________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૦]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરે છે કે ક્ષમાથી ક્રોધ અને સંતોષથી લોભ રોકી શકાય છે, એ પરમાર્થ લક્ષમાં રાખીને દોષ ટાળવાનો અભિપ્રાય અહીં કહ્યો છે. દોષ ટાળતાં-ટાળતાં બાકી રહે તે શુદ્ધ સ્વાધીન સ્વતત્ત્વ છે. નિર્માનપણાથી માન રોકી શકાય છે. હું બીજાથી મોટો છું, એમ પર નિમિત્તના આશ્રયથી પોતાને ગુણવાળો માનવો તે અજ્ઞાન છે. પોતાનું સ્વાધીનપણું, નિર્દોષપણું, ટકાવીને, વીતરાગતાનો વિનય કરે તે ગુણ છે. સત્યેવ, સદગુરુ, સદ્ધર્મ તો વીતરાગ છે. પોતાને વીતરાગતાનું બહુમાન છે, તેનો વિનય કરવો તે વ્યવહાર છે, પરમાર્થે તે પોતાનો વિનય છે. સ્વ આધારે રહેનાર નિર્માની છે, કારણ એ સ્વજાત છે. પ૨૫દાર્થનો આશ્રય પોતામાં અપૂર્ણતા છે, કુળમદ જાતિમદ આદિ પરને સ્વ માને છે તે પોતાની સ્વાધીન, શુદ્ધ ચૈતન્યજાતને ભૂલે છે. જેને શુદ્ધ ચૈતન્યની જાતનું માન છે તેને પરથી નિર્માનપણું છે. સતનું બહુમાન કરવાથી દેવ, ગુરુ, શાસ્ત્રરૂપ નિમિત્તનું પણ બહુમાન સાથે આવી જાય છે. તે નિર્માના ગુણ છે. નિજગુણનું જે બહુમાન છે તે પરાશ્રય નથી.
શરીરનું બળ એ પુદ્ગલ રજકણનું બળ છે. તે જડ બળને આત્માનું બળ જે નથી માનતો તે શાંતિથી શાંતિમાં ટકી શકે છે. મારું કુટુંબ મોટું, હું ઘણા પૈસાવાળો, રાજ્યવાળો છું એમ જે માને છે તે તો જડથી મોટો થવા માગે છે. પુણ્યથી, રૂપથી કે વિદ્યાથી એમ પર નિમિત્તથી પોતાનો મહિમા જે જણાવે છે તે સમુદ્ર પાસે છીપ ધરે છે. જીવ પોતે બેહદ-અનંતજ્ઞાનસ્વરૂપ છે, તેને ભૂલીને જે તેને ઊણો, હીણો, વિકારી માને અને કહે કે હું આનો, એ મારાં-એ અજ્ઞાન છે. કોઈ ચાર છ મહિના રોટલા છોડયાનું અભિમાન કરે છે, એ આદિ કર્તવ્યને હિત માને. છે, તે અનાત્મજ્ઞ છે-મૂઢ છે. જ્ઞાની-તત્ત્વદેષ્ટિવંત આત્મા પોતાને સ્વાધીન, અસંગ, પૂર્ણ જ્ઞાનાનંદમય પવિત્ર અને પર વસ્તુની અપેક્ષા રહિત માને છે.
જીવને કોઈ પુણ્યપદથી લાભ માને તે અજ્ઞાની છે. જ્ઞાની ધર્માત્મા માને કે હું મારાથી સ્વાધીન છું, પૂર્ણતાની શ્રદ્ધાથી જે ગુણ અંશે પ્રગટયો છે તે પૂર્ણતા લાવ્યા વગર રહે જ નહિ. પવિત્ર સિદ્ધપદ મારામાં શક્તિપણે છે, એમ જેણે યથાર્થ માન્યું છે, જાણ્યું છે તે પરથી નિર્માની થાય છે. અને તે જ પૂર્ણ પવિત્ર પદનો આરાધક છે. વીતરાગની આજ્ઞાનો તે જ આરાધક છે અને તેથી પૂર્ણતાની રુચિ, આદર અને સ્વીકારથી તે પૂર્ણ થવાનો પુરુષાર્થ કરે છે. હું પૂર્ણ છું એવી શ્રદ્ધા (પ્રતીત) હોવા છતાં હજી પૂર્ણ વીતરાગતામાં સ્થિર થવાનો પુરુષાર્થ બાકી છે તે પુરુષાર્થ વ્યવહાર છે. ક્ષણેક્ષણે રાગનો ભાવ જે પ્રગટ થાય છે તેને જ્ઞાની જ્ઞાનવડે જાણે છે. જ્ઞાની જાણે છે કે રતિ, અરતિ, પ્રેમ ખેદ એ મારો સ્વભાવ નથી. આત્મા માત્ર દિલગીરીવાળો નથી, કષાય અને નોકષાયના ઉદયભાવથી પર છે. હું પૂર્ણ પવિત્ર છું એ સાચા અભિપ્રાય દ્વારા રાગ-દ્વેષ અજ્ઞાન ટાળી શકાય છે. બધા અવગુણોની આત્મગુણ દ્વારા નિવૃત્તિ થાય છે. અબંધભાવે સભ્ય અભિપ્રાયવડે બધા કર્મબંધનું અટકવું થાય છે. અહીં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com