ્ત્રથી કે ટીલાં (તિલક) થી આત્માનો ધર્મ ન હોય. આત્માનો ધર્મ તો પ્રતીત અને તેથી થતી નિર્દોષ-પવિત્ર દશામાં છે. રાગના વિકલ્પ છોડીને સ્થિર થવું એટલે કે જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકવું તે ચારિત્ર છે. સર્વશ ભગવાને કહ્યું છે તે સત્સ્વરૂપની યથાર્થ સમજણ તે ધર્મ છે; તેવી પ્રતીતિ સહિત શુદ્ધ આત્માની શ્રદ્ધાવડે કલ્પિત મતની ભ્રાન્તિ ટળી જાય છે; શુદ્ધ આત્માની શ્રદ્ધા કરી ત્યારથી તે રૂપ ચારિત્રદશા વધતી જાય છે, અને છેવટે રાગ-દ્વેષના ક્ષયરૂપ સહજ આનંદસ્વરૂપ વીતરાગપદમાં સ્થિત થાય છે. જેટલે અંશે રાગરહિત દશા થાય તેટલે અંશે રાગાદિનાં નિમિત્તરૂપ ૫૨વસ્તુનો યોગ જ ન હોય. રાગાદિ કષાયભાવમાં રુચિ રાખે અને કહે કે અમને પૂર્ણ શુદ્ધતાનું લક્ષ છે, એમ નામ માત્ર ધારણા ધારી રાખે તે સ્વચ્છંદી છે, તે વાત આગળ આવશે. ૧૧૨
હવે પૂર્ણ પવિત્ર અખંડ નિર્મળ જ્ઞાનદશા, કેવળજ્ઞાનનું બેદ ઐશ્વર્ય કેવું છે તેનું નિશ્ચયથી વર્ણન કરે છે.
[ તા. ૨૨-૧૧-૩૯ ]
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩
જિજ્ઞાસુને સદ્ગુરુની પ્રાપ્તિ થતાં સાધકદશાથી પૂર્ણ સાધ્ય સુધી ક્રમબદ્ધ વસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com