________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે, એમ અભિપ્રાયમાં યથાર્થપણે પરને જતું કર્યું છે. અને નિગ્રંથ મુનિપદ-પૂર્ણ વીતરાગચારિત્રની ભાવના ભાવે છે. અનિચ્છક હોવાથી પૂર્વ પ્રારબ્ધ કર્મની નિર્જરા થાય છે. પણ જેને આત્મજ્ઞાન નથી અને બાહ્યથી બીજાની ચેષ્ટા જોવી છે, રાગ અને પુણ્યમાં મોક્ષનો ઉપાય માને છે, તેને અભિપ્રાયનું ભાન નહિ હોવાથી, આત્મા રાગરહિત પરથી જુદો છે તે ન્યાય નહીં સમજાય. શાસ્ત્ર સાંભળશે તો પોતાની દૃષ્ટિ મુજબ તે ખતવશે પોતાને અંતરંગ કષાય કેટલા ઘટયા છે તેની સાક્ષી કોણ આપે? કષાય મારો નથી એમ આત્માના લક્ષે કષાય પાતળા પાડયા વિના મુમુક્ષુતા-આત્માર્થિતા હોય નહીં. રાગ, દ્વેષ, તૃષ્ણા, લોભ, મમત્વ જેને જરાય છોડવા નથી, છતાં આખા મોક્ષની વાત કરવી છે અને બીજાના દોષ જોવા છે, તે જીવો સ્વચ્છંદી છે. જેને યથાર્થ પાત્રતા પ્રગટ કરી છે. તેના જન્મ અલ્પ હોય છે, તે આત્માર્થીની પવિત્ર દશા કેવી હશે તે વિચારો. કોઈ કહે કષાયની ઉપશાંતતા પછી થશે, આપણે હમણાં મોક્ષની વાત કરોને! પણ પ્રથમ ભૂમિકા તો તૈયાર કરો ! સંસારમાં દેહાદિમાં સુખબુદ્ધિ છોડી માનાદિ કષાયનો ઘટાડો કર્યો વિના અંતર વૈરાગ્ય હોય નહિ, ઊંધા જીવો અધ્યાત્મશાસ્ત્ર સ્વચ્છેદે વાંચીને પોતાની દૃષ્ટિએ તેને ખતવશે. તે ઊંધું વેતરાય તેમાં કાંઈ જ્ઞાનીનો દોષ નથી. અત્રે “પાત્ર પ્રભુતા પ્રગટે' એ માટે યથાર્થ મુમુક્ષુતાનાં લક્ષણો કહેલ છે કે ક્રોધાદિ કષાય જેના પાતળા પડયા છે, માત્ર આત્માને વિષે મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, અને ઇન્દ્રના સુખ પણ ઝેરના પ્યાલા જેવા જાણે છે તેને પાત્રતા કહેવાય. પણ પુણ્યનો ભવ સારો એવી જેની તૃષ્ણા છે, તેને અનંત ભવ કરવાનો ભાવ ઊંડાણમાં છે. આત્માની પવિત્ર દશા તે અપૂર્વ નિર્દોષતા છે, તે કાંઈ વાતો નથી.
કોઈ નિશ્ચયાભાસી બોલે છે કે – “પુણ્યનાં ફળ તો જડ પદાર્થનો ગુણ છે. આત્મામાં તેનું કર્તા-ભોક્તાપણું નથી, તે વિષયો કંઈ બંધનું કારણ નથી; માટે તેનો ત્યાગ કરવાનો દ્વેષ ન કરવો, આપણે તો જ્ઞાતા છીએ તેને ભોગવવામાં આત્માને દોષ નથી, પૂર્વના ભોગાવળી કર્મનો ઉદય છે, જે થાય છે તે ઉદય છે, ઉદયને કોણ રોકી શકે?” તેઓ પુરુષાર્થહીન થઈ સ્વચ્છેદના વાક્યો બોલે છે. એ પ્રમાણે નિશ્ચયાભાસમાં વર્તે તે અજ્ઞાની છે. ધર્માત્માને પુરુષાર્થની નબળાઈથી અલ્પ કષાય કે સંસારપ્રસંગનો યોગ હોય તે જુદી વાત છે. તેમાં લેશ પણ અહંત્વમમત્વબુદ્ધિ ધર્માત્માને હોતી નથી, પણ નિત્યજ્ઞાન ચેતનાનું જ સ્વામીત્વ વર્તે છે. ચૈતન્યની જાગૃતિના ભાનમાં ધર્માત્માને ચક્રવર્તી પદ આવ્યાં હોય છતાં, ઉકરડે ફૂલ અને વિષ્ટા જેમ સરખાં માને છે તેમ, ચક્રવર્તી પદ કે બીજાં સંસારીપદને તે તુચ્છ માને છે, પૂર્ણ વીતરાગપદની ભાવના ભાવે છે. પોતાને વિષયો પ્રત્યે અતિ ઉદાસીનતા છે, છતાં બહારથી સંસાર, વ્યાપાર, આદિ યોગ દેખાય પણ તે વિચારે છે કે આ ક્ષણે આ રાગ ટળી જાય તો ક્ષણવાર સંસારમાં ઊભું રહેવું નથી, એવી સંસારથી ઉદાસીનતા વર્તે છે. તેને સર્વ પ્રાણી પ્રત્યે અકષાયકરૂણાબુદ્ધિ વર્તે છે; તેવા જીવને મોક્ષાર્થી કહીએ. ગાથા ૩૮ માં પ્રાણી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com