________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જ્ઞાન અખંડજ્ઞાનમાં વર્તે છે; આત્માર્થે આ છ પદનો વિચાર કરનારને અભેદ આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનથી છએ પદનો સર્વાગ નિર્ણય થાય છે. સિદ્ધપદ સંબોધક એવા સાચા જ્ઞાનનો નિર્ણય કરનાર, છ પદના સુવિચારરૂપી અંકુરા, હે શિષ્ય! તારા આભદ્રવ્યમાંથી ફુટયા, અને તે તે જ અંતર વિચાર કરીને પૂછયા છે. આ ગાથામાં એવી રીતે ઘટના કરી છે કે આત્મા અનંત છે અને તે સ્વતંત્ર છે, અને કેવળજ્ઞાનીના જ્ઞાનમાં જેવું પૂર્ણ શુદ્ધ આત્મદ્રવ્ય છે તેવું આ છ પદથી અહીં સાધ્ય અને સાધનરૂપે સિદ્ધ કર્યું છે. સ્યાદ્વાદથી આત્માનું એકત્વ શું છે અને તે કેમ પમાય તે સિદ્ધ કર્યું છે, તેથી તેનો યથાવત્ વિચાર અને નિર્ધાર થયો તે મોક્ષમાર્ગ છે. કોઈ એક પક્ષનો આગ્રહ કરે તો તે મિથ્યા છે. ૧૦૪ ગાથા સુધીમાં છ પદની સર્વાગતાનો નિર્ણય બતાવ્યો, અનેકાન્ત વીતરાગમાર્ગ કહો કે સર્વાગતા કહો, બન્નેનો અર્થ એક જ છે. દ્રવ્યસ્વભાવે જીવ અક્રિય છે, પર્યાયે પોતાના જ કાર્યથી સક્રિય છે, પર માટે અક્રિય છે. એમ કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા, મોક્ષ, મોક્ષનો ઉપાય, નિત્યપણું-અનિત્યપણું વગેરે આત્મામાં કેમ ઘટે છે તે આ છએ પદથી સિદ્ધ કર્યું છે. જો કોઈ આમાંથી એકપણ એકાન્ત (અવિચારથી) ઉથાપે તો મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા વિના જે જીવ ઉન્માર્ગથી સંતોષાઈ જાય તે જે કંઈ કરે છે તે બધુંય ઊંધું કરે છે. તેનાં વ્રત, તપ, પુણ્યાદિ વ્યવહાર (નામનિક્ષેપે તેનો આભાસમાત્ર-કથનમાત્ર ધર્મ) કર્મભાવરૂપ અજ્ઞાન સહિત છે. આ છ પદમાં જ બધું વીતરાગદર્શન સમાઈ જાય છે. ૧૦૬ હવે મુક્તિ કોણ મેળવે તે બતાવે છે -
જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જ હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ આ છ પદની સર્વાગતાથી આત્મપદાર્થ-વસ્તુસ્વરૂપ સ્વયંસિદ્ધ છે. તેમાં યથાર્થ પ્રતીત, લક્ષ, અને રાગરહિત સ્વરૂપાચરણરૂપ અખંડ સ્વાનુભવ હોય તે મુક્તિપદ પામે; એટલે કે અનેકાંત, લોકોત્તર આત્મધર્મ, સર્વજ્ઞ પ્રભુનો માર્ગ અત્રે કહ્યો તે જ છે બાહ્યનાં લિંગ, વેષના ભેદ, ઊંચ-નીચત્વનો ભેદ પરમાર્થતત્ત્વમાં નથી; કારણ કે વીતરાગદશાની સાધક ભૂમિકામાં અન્યથા બાહ્યાચરણ લિંગ હોય નહિ; જેવું જિનાગમમાં કહ્યું છે તેવું જ હોય. જાતિ-વેષના વિકલ્પનો ભેદ વીતરાગમાર્ગમાં નથી. જે વસ્તુસ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરે અને ન્યાય સમજે તેને ઊંચ-નીચપણાનો, કે સાંપ્રદાયિક વેશ વગેરેનો પ્રશ્ન ન રહે. તે સંબંધે જે સ્વરૂપ અને નિશ્ચયવ્યવહારની જ્યાં જેવી મર્યાદા છે ત્યાં તેને તે રીતે જાણે એવો સ્વ-પર પ્રકાશક સમ્યજ્ઞાનનો સ્વભાવ છે. તે હેય-ઉપાદેયને સમજે છે, અને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તેને યથાસ્થાને, વિવેકથી જેમ ઘટે તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારે પ્રકારે જાણે છે. ન્યાય માર્ગમાં જે સહજ મોક્ષમાર્ગસાધકદશા અત્રે કહી છે, તેની ભૂમિકા પ્રમાણે પાંચ મહાવ્રત વગેરે બાહ્યવ્રતના શુભ વિકલ્પ આવે તે પણ બાહ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com