________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૪]
[૩૪૯ તત્ત્વનું બીજ હાથ આવ્યા વિના ક્ષમા કરે તે વાસ્તવિક ક્ષમા નથી, પણ બંધભાવ પુણ્યપરિણામ છે, તે ક્ષણિક પર્યાય (અવસ્થા) છે. જે ક્ષમા પુણ્યપરિણામનું ફળ આપીને છૂટી જાય, તે મંદકષાય છે તે શુભરાગ છે, તેનાથી અવિનાશી, શુદ્ધ અરાગી આત્માને ગુણ ન થાય; આ અભિપ્રાય પ્રથમ જરૂરનો છે. જે ક્ષમા આત્માની અખંડ નિત્યતાને લાભ ન આપે તે ક્ષમા, નિર્માનતા મોક્ષમાર્ગ નથી, પણ તે પુણ્યપરિણામ છે. મોક્ષમાર્ગમાં તો લોકોત્તર સહજ સમતાપણું છે, લૌકિક ક્ષમા તે ધર્મ નથી. જે સરળપણું અવિનાશી નિત્ય સ્વભાવને ગુણ ન કરે તે સરળપણું સંસારના હિતમાં છે, મોક્ષના હિતનું નથી. શુભ ભાવ થઈ જાય એ જુદી વાત છે, પણકરવા જેવો છે એમ માનવું તે જુદી વાત છે. જ્યાં લગી પૂર્ણ વિતરાગદશાની સ્થિરતા નથી, ત્યાં લગી ધર્માત્માને શુભ પરિણામ થયા વિના રહેશે નહિ. પણ તેમાં ઠીક માનવું, તેને મોક્ષનું ખરું સાધન માનવું, સામાયિકનો પ્રયોગ માનવો કે ગુણ માનવો તે મિથ્યાત્વ છે, રાગ બંધભાવ છે, તે અરાગી અબંધતત્ત્વને ગુણ ન કરે, એનો નિર્ણય પ્રથમ જોઈએ. સરલ સ્વભાવ એટલે આર્ય સ્વભાવ, તે નિર્દોષ ભાવથી પ્રગટે છે. નિર્લોભતાદિ માટે પણ ઉપર પ્રમાણે ઘટાવી લેવું. આત્માની સહજ દશા–પવિત્રતામાં વધારો કરે તે અકષાયભાવની સંભાળ-સાવધાની તે જ નિર્લોભતા છે. બાકી ક્ષમાદિ દશ ગુણ જો આત્મજ્ઞાન વિના કોઈ ધારણ કરે, એમાં ટકે, હિત માને તો તે પુણ્યપરિણામમાં એટલે કે બંધભાવમાં અટકયો છે; તે મોક્ષમાર્ગ નથી. બહારથી ક્ષમા કરે તેથી અંતરમાં શાંતિ, આનંદ, સંતોષ પ્રગટે નહિ. નિમિત્તની ઓથે જેનો આદર થાય તેમાં મોક્ષમાર્ગ ન આવે, સભ્યશ્રદ્ધાનો વિષય અબંધ, નિત્ય સ્વાધીન, સહજ, સ્વાભાવિક જ્ઞાયકતત્ત્વ છે. સ્વરૂપ જેમ છે તેમ જેણે જાણ્યું નથી, તે શુભ પરિણામમાં અટકી જાય છે, માટે યથાર્થ તત્ત્વને સમજો, તે સમજવું પોતાથી છે.
આ ગાથામાં સ્વતંત્ર આત્માનું સ્થાપન કર્યું છે, અબંધપણું કહ્યું છે. સામાન્ય વાત તો ઘણા જાણતા હોય છે, પણ આમાં વિશેષપણું ઘણું કહ્યું છે, તેથી અહીં નિઃસંદેહપણા ઉપર ભાર આપ્યો છે. આત્મા પૂર્ણ જ્ઞાનઘન, અવિકારી જ્ઞાયક તત્ત્વ છે, નિમિત્તમાં ભળવારૂપ નથી. સ્વયં જ્ઞાતા-દ્રષ્ટા, પવિત્ર, બેહદ શક્તિથી ઓપિત, અખંડ જ્ઞાનપ્રવાહથી એકરૂપ છે. એવી શ્રદ્ધાના બીજથી, સ્વાનુભવથી મોક્ષનો ઉપાય પ્રગટે છે. જેમ ક્રોધભાવ તે વર્તમાન સમયનો એક પર્યાય છે, તેમ ક્ષમાદિભાવ પણ એક સમયનો પર્યાય છે, એવા ભેદવિકલ્પ ઉપર જેનું લક્ષ છે તેને દોષનું અને કર્મબંધનું ટળવું થતું નથી; કારણ કે પર્યાયબુદ્ધિથી નિર્જરા નથી. વિકારીભાવ તે શુભ અશુભ અધ્યવસાન છે, અનિત્ય છે, સ્વગુણ નથી. આ લક્ષ પ્રથમ આવ્યા વિના અંશે પણ નિજગુણ ઊઘડે નહિ, ધર્મ થાય નહિ, સામાયિક થાય નહિ. પોતે એક સ્વાધીન જ્ઞાન વસ્તુ છે એમ માનીને પોતાના જ્ઞાનમાં નિશ્ચલ રહેવાથી, ક્રોધાદિ રોકી શકાય છે. શુદ્ધ સ્વભાવમાં અસ્તિ એટલે નિશ્ચલ રહેવાથી પરભાવની નાસ્તિ થાય છે. તે અભિપ્રાય વડે જ્ઞાની ઉપદેશ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com