________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પાત્ર પ્રભુતા પ્રગટે જ, તે જાતની પાત્રતાની ખાતરી પોતાને વિરોધ રહિત થવી જોઈએ. સાધન ન મળે તેમાં પોતાનો વાંક છે. મુમુક્ષુ જીવનું ઉપાદાન (પાત્રતા) તૈયાર થાય તેમાં સહેજે એવું પુણ્ય બંધાય છે તે લોકોત્તર પુણ્યના નિમિત્ત, સાક્ષાત્ સત્પરુષ તીર્થકર ભગવાન વગેરે સત્સમાગમનાં નિમિત્તો, અને સદ્ધોધનું શ્રવણ મળ્યા વિના ન રહે. જેણે સંસારને પૂંઠ દીધી તેને આખો લોક ઉપકારી નિમિત્ત છે. જિજ્ઞાસુને પોતાનું સમ્બોધરૂપ આખું શુદ્ધ સ્વરૂપ શું છે, અને તેનો શું ઉપાય છે, તેનું જ એક લક્ષ છે, તેથી તેને સદ્ગ-યોગ મળે જ.
આગળ કહ્યા તેવા આત્માર્થી સુલક્ષણવાન જીવને, સદ્ગુરુનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તેને સત્ શ્રવણ કહેવાય છે. તે સદ્ગનો ઉપદેશ થતાં પોતાને અંતરમાં બેસે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ આમ જ છે, એવો નિઃસંદેહ ભણકાર આવે છે, તેને અવ્યક્તપણે કારણ પ્રગટ થાય છે, અને દેઢ રુચિ વધે છે, તેને “વર્તે અંતરશોધ” એવા આત્મસ્વરૂપનો આદર થાય છે. પૂર્ણ પવિત્ર સ્વાધીન સત્ શું, એવા એક જ લક્ષને વળગીને તે અંતરની શોધમાં વર્તે છે, અને તેથી આ ચૈતન્યમૂર્તિ પવિત્ર જ્ઞાનસ્વરૂપ જે નિરૂપાધિક તત્ત્વ છે, તેનું ભાન તે મુમુક્ષુ અવશ્ય પામે છે. અહીં સુવિચારણા એટલે આત્મબોધનું મનન તેને સાધન કહ્યું છે. સમ્યગ્દર્શનનું સાધન શું તે “વર્તે અંતર શોધ” એ પદમાં મૂકી દીધું છે. અહીં બહારથી સાધન કહ્યું નથી. બહારથી તો નિમિત્ત આખું જગત તારા ભાવ મુજબ તૈયાર છે. પુરુષનો ઉપદેશ લાયક આત્માને જ હોય છે. દરેક આત્મા પૂર્ણ પવિત્ર જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્યમાત્ર છે, તેમાં પારકું કરવાનું આવે નહિ. માટે આત્માને ઓળખ, આત્મામાં આત્માની શ્રદ્ધા કર, એ વચનનો આશય શું છે તેનું યથાર્થ મનન કરે તો સમજાય કે મારો આત્મા પરથી ભિન્ન નિર્દોષ શાંત છે, પવિત્ર જ્ઞાનાનંદમય અવિનાશી છે અને તે એમ જ છે, એવી અફર શ્રદ્ધારૂપ સમ્યક પ્રતીતિ તેને થાય છે એટલે કે પૂર્ણતાને લક્ષે વર્તમાનમાં સત્ય પુરુષાર્થની શરૂઆત થાય છે. જેને જિજ્ઞાસા ને પાત્રતા છે, તેને સદ્ગસ નિમિત્ત અવશ્ય મળે જ. શિષ્યને પોતાનો નિર્દોષ ગુણ પોતાની સાચી સમજણથી પ્રગટયો છે, છતાં તે ધર્માત્મા શિષ્ય, અતિ નિર્માની થઈને શ્રીગુરુનું બહુમાન કરે છે. અને કહે છે કે પ્રભુ! હે નાથ ! હે સદ્ગુરુ! આપે જ મને જીવતદાન આપ્યું, આપે આખો આત્મા આપ્યો, એમ વિનય કરે છે. તે પરમાર્થે પોતાનો વિનય છે, અખંડ સત્નો આદર છે. પોતાના ગુણનું બહુમાન થતાં પોતે સદ્ગને અર્પણતા કરે છે, અને નિર્માનતા પ્રગટ કરે છે, તે જ ગુણીનું (આત્માનું) માહાભ્ય છે. ૧૦૯ હવે શુદ્ધ (સાચું) સમકિત કોણ પામે તે કહે છે :
મત દર્શન આગ્રહું તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com