________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૬૧
રાગનો રાગ નથી. સ્વાધીનતાનો પ્રેમ, રુચિ અને સંસારનો ખેદ રહે છે. તેમાં આખા સંસારનો અભાવ ક૨વાની ભાવના છે.
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૯ ]
*
“ સત્ત્વેષુ મૈત્રી” એટલે કે પોતાની મૈત્રી-તે પોતાની સાથે એકત્વપણું છે. અનુકમ્પા તે પોતાના અકષાય પવિત્ર તત્ત્વનો ઘાત ન થવા દેવાની સ્વદયા છે, રાગાદિ શુભ-અશુભ વૃત્તિ કર્મભાવ છે, તેમાં ન ટકવું તે અંતરની સ્વરૂપદયા છે. હે જીવ ! તારું શું થશે ? અનંતા જન્મ-મરણનાં કલેશથી હવે થાક! આ ગુણ જેને હોય તેને જિજ્ઞાસુ જીવ કહીએ. એક ૨જકણથી માંડીને વૈમાનિક દેવની ઋદ્ધિ તુચ્છ માને છે, અને પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાની જેને અભિલાષા છે તે જિજ્ઞાસુ છે. આવી જિજ્ઞાસા પોતામાં છે કે નહિ તે અંત૨ને પૂછી જાઓ. ૧૦૮
ઉપ૨ કહ્યા તેવા જિજ્ઞાસુને સદ્ગુરુયોગ થાય જ અને સમકિત પામે જ એમ હવે બતાવે
છેઃ
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ;
તો પામે સમકિતને, વર્તે અંતર શોધ. ૧૦૯
૧૦૮ ગાથા સુધી વાત કરીને આ ગાથામાં જણાવે છે કે, આવી મુમુક્ષુતા જેના હૃદયમાં ઊગી છે તેને સદ્ગુરુનો યોગ થાય જ. જેમ ગીરના જંગલમાં વનસ્પતિના અંકુરા જીવવા માટે ઊગ્યા છે, તે લાંબું આયુષ્ય લઈને આવ્યા છે, તેથી તેના ઉપર વ૨સાદ આવવો જ જોઈએ. ગીરના પ્રદેશમાં વરસાદ આવે જ, અને એ બીજ ઉ૫૨ પાણી પડે, ઠરે, અને એ અંકુરા ફૂટે, ફાલે, તેમ આવા જિજ્ઞાસુ જીવને સદ્ગુરુનો યોગ, અને વરસાદરૂપી સદ્બોધની અમૃતધારા છૂટે છે, અને તે લાયક (પાત્ર) જીવ આત્મજ્ઞાનદશા પામે છે. મેઘકુમારના અધિકારમાં વાત આવે છે કે, ધારિણી નામે માતાના ગર્ભમાં (માતાધારિણી = આત્મા શું છે એ ભાવના ધારી રાખી છે) મેઘકુમા૨નો જીવ આવ્યા પછી ત્રણ મહિને ધારિણી માતાને અદ્ભુત ભાવ ઊપજ્યો કે પંચવર્ણી વાદળાં અને અકાળે મેઘવૃષ્ટિ થાઓ અને અંકુરા ફૂટો, ધોધમાર વરસાદ વ૨સો. તેનો ૫૨માર્થ એમ છે કે મેઘકુમા૨ જે હાથીના ભવે દાવાનળ જોઈને આવ્યા છે તે એવી ભાવના કરે છે કે હું બહાર નીકળું કે ધોધમાર વરસાદરૂપ દિવ્યધ્વનિ વડે, તીર્થંકર ભગવાનના સદ્બોધના ઉપદેશની અમૃતધારાનો ધોધ છૂટો. મારી અનંત કષાયની અગ્નિને ઓલવનાર, તીર્થંકર ભગવાનની સાક્ષાત્ દિવ્યધ્વનિ સાંભળવાનાં ટાણાં આવ્યાં છે, મોક્ષને કાંઠે આવેલો આ પ્રાણી અનંત ભવના દાવાનળ-સંસારના તાપને ટાળી હવે ભવ નહિ, ભવનો ભાવ નહિ, એવી મોક્ષસ્વરૂપ પામવાની તૈયારી લઈને આવ્યો છે.
અંકુરા ફૂટેલા જાય ક્યાં ? તે પાણીને ખેંચી લે છે. સર્વે જ્ઞાનીઓનું કથન છે કે ઉપાદાનની યોગ્યતા થતાં બધાં નિમિત્ત હોય જ ! પાત્ર જીવને સદ્ગુરુનો બોધ મળે જ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com