________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૬૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૧]
સદ્ગુરુએ કહેલા માર્ગનું યથાર્થ લક્ષ કરીને સદ્ગના લક્ષે વર્તે (અને અસાર જેટલા પ્રસંગ તેનું લક્ષ છોડી દે) તે શુદ્ધ સમકિતને પામે. હકારથી વાત કરી છે પણ જ્યાં સની અતિ કહી ત્યાં અસની નાસ્તિ થઈ ગઈ. “મત-દર્શન આગ્રહું તજી” તે પદનો અર્થ સમજો. મત એટલે પટાભેદના દુરાગ્રહ, અને દર્શન એટલે મિથ્યા અભિપ્રાય; તે છોડીને એટલે કે ખોટાની પકડ મૂકીને, સરલતાથી સદ્ગના લક્ષે વર્તે તે શુદ્ધાત્માનુભવરૂપ શુદ્ધ સમકિતને પામે, તેમાં ભેદ એટલે પક્ષપાત નથી. સર્વજ્ઞ ભગવાનના પાદમૂળે, તેમના સાક્ષાત્ ઉપદેશથી, લાયક જીવ ક્ષાયિક સમકિત પામે છે; તથા અન્ય જ્ઞાની સદ્ગુરુના યોગથી જીવને શુદ્ધ સમકિત અને યથાર્થ સ્વાનુભવ થાય છે. એટલે કે અતીન્દ્રિય આનંદમૂર્તિ આત્મા કેવળ જ્ઞાયક અવિકારી છે, તેની નિરાકુળ શાંતિનું સ્વસંવેદન પોતાને પ્રત્યક્ષ થાય છે. આ વાત કહી તેમાં ભેદ કે પક્ષ નથી અને
સ્વ સ્વરૂપમાં પણ ભેદ નથી. આ દશામાં આ વાત આમ-છે, આમ નથી; એ આદિ સર્વ વિકલ્પની વૃત્તિ પણ ટળી જાય છે અને નિર્મળ નિરાકુળ પવિત્ર અપરિમિત (-બેહદ) આનંદમય શુદ્ધ આત્માની પ્રતીતિ થાય છે. ૧૧૦ હવે સમકિતનું સ્વરૂપ કહે છે :
વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત;
વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ આત્મસ્વરૂપની પ્રતીત થવાથી જે શાંતિ, આનંદ અને સ્વરૂપનું લક્ષ થયું છે તેને અનુભવ કહેવામાં આવે છે. જે સ્વરૂપ ચિદાનંદમય છે તેને અનુસરીને, પોતાનો ઉત્સાહ સાવધાની પૂર્વક તે જીવને વર્તે છે. જે કંઈ રાગાદિ દેખાય છે તે હું નહિ, હું શુદ્ધ જ્ઞાનાનંદ પૂર્ણ છું, તે પૂર્ણતાને સાધ્ય કરવાનો એટલે કે પહોંચી વળવાનો પ્રયત્ન તેને વર્તે છે. ધ્યાતા, ધ્યેય, અને ધ્યાનની એકાગ્રતા ગુણસ્થાન મુજબ ઘણીવાર થયા કરે છે. શરૂઆતમાં પૂર્ણતાનું લક્ષ એટલે સ્વરૂપનું ભાન થઈ ગયું તેને, તેનું જ્ઞાન અંદરમાં લબ્ધરૂપે ટકી રહે છે. જેવું પૂર્ણ સ્વરૂપ માન્યું છે, જાણ્યું છે, અને જે આનંદનું ભાન થયું છે, તેનું લક્ષ અને પ્રતીત અખંડ રહે છે. પોતાનું વલણ, ઉત્સાહ, રુચિ તે શુદ્ધ આત્માના અખંડ જ્ઞાયક-સ્વભાવમાં અવિચ્છિન્ન ધારાથી વહે છે. ત્યાં પરમાર્થે સમકિત છે. જે વખતે આત્મનો આનંદ પ્રત્યક્ષ નથી તે વખતે, ભાવશ્રુતજ્ઞાનના ઉઘાડમાં લબ્ધરૂપે એટલે પ્રાણિપણે છે, તથા સ્વાનુભવ વખતે આનંદ પ્રત્યક્ષ પણ છે. સાધ્ય સ્વયં-શુદ્ધ આત્મસ્વરૂપ છે તેનું લક્ષ છે અને વર્તમાનમાં તે પૂર્ણદશારૂપ થવાનો પુરુષાર્થ (વ્યવહાર) વર્તે છે. નિર્વિકલ્પદશાના પ્રત્યક્ષ આનંદ વખતે સમકિત ઉપયોગરૂપે છે, એટલે કે તે વખતે શ્રુતજ્ઞાનનું અભેદ પરિણમન છે. ઉપયોગરૂપ એટલે અનુભવરૂપ નિર્વિકલ્પદશા-સ્થિરતા સ્વરૂપની એકાગ્રતા વખતે હોય છે. તે દશા પુરુષાર્થ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com