________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૮]
[૩૫૭ લિંગ અનિત્ય છે, આશ્રય કરવા યોગ્ય નથી પણ એ હોય છે. એવા શુભ વિકલ્પ તજી નિર્વિકલ્પ થાય તે સાચું મુનિપણું છે. દેહનો નગ્ન વેશ વગેરે ૨૮ મૂળ ગુણ એ મુનિપણાના વિકલ્પ છે ખરા પણ એ બધા વિકલ્પ આત્માથી પર છે, અનિત્ય છે આત્મા સિદ્ધ સમાન છે. તેવા શુભ વિકલ્પો કરવા તે પણ રાગનો ભાગ છે. તે રાગના ભાવરૂપ વિકલ્પ છોડીને, રાગરહિત શુદ્ધ જ્ઞાયકસ્વભાવમાં સ્થિર થઈ જવાનું સમયસારમાં શ્રીમદ્ કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે. આત્મા સિદ્ધ સમાન છે, વીતરાગસ્વભાવી છે તેનો વિચાર એટલે જ્ઞાનનો વિકલ્પ પણ છોડો, અને તે સંબંધી દઢતા અને જ્ઞાન છોડો એમ કહેવું નથી. સ્વભાવ છોડવો એમ કહ્યું નથી. અભેદ સ્વરૂપનું ભાન થયા પછી જે કંઈ રાગાદિ વિકલ્પ આવે છે તેનાથી મુક્ત એટલે બાહ્ય-આત્યંતર પરિગ્રહથી જે મુક્ત થાય છે, તેને નિગ્રંથ-મુનિપદ હોય છે. તે સાધકદશા મોક્ષમાર્ગમાં હોય જ છે. તત્ત્વસ્વરૂપને ઓળખવા માટે શ્રીમદે બાહ્યવેશ કે સંપ્રદાયની વાત મુખ્ય લીધી નથી. આ છ પદનો વિચાર કરવાથી જીવને યથાર્થપણું સમજાય છે; પણ તે માટે શરૂઆતથી સાચી જિજ્ઞાસા હોવી જોઈએ. એ માટે પહેલી ગાથાથી આ ગાથા સુધી ક્રમબદ્ધ ઘટના જણાવી છે; અને પોતાની કેટલી તૈયારી પાત્રતા જોઈએ તે હવે પછીની ગાથામાં જણાવી છે. ૧૦૭ જીવની પોતાની કેવી પાત્રતા જોઈએ એ હવે કહે છે :
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, અંતર દયા, તે કહીંએ જિજ્ઞાસ. ૧૦૮ પ્રથમ ૩૮ મી ગાથામાં “પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ” એમ કહ્યું હતું. અહીં કહે છે કે આત્મા તન્ન શુદ્ધ અકષાયસ્વરૂપ, પૂર્ણ પવિત્ર છે. તે વીતરાગસ્વરૂપની પ્રતીત, ઘણા ક્રોધ, માન, માયા, લોભવાળાને કેમ થાય? ન થાય. માટે આવી પાત્રતા પ્રથમ કહી છે. જે કોઈ શરીરની સગવડતામાં જ આખો રોકાઈ ગયો હોય, ખાવું, પીવું પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયોના પોષણમાં સુખ મનાયું હોય, તેમાં પ્રેમ હોય, તેનાથી પોતાનું જીવન ઠીક મનાયું હોય, તેને આત્મા દેહાદિથી ભિન્ન છે, પરથી-રાગથી જુદો છે તે વાત કેમ બેસશે? ખંડનો ઘણી ચક્રવર્તી રાજા, જેને આત્મસ્વરૂપની અંશે સ્થિરતા છે, અંતરમાં મહાન વૈરાગ્યદશા છે, તેને જોકે બહારથી પુણ્યનો મોટો ઠાઠ છે, છતાં વિષયોમાં વૃદ્ધિપણુ-લોલુપતા જરાય હોતી નથી. તે બધા સંયોગોને પૃથ્વીપિંડ સમાન પુદ્ગલના નાટક જાણે છે. તેનો આહાર, વિહાર અને વૈભવના ઠાઠ જોનાર-વાંચનારને આશ્રર્ય થઈ જાય છે કે આ તો અમારા કરતાં ઘણા વિષયો ભોગવે છે. બાહ્ય નિમિત્તાધીન દષ્ટિવાળા માને અને કહે કે જ્ઞાની આવા હોય !! પણ તે ધર્માત્મા રાજ્યના સંયોગમાં બહારથી દેખાય છે, ખરી રીતે તે સંયોગો સંબંધીનું પોતાનું જ્ઞાન કરે છે, તે જ્ઞાનની શાંતિ ભોગવે છે. તે બાહ્ય સંયોગોનો ભોક્તા કદી પોતાને માનતો નથી. રાજ્યાદિ-સંયોગ છે છતાં નથી કારણ કે સમ્યગ્દષ્ટિ તે વીતરાગદષ્ટિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com