________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫ર ]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સાચો ધર્મ રોકડિયો હોય. અહીં કોઈ કહે કે આત્માની ઝીણી વાતોની અમને કાંઈ ખબર પડે નહિ માટે હમણાં કાંઈ પુણ્યાદિ કરીએ તો પરલોકમાં કંઈ ફળ મળે. આપણને ધર્મ પરલોકમાં ફળશે, તેનો અર્થ પરમાર્થે એમ થયો કે પ્રથમ કર્મભાવ (બંધભાવ) કરીએ તો મોક્ષભાવ પ્રગટશે, એટલે કે ઝેર અમૃત થશે. સાચો માર્ગ અંધશ્રદ્ધામાં આવે નહિ.
લોકો કહે છે કે એ અગમ, અગોચર, અતીન્દ્રિય તત્ત્વ છે, તે હમણાં કાંઈ સમજાય નહિ, તેરમે ગુણસ્થાને જ્ઞાનીને ખબર પડે, આપણે હમણાં કંઈક કરીએ તો તેનું ફળ પરભવમાં કંઈ થાય; પણ લોઢાની કરીને સરાણ ઉપર ઘસનારો કારીગર ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ જુએ છે, કે આ શસ્ત્ર કેટલું ઊજળું થયું, કેટલો કાટ ઊખડયો, અને કેટલો બાકી રહ્યો. એમ તેની ત્રણે અવસ્થાને એક ક્ષણમાં જાણે છે તેમ આત્મધર્મ છે તે રોકડિયો છે. અત્યારે સંતોષ ન થયો તો પછી પરક્ષેત્રની પરાધીનતામાં લાભ ક્યાંથી થશે? કારણો ખોટાં સેવે તેનું કાર્ય સાચું ક્યાંથી આવશે? સદ્ધર્મ તો રોકડિયો જ હોય. આત્માનો ધર્મ રોકડિયો છે; અધર્મ પણ રોકડિયો છે; કારણ કે ચૈતન્યની સ્વાધીનતાથી છૂટીને; હોશથી પરાધીનતામાં પરભાવમાં ઉત્સાહ લાવે છે. તેથી શ્રીમદે કહ્યું છે કે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !' વિકારી ભાવ હોય ત્યાં જ્ઞાન અપરાય છે, અને ભાવહિંસા થાય છે. તેને જોવા માટે જે ધીરો થતો નથી તે અવગુણમાં ટક્યો છે. એ રીતે અધર્મ પણ પ્રત્યક્ષ છે, રોકડિયો છે. પરભાવમાં (શુભાશુભ ભાવમાં) ટકવું પરાધીનતા છે, તેનું ફળ અશાંતિ છે, દુઃખ છે, પુણ્ય તે અઘાતિકર્મનો યોગ દેખાડે છે; તેનાથી ચૈતન્યને કાંઈ લાભ નથી, છતાં લાભ માને તે અજ્ઞાની છે. પોતાના સ્વાધીન તત્ત્વને ભૂલીને અશાંતિનો ભાવ કર્યો હતો. તે અશાંતિના વખતે ઘાતિકર્મ બંધાય છે, તે ઘાતિકર્મનું ફળ સ્વગુણને ઘાતવાનું થાય છે, તે ચોક્કસ છે. અપૂર્વ આત્મધર્મની જેણે સાચી શ્રદ્ધા કરી, અને જેને ગુણ પ્રગટયો, તેને પછી બીજાને પૂછવા જવું ન પડે. મારામાં આ દોષ અથવા ગુણ હશે કે કેમ એવી શંકા તેને ન થાય; પણ પ્રત્યક્ષ અનુભવથી પોતાનું સ્વરૂપ ન જાએ, ન જાણે અને બહારથી માને કે અમને સંતોષ છે, અમે નિઃસંદેહ છીએ, એ રીતે ઊંધાઈ ને સવળાઈ માને તો તેને કોણ ના પાડે?
આત્મા અસંયોગી, સ્વાધીન વસ્તુ છે. આત્મા જ્ઞાનનો કર્તા-ભોક્તા છે, પરનો કર્તાભોક્તા નથી, તેમ જ પરને આધારે ટક્યો પણ નથી; ફકત ઊંધી માન્યતા કરી છે. નરક-સ્વર્ગમાં સુખ-દુઃખના સંયોગવાળા ક્ષેત્રમાં, પરાધીનપણે, પોતાની ભૂલના કારણે જાય છે, ત્યાં પણ પોતાના સ્વક્ષેત્રમાં ટક્યો છે. અજ્ઞાની માને છે કે હું નરકમાં છું, હું અનંતી ઉગ્ર અગ્નિના દુઃખમાં છું, તેણે પરવસ્તુમાં પોતાની હયાતી માની છે. હું સ્વર્ગમાં છું, ઇન્દ્ર છું, પુણ્યના સુખને ભોગવું છું, એમ માને તેણે પણ પરવસ્તુમાં પોતાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com