________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૬]
[૩૫૫ પ્રગટે છે. સમ્યગ્દર્શન થયું કે તુરત જ ચારિત્ર પૂર્ણ અખંડ ન થઈ જાય; પણ દર્શન તો અખંડ રહે છે. જો દર્શન સાથે અખંડ ચારિત્ર પ્રગટ રહે તો તે જ ભવે મોક્ષ થાય. દર્શન ખંડવાળું હોતું જ નથી. દર્શન અખંડ થઈ ગયું અને ચારિત્રમાં ભેદ-રાગના કારણે, જ્ઞાનબળનો (વીર્યનો) વળાંક કમજોર રાખે ત્યાં લગી તે કારણે અસ્થિરતા રહે છે, પણ તેનું વલણ પૂર્ણતા તરફ સર્વાગપણે છે, તેથી તેના જન્મ અલ્પ જાણવા. સ્વપ્નામાં પણ ભણકાર આવે કે હું જ્ઞાયક અસંગ છું, એક પરમાણુ માત્રનો સંબંધ નથી, હું પરને ગ્રહી શકતો નથી, છોડી શકતો નથી, પુણ્ય-પાપરૂપ મળમેલ-રાગાદિનો અંશ પણ મારામાં નથી, હું બધાને સળંગ જાણનાર જ્ઞાયક એકરૂપ છું. આ આત્મસિદ્ધિમાં અનંત જ્ઞાનીનાં જ્ઞાનામૃતનો સાર રેડાયો છે. આ પંચમકાળમાં આવીને શ્રીમદ્ એકાવતારીપણાના સંદેશ આપે છે. આ કાળે ચારિત્રની રમણતા ઓછી રહે તેથી વધુમાં વધુ પંદર ભવ થાય, તેમ સમુચ્ચયે વાત કરે છે, તેમાં અંતરંગ જ્ઞાનની રમણતારૂપ ચારિત્ર સમજવું; આત્મસ્વરૂપનું ભાન થયા પછી તે જાણે છે કે રાગાદિમાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મારું હિત નથી; તથા તે મારું કર્તવ્ય નથી. જેમ સંસારમાં ખાનદાન માણસ માને છે કે અમે વાણિયા, આર્યકુળ ખાનદાનના સુપુત્ર, અમને દારૂ-માંસનો ખોરાક કેમ હોય? તેમ જ્ઞાની માને છે કે હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું, મને દારૂ એટલે મોહ-ભ્રાંતિ તે વિકારી જાતનો સંગ કેમ હોય? એમ તેમનાથી જુદો રહીને જ્ઞાની પુરુષાર્થ સહિત કહે છે-આત્મસ્વરૂપનું ભાન થયા પછી રાગાદિ કે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ ન હોય. નિર્દોષ જ્ઞાતાદેષ્ટિથી બળવાન વિવેક જેને વર્તે છે તે આ છ પદથી સિદ્ધ અત્રે કહ્યો તે મોક્ષમાર્ગ આરાધશે, એવી અહીં હજારથી વાત કરી છે. નકારથી સમજી લેવું કે આ અભિપ્રાય સિવાય બીજો કોઈ મત-દર્શનનો પક્ષ હોય તો તે છોડી દેવો. સર્વજ્ઞ વીતરાગ ભગવાને કહ્યો તે જ માર્ગ ઉપાદેય છે અને એ સિવાય બીજા જે કોઈ મત-દર્શન છે તે મિથ્યા ધર્મ છે. તેનું વર્ણન જોકે અહીં કર્યું નથી, તોપણ તે આવી જાય છે એમ સમજી લેવું. સમ્યગ્દર્શન એટલે સ્વરૂપપ્રતીતિમાં કંઈ ફેર નથી, પણ અંતરંગ ચારિત્રની રમણતાના પ્રયત્નમાં એટલે કે સ્વ-સ્વરૂપની આરાધનાના પ્રયત્નમાં, ન્યૂનાધિકતા હોવાથી અલ્પભવ કહ્યા છે. ૧૦૫ હવે વિચક્ષણ શિષ્યને કહે છે કે -
ષદનાં ષસ્પ્રશ્ન તે, પૂછયા કરી વિચાર;
તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ હે શિષ્ય! છ પદના છ પ્રશ્ન તેં અંતર વિચાર કરીને પૂછયા છે; ક્રમ સહિત સ્વભાવની જાતની વિચારણાથી, સ્વદ્રવ્યના લક્ષને અવલંબીને, બીજા પક્ષનો આગ્રહ છોડીને, તે સાચી જિજ્ઞાસા, પાત્રતા જણાવી છે. એટલે કે દ્રવ્યનો જે સ્વભાવ છે તે જાતની તેં વાત પૂછી છે; આ છે પ્રકારના વિકલ્પ કેવળજ્ઞાનમાં નથી, પણ આ ન્યાયનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com