________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૫૩
હયાતી માની છે. જીવ ૫૨ને ભોગવી શકતો નથી. પણ ગમે તેવી સાચી-ખોટી માન્યતા કરી શકે છે. જ્ઞાની આત્મા ૫૨માર્થસ્વરૂપની પ્રતીતિ કરે છે અને પોતાને જ માને છે. અજ્ઞાની ૫૨ની શ્રદ્ધા કરે છે, ૫૨ને માને છે, અને પોતાને જેવો છે તેવો માનતો નથી. ૫૨લોક છે, પણ આત્મા કોઈ સંયોગવાળો કે પરાધીન નથી. શ્રેણિક રાજા નરકક્ષેત્રમાં છે; છતાં પરમાર્થે તેઓ ન૨કનાં દુઃખ ભોગવતા નથી. પોતાના સહજ સ્વરૂપના આનંદને ભોગવે છે, સંયોગ છે તેને જાણે છે. ‘ સંશયાત્મા વિનશ્યતિ' લોકો ગોખી રાખે પણ, સત્સ્વરૂપમાં નિઃસંદેહપણું શું તેનો નિર્ણય કોણ કરે? જે ગુણ પોતાને પ્રત્યક્ષ અનુભવરૂપ છે, એમાં શો સંદે? એમ સૂક્ષ્મ ન્યાયની વાત આ ગાથામાં મૂકી છે. આ આઠ ગાથામાં મોક્ષનો ઉપાય કહ્યો. ૧૦૪
હવે આ મોક્ષનો ઉપાય સાધે તેને ભવ રહેતા નથી એમ કહે છે :છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ;
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૫ ]
દર્શનમોહનો દોષ તે સ્વચ્છંદ છે, અને ચારિત્રમોનો દોષ તે રાગ-દ્વેષ-વિકલ્પરૂપ અસ્થિરતા છે. આ મારો મત છે માટે મારે વળગી રહેવું, અથવા આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તેને સાબિત કરવું, અને જે સ્વભાવ છે તેના લક્ષે ન રહેવું, એ આદિ મિથ્યામત-દર્શનનો આગ્રહ છે. માટે તે આગ્રહ અને શુભ-અશુભ રાગાદિ વિકલ્પને છોડીને આ, જે માર્ગ કહ્યો છે તેને જે સાધશે તેના અલ્પ જન્મ હોય છે એમ સમજવું. જે માન્યું તેની જ પકડ ક૨વી, એ પક્ષપાતનો આગ્રહ છે. એવા આગ્રહ તથા વિકલ્પ રાગાદિને છોડવા માટે અહીં વીતરાગનો
નિર્દોષ સ્યાદ્વાદ માર્ગ કહ્યો છે, તેથી તે જે સાધશે તેના જન્મ અલ્પ જાણવા. આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં કોઈ મહાન યોગબળથી, જગતના ભાગ્ય માટે ઊંડું ઊંડું તત્ત્વદર્શન ગોઠવાયું છે. આ માર્ગ સાધતાં, જઘન્ય, મધ્યમ પુરુષાર્થરૂપ પરિણામ વર્ડ, શુદ્ધ આત્મસ્વરૂપની આરાધના કરતાં કરતાં, પુરુષાર્થ અધૂરો હોય તેને બીજો એકાદ ભવ થવાનો સંભવ છે, પણ બહુ ભવ નહિ એમ અહીં કહ્યું છે, માટે જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે જ મોક્ષ થાય.
અત્યાર સુધી વાસ્તવિક કા૨ણ આપીને તેનું ફળ (કાર્ય ) બતાવ્યું છે કે ‘ કહ્યો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ; “ જન્મ તેહના અલ્પ ” એ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. તેનો ભાવ એ છે કે આત્મજ્ઞાન થયા પછી, વધુ કાળ સંસારમાં રહેવું થાય નહિ, પણ કદાચ ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામની સ્થિરતા પુરુષાર્થ વડે ન કરી શકે તો કોઈને પંદર ભવ પણ કરવા પડે; પણ જો ઉગ્ર પુરુષાર્થ વડે સ્વરૂપસ્થિતિ પૂર્ણતાના લક્ષે આરાધવામાં આવે તો આ કાળે પણ એકાદ ભવે મોક્ષ ચોક્કસ થાય એવો આત્મસિદ્ધિમાં ભણકાર છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com