________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦]
| [ ભગવાન શ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા
[ તા. ૨૧-૧૧-૩૯]. આત્મા પરમાર્થે પૂર્ણ શુદ્ધ, સ્વાધીન, અસંગ તત્ત્વ છે. તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રતાનું નામ મોક્ષ છે મુમુક્ષુ જીવને પ્રથમ શમ, સંવેગ આદિ ગુણો, કષાયનું પાતળાપણું અને સંસાર પ્રત્યે ઉદાસીનતા હોવાં જોઈએ. પુણ્યાદિ કોઈ પણ પરવસ્તુની ઇચ્છા-પરાધીનતા આત્મામાં નથી. મારે મારું પૂર્ણ સ્વાધીન સ્વરૂપ જ જોઈએ. બીજાં નહિ, એવી તેની ભાવના હોય છે. સ્વર્ગની, પુણ્યની, ઇન્દ્ર કે ચક્રવર્તીનાં સુખની ઇચ્છા હોય તો મોક્ષની રુચિ નથી. માટે પ્રથમ આ ગુણોની પાત્રતા જોઈએ. કહ્યું છે કે પ્રથમ જો કષાય-મમતા ઘટાડે નહિ તો તદ્ગ મુક્ત, શુદ્ધ, અસંગ એવા આત્માની માત્ર મોક્ષ અભિલાષા” નથી. આત્માર્થીને પરની કાંઈ ઇચ્છા ન હોય. તે એવી ભાવના ભાવે કે, મારો સ્વભાવ પૂર્ણ શુદ્ધ શક્તિરૂપે છે, તે પ્રગટ કરું તેમાં વચ્ચે કંઈ ઉપાધિનો સ્વીકાર ન જોઈએ. બીજા માટે ભલું કરવા ઊભો રહું એવી શુભ મનની બુદ્ધિ પણ ન જોઈએ, એવી માત્ર મોક્ષ અભિલાષમાં પારકું કાંઈ કરવું ગ્રહવું છોડવું આવતું નથી, કેમકે હું બીજાનું કાંઈ કરી શકું તેવું મારું સ્વરૂપ નથી.
પ્રશ્ન :- તીર્થકર ભગવાન થનાર આત્માએ એવી ભાવના કેમ કરી કે “સર્વ જીવ કરું શાસનરસી, એવી ભાવ દયા મન ઉલસી.”
ઉત્તર :- “હું બધા જીવોને આત્મધર્મ પમાડું” એ વચન પાછળ પોતાનો શુદ્ધ સ્વરૂપનો વિકાસ થવાની દૃષ્ટિ છે. તેમાં બહારના નિમિત્તનો ઉપચાર છે. હું પરને આમ કરી દઉં એવી ઇચ્છાને કોઈ ઠીક માનતા હોય તો તેનો અર્થ એમ થાય છે કે જ્યાં સુધી પરજીવો ધર્મ ન પામે ત્યાં સુધી હું મારા સ્વરૂપમાં સ્થિર ન થાઉં, પવિત્ર ન થાઉં, એટલે મારે મારો મોક્ષ ન કરવો એમ થયું. એવા અભિપ્રાયમાં મોક્ષ કરવાની રુચિ ક્યાં આવી? પોતાને જે પૂર્ણની રુચિ છે, તેમાં વાર લાગે-કાળ જાય તેવી ભાવના ન હોય. “રુચિ અનુયાયી વીર્ય.” કોઈ વસ્તુનું પોસાણ આવ્યું પછી વાયદો કરવો કે તે હમણાં ન મેળવું, જતું કરું એમ ન જ બને. “માત્ર મોક્ષ અભિલાષ” તેમાં રાગની વૃત્તિનો શુભભાવ પણ હોય છે, છતાં જ્યાં સુધી સ્થિર દશા પૂર્ણ નથી ત્યાં લગી હું બીજાને ધર્મ પમાડવામાં નિમિત્ત થાઉં, અહો આવો ઉત્તમ ધર્મ જગતના જીવો સમજી જાય તો ઠીક વગેરે શુભ વિકલ્પ આવી જાય, પણ તે અસ્થિરતા છે, દોષ છે, તેનો આદર પરમાર્થમાં કેમ હોય? “પૂર્ણ થાઉં' એ પૂર્ણ વીતરાગદશાનો પ્રેમ તે સ્વભાવની પૂર્ણતાની અભિલાષા (અતિરૂપે) છે, અને “ભવે ખેદ” તે આખા સંસાર પ્રત્યે અરુચિ, ઉદાસીનતા છે એટલે સ્વતત્ત્વમાં પરની નાસ્તિ છે. તેમાં અમુક શુભ પરિણામ કરું, પુણ્યનો ભાવ કરું એવો ભાવ ન આવ્યો. જરા પણ શુભ-અશુભ વૃત્તિ આવે તેનો પણ નકાર છે, આદર નથી. છતાં ચારિત્રમાં વિશેષ સ્થિરતા નથી ત્યાં લગી તે પ્રશસ્તરાગ દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપ( વીતરાગસ્વરૂપ ) નું બહુમાન કરે છે, પણ તેમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com