________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૮]
[૩૫૯ દયા કહી, અહીં અંતર દયા કહી છે. સર્વજ્ઞ વીતરાગે છકાયની દયા કહી છે. તેનો ન્યાય સમજો તો છકાયના જીવમાં પોતાનો આત્મા પ્રથમ છે, તેનો સૌથી પ્રથમ જ વિચાર કરવો. પોતાની દયા આત્માથી ચિંતવવી કે અરેરે! સમયે સમયે મારા જ્ઞાનગુણનો ઘાત થાય છે, તેની રક્ષા હું કરું. પરની રક્ષા કરવી કોઈના હાથમાં નથી માટે બધાએ પોતાનો વિચાર કરવો અને દરેક સમયે પવિત્ર જ્ઞાયક સ્વભાવની રક્ષા (સાવધાની) કરવી તે જ સુખનો ઉપાય છે, તે જ અહિંસા
શ્રીમનો એક પત્ર છે તેમાં વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જિતેન્દ્રિયપણું- આટલા ગુણ જેનામાં હોય તે તત્ત્વ પામવાને લાયક છે,” એમ કહ્યું છે. વિશાળબુદ્ધિ એ અનેકાંતબુદ્ધિ છે, મધ્યસ્થતા એ સમ્યગુણ છે, અને જિતેન્દ્રિય એ ચારિત્રગુણ છે. સાચા સુખનો અર્થી શમ, સંવેગથી વિચારે છે કે હું અનાદિ કાળથી મારી ભૂલના કારણે રખડું છું, અને એવા અધિકારી જીવને પોતાની દયા આવે છે; એમાં આખા જગતની દયા આવી છે. ધર્માત્મા જ તીર્થંકર ભગવાન થઈ શકે છે. તેમના નિમિત્તથી જગતના લાયક જીવોને મોટો ઉપકાર થાય છે અને અનંત કાળની અનંત હિંસા ટાળવાનું નિમિત્ત તેઓ થાય છે.
અનુકમ્પા બે પ્રકારે છે :- (૧) અકષાય, (૨) સકષાય. બહારના પ્રાણીની દયા તે ઉદયભાવ છે, મનના શુભરાગ સંબંધી તે પુણ્ય-પરિણામ છે, તે નિજગુણને લાભ કરતા નથી. બાહ્યવ્રત, તપ, પૂજા, ભક્તિ, છકાયના જીવોની દયા એ આદિ શુભ પરિણામ કરીને જીવે અનંત વાર નવ રૈવેયક સુધીના દેવના ભવ કર્યા, છતાં અજ્ઞાનભાવના કારણે પુણ્યમાં અટકવું થયું. શુભભાવની કરુણાથી પુણ્યમાં અટકવું થાય છે, માટે શુભભાવની કરુણા ઉપાદેય નથી, તે સકષાયકરુણા છે. ખરી અનુકમ્પા એટલે સ્વભાવને અનુસરીને કમ્પવું, કે હે જીવ! હવે ભાવમરણની અશાન્તિથી થાક, તે કર્તુત્વ-મમત્વ રહિત અકષાયકરૂણા છે, અને તે સ્વદયા (રક્ષા) છે. અકષાયભાવમાં એવી સાવધાની રાખવી કે અલ્પ પણ કષાય કે ભાવહિંસા ન થાય, અને તેમાં જ જ્ઞાનબળનો પુરુષાર્થ નિત્ય કરતા રહેવો તે જ કર્તવ્ય છે, બીજું સંસારનું-પદ્રવ્યનું કોઈ કાર્ય પોતાને હાથ નથી. જ્ઞાનીનો સહજ સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટાપણું છે. સાધ્ય પૂર્ણ આનંદ સ્વરૂપ અને તેનું સાધન અંશે અબંધ દશા છે. શિષ્ય પોતે શમ, સંવેગ, અનુકમ્પા, આસ્થા સહિત છે, અને આલોચના સહિત સમાધાન કરવા આવ્યો અને સમાધાન કર્યું છે. સ્વભાવપ્રયોગી શિષ્યની આ વાત છે. મુમુક્ષુએ પોતાની આવી પાત્રતાનો વિચાર કરવો. સ્વતત્ત્વને પકડીને પ્રશ્ન કરે તેવો જિજ્ઞાસુ શિષ્ય આત્મબોધને પામી શકે છે. ગુજરાતી ભાષામાં આ અદ્ભુત સન્માર્ગની શૈલી છે, પણ તે કોણ સમજી શકે? કોઈ પોતાના સ્વચ્છેદે મત-પક્ષનો આગ્રહ રાખીને વાંચે તો તે ઊંધું ખતવી બેસે છે. માટે મધ્યસ્થતા, સરલતા, વિશાળબુદ્ધિ અને જિતેન્દ્રિયપણું એ ગુણોનો ઉલ્લેખ કર્યો છે, તેનું ખાસ લક્ષ રાખવાનું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com