________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૪]
[ ૩૫૧
66
‘પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં નહિ સંદે” એમ કહ્યું છે, તે લૌકિક વ્યવહા૨ીજનો પણ દેખી શકે છે તેથી કહ્યું છે.
લોકો માનદ્વારા કે ક્રોધાદિ તીવ્ર વેગને વશ અગ્નિમાં બળી મરે છે અને બહા૨ની ક્ષમા ધારે છે, જરાપણ પીડા ન દેખાડે, એમ ૫૨ના કા૨ણે હઠથી અનંતી વેદના ( પીડા ) સઢે છે, અરેરાટ પણ મુખથી ન કરે. તે ઊંધી ક્ષમાનો ઉગ્ર પુરુષાર્થ પ્રત્યક્ષ છે, તેની ગુલાંટ-તત્ત્વદૃષ્ટિવડે સહજ વીર્યની–સ્ફુરણા પ્રગટ થતાં, હું રાગ વિનાનો પૂર્ણ પવિત્ર, જ્ઞાયકમાત્ર છું, અબંધ શુદ્ધ છું, એમ યથાર્થ ભાન કરીને પૂર્ણતાના લક્ષે જાગ્યો-સ્વમાં સાવધાન થયો તેને રાગાદિ દોષ કેમ ઊપજે ? આત્મા જેટલો બળવાન થાય તેટલા અંશે શુભાશુભ રાગાદિ જરૂર ટળે જ. પોતાનું સ્વરૂપ સહજ વીતરાગ, ૫૨થી નિવૃત્તિરૂપ છે, તેમાં ટકવાથી-ઠરવાથી રાગ-દ્વેષનું ટળવું સહજ થાય છે. અકષાય-ક્ષમાસ્વરૂપમાં સ્થિરતા વડે ક્રોધ, માનાદિ વાસના વગેરે સર્વ દોષ ટળી શકે છે. તે અનુભવ પોતાની જાતનો છે, અને જે ટળે છે તે વિજાતીય છે. ક્રોધાદિ વગેરે જતા કરી શકાય છે માટે તે વિજાત છે, અને ક્ષમા-શાંતિ રાખી શકાય છે અને કાયમ ટકી શકે છે માટે તે સ્વજાત છે. શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન થતાં, સહજ દશાની જાગૃતિમાં એ કલુષિત ક્રોધ, માન, માયા, લોભ ટળી જાય છે. લોકો અમુક મત ત૨ફ વલણ થતાં-પ્રેમ થતાં બીજાં બધાં સાધનો જતાં કરે છે તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. તો આત્મસ્વરૂપની રુચિ થતાં, સહજ જ્ઞાનદશાનું લક્ષ થતાં દોષ કેમ ન ટળે ? ટળે જ.
સંયતિ રાજાનું દૃષ્ટાંતઃ- રાજા કહે છે કે મેં મુનિના હરણનો ઘાત કર્યો. અરેરે ! મુનિ મને શાપ દેશે, અરેરે ! હું અશ૨ણ છું, અરે ! મુનિ કેમ બોલતા નથી ? નક્કી હવે મારો સર્વનાશ થશે; એમ એક ભયને ખાતર, રાજાપણું વગેરે ભૂલીને મુનિને ચરણે પડયો. મુનિના ગુનામાં હું આવ્યો. મારું જીવન આ મુનિને આધારે છે, એ મને શાપથી બાળી નાખશે; એમ ભયથી છતી વસ્તુને ભૂલી તેને અછતી વસ્તુ કરી, મુનિનું શરણ માગે છે. તેમ આત્મા જો આત્માને ઓળખીને તેને શ૨ણે જાય તો, જગતમાં અને દેહાદિ ક્ષેત્રમાં, જે જે સંયોગો નિમિત્તરૂપ છે, તે છે છતાં નહિ જેવા થઈ જાય છે. વાસના ટળતાં તે નિમિત્તો જ્ઞાનમાં પૃથ્વીપિંડ સમાન જણાય છે. પોતાની સ્વાભાવિક જ્ઞાનદશામાં જ્ઞાતાપણે નિશ્ચલ રહે તો, બધા શેય પદાર્થો અને રાગાદિ સર્વે ૫૨૫ણે દેખાય છે. જેમાં અંશ પણ કર્મનો સંબંધ નથી એવી અબંધષ્ટિ અને પૂર્ણ વીતરાગદશામાં ઠરવાનો પુરુષાર્થ તે મોક્ષમાર્ગ છે. અબંધભાવ તે સાચી દૃષ્ટિ છે, અને તે સત્સ્વરૂપનો સાચો અભિપ્રાય છે. રાગરહિત જ્ઞાનદશામાં નિશ્ચલ ટકી રહેવાથી કર્મબંધનો નિરોધ થાય છે, અને તે જ તેની નિવૃત્તિ છે. સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે, ક્રોધાદિ રોકયા રોકાય છે; તેથી ગાથામાં તે દૃષ્ટાંતરૂપે કહેલ છે. જે ભાવ (અકષાયભાવ ) કર્મબંધને રોકે છે, તે અકર્મ (મોક્ષ ) દશાનો માર્ગ છે. એ માર્ગ ૫૨લોકમાં નહિ, પણ અત્રે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, એમાં સંદેહ શું કરવો ?
Please inform us of any errors on rajesh@Atma Dharma.com