________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
[ તા. ૨૦-૧૧-૩૯] છએ પદ ૧૦૪ ગાથા સુધીમાં કહ્યાં તેને બધા પ્રકારે સમજીને “કહ્યો માર્ગ આ ગ્રહીને તથા મત-દર્શન અને અસ્થિરતારૂપ રાગાદિ વિકલ્પ છોડીને, સાચી પ્રતીતિમાં જે ભૂલ ન થવા દે, તે યથાર્થ આત્માર્થતાને સાધશે, અને તેહના અલ્પ જન્મ જાણવા. આ સાચું હશે કે આ, જે હોય તે ખરું જ્ઞાની જાણે, આપણને કાંઈ ખબર પડે નહિ એવી લથડપથડની વાત અહીં નથી. નિર્દોષ સર્વોત્કૃષ્ટ આત્મધર્મને લૌકિક ધર્મની સાથે સમન્વય કરે, તેને વીતરાગની આજ્ઞા માને અને ગોટા વાળે એ ચાલે નહિ. માટે મતદર્શનના મિથ્યાઆગ્રહને છોડીને, જે અત્રે કહ્યો તે માર્ગને સાધશે તેના ભવ અલ્પ જાણવા. જે પંદર ભવ કહ્યા છે તે વીતરાગદશા આરાધક ચારિત્રથી કહ્યા છે. સ્વરૂપાચરણ એટલે આરાધના.
શ્રદ્ધા તો અખંડ છે પણ જેવી પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા થઈ તેવી હજી સ્થિરતા ન થઈ હોય, અને મધ્યમ આરાધનાથી જેનો પ્રયત્ન મધ્યમ હોય તેને પૂર્ણ સ્થિરતાની ભાવનાથી અખંડ આરાધના પંદર ભવ સુધી રહે, તો પૂર્ણતાને પામે. સમ્યગ્દર્શન વમી ન જાય અને સાથે ચારિત્રની રમણતા હોય તેને વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થાય. સમ્યગ્દર્શન એટલે આત્મભાન, એ એવી અપૂર્વ જાગૃતિમય વિવેકદશા છે કે તે ભાવ ચારિત્રગુણ-સ્વરૂપસ્થિરતા લાવ્યા વિના ન રહે. આત્માનો ચારિત્રગુણ આત્માથી ભિન્ન ન હોય. જેમ ગોળથી ગળપણ જુદું નથી, તેમ આત્માનું યથાર્થ ભાન થયું તેને રાગ અને રજકણનો કણિયો (પરભાવનો અંશ) મારામાં નથી, એમ જ્ઞાનમાં અવિકારી આનંદનું સહજ પરિણમન થાય છે. તે જ્ઞાનદશા વડે યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે. અહીં પંદર ભવ કહ્યા છે તે ચારિત્ર સહિત સમજવા. છઠ્ઠાથી દસમા ગુણસ્થાન સુધી અધૂરું ચારિત્ર છે, છઠે ગુણસ્થાને પૂર્ણ ચારિત્ર નથી. પૂર્ણ ચારિત્ર નથી ત્યાં આયુષ્ય પૂરું થાય તો, ચારિત્ર છૂટીને ચોથું ગુણસ્થાન આવી જાય છે, એ જરી સૂક્ષ્મ ન્યાયનો વિષય છે કે એક વખત આત્મભાન થયા પછી તે ગમે ત્યાં જાય, પણ તે બીજ કાયમ રહે છે. “સંત બીજ પલટે નહિ, જો જુગ જાય અનંત, ઊંચ-નીચ ઘર અવતરે તોય સંતકો સંત,” એ ન્યાય લાગુ પડે છે. આ છ પદથી સર્વાગ આત્મસ્વરૂપ જે પ્રકારે કહ્યું છે તેનો અંતર વિચાર કર્યા પછી જેને પોતાની પ્રતીતિ આવી છે તેને અલ્પ જન્મ જાણવા. સ્વસમ્મુખ થવાથી જ્ઞાનમાં ભેદ કે વિકલ્પનો અભાવ થઈને ગુણી અને ગુણ એકરૂપે પરિણમે, ત્યારે પવિત્ર સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય છે.
શક્તિરૂપે જે પૂર્ણ પદ છે, તેની શ્રદ્ધા અને જાગૃતિથી શુદ્ધતાની જાતનો અનુભવ પ્રગટયો તેમાં પરવસ્તુનો આશ્રય કેમ હોય? પોતે અખંડ જ્ઞાયક ચૈતન્યજ્યોત ભગવાન જાગતો જાણે કે મારામાં બંધ નથી, રાગનો અંશ નથી, એમ પરથી જુદો રહીને જ્ઞાનમાં ટકી રહે તે ચારિત્રદશામોક્ષમાર્ગ છે. પૂર્ણ વીતરાગદશામાં સ્થિરતા કર્યો પૂર્ણ ચારિત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com