________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૪ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
แ
પ્રમાણે આગળ વધતી જાય છે. જેની પ્રતીતિ છે, તેનું લક્ષ છે અને એ અખંડ જ્ઞાન-પ્રવાહ વડે સ્વરૂપ પરિણતિમાં રહેવું તે જ આત્મધર્મ છે. અહીં “ વૃત્તિ વહે નિજ ભાવમાં ૫૨માર્થે સમકિત ” કહ્યું છે, તોપણ તે પૂર્ણ ચારિત્ર સહિત ૫૨માવગાઢ સમકિત નથી. સમ્યગ્દર્શનમાં ભેદ-ભંગ નથી, પણ ચારિત્ર વગેરે ગુણ પ્રગટ થવાની દૃષ્ટિએ, સમકિતના બે અથવા ત્રણ પ્રકાર કહી શકાય છે :- (૧) કા૨ણરૂપ નૈગમનયે ઉપચારથી સમકિત, (૨) નિશ્ચયસમકિત (૩) ૫૨મ અવગાઢ સમકિત. ૧૭મી ગાથામાં “ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ તેને કારણરૂપ ઉપચારથી વ્યવહા૨સમકિત કહ્યું છે. કેમ કે નિશ્ચયસમકિતનું કારણ છે, અને આ ૧૦૯-૧૧૦ ગાથામાં કહ્યું છે તે નિશ્ચયસમકિત છે એટલે શુદ્ધ સમ્યગ્દર્શન છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એ ગુણો પૂર્ણ પ્રગટે તેવી વીતરાગદશા પ્રગટ ન થાય, ત્યાં સુધી ૫૨મ અવગાઢ સમકિત ન કહેવાય. સમકિતના ભેદ પાડયા તેથી કાંઈ પ્રતીતિમાં ફેર નથી, ભેદ નથી. જેવો આત્મા સર્વજ્ઞ વીતરાગ ભગવાનના જ્ઞાનમાં છે, એવો જ પૂર્ણ શુદ્ધ સ્વાધીન પોતાને માન્યો છે, માટે પ્રતીતિમાં આંતરો નથી; પણ ગુણો જે પૂર્ણપણે પ્રગટયા નથી એ અપેક્ષાએ ફેર પાડયો છે. શાસ્ત્રમાં કેવળજ્ઞાનીના સમ્યક્ત્વને ૫૨મ અવગાઢ સમ્યગ્દર્શન ૧૩ મે ગુણસ્થાને કહ્યું છે, કારણ કે ત્યાં બીજા ત્રણે ગુણો પૂરા ઊઘડી જાય છે. ૪ થા ગુણસ્થાને જે ક્ષાયિક સમકિત કહ્યું છે તે પણ સિદ્ધ ભગવાન જેવું જ નિર્મળ નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે પ્રગટયા પછી તે પાછો ન પડે એ દૃષ્ટિએ તેને ક્ષાયિક કહ્યું છે. જે દશા ઊઘડી તેમાં એટલે કે આત્મ-પ્રતીતિના ભાનમાં વિદ્મ આવવાનું નથી, અને પાછો પડવાનો નથી. આત્મા અખંડ તત્ત્વ છે; તેનું વાસ્તવિક સ્વરૂપ અહીં પ્રતીતિમાં આવ્યું છે, તે પૂર્ણની પ્રતીતિ અખંડપણે વર્તે છે. પૂર્ણ શુદ્ધ અવસ્થા હજી પ્રગટી નથી પણ ૫૨થી જુદાપણાનું પોતાને ભાન થયું છે. ૧૧૧
હવે સમકિતની નિર્મળ વધતી જતી ધારાથી કર્મના નિમિત્તથી થતા મિથ્યાભાસ, એટલે કે વિકલ્પ ટાળી વીતરાગદશા પ્રગટે છે એમ કહ્યું છે :
વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ;
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨
તે સમકિતની વધતી જતી ધારાથી હાસ્ય, શોક, ચિંત, અતિ, રાગાદિ જે કંઈ વિકારી અવસ્થા છે તેને અને પૂર્વે ભ્રાંતિપણે કર્મબંધન કર્યું હતું તેને જ્ઞાનની સ્થિરતા વડે ટાળે છે. સ્વભાવસમાધિમાં એટલે કે સહજસ્વરૂપસ્થિરતામાં ટકવું, એવા સહજ ચારિત્રનો ઉદય થાય છે. ભગવાન આત્મા સહજ પૂર્ણજ્ઞાન સ્વરૂપ છે, તેનું યથાર્થ ભાન થયું એટલે કર્મને ટાળું એવો વિકલ્પ પણ સ્વામીપણે ન રહે. પોતાના સહજ સ્વભાવમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com