________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા (૫) પાંચમી ક્ષમાનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે-આત્મા અવિનાશી છે, અબંધ, નિર્મળ, જ્ઞાતા જ છે, તેમાં શુભ પરિણામનું કરવું પણ નથી. પણ પોતે જેવો છે તેવો પોતાને જાણીને માનીને તેમાં ઠરવું તે વીતરાગ આજ્ઞા છે, અને તે ધર્મ છે. આ પાંચમી ક્ષમાતે ક્રોધમાં નહિ નમવું, ક્રોધને જાણનારને જાણવો એવો સહજ બેહદ અકષાય ક્ષમાસ્વરૂપ નિજસ્વભાવ છે. જે ભાવ ટળે છે તે ગુણ નથી માટે ભેદવિજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપમાં રહેવું તે સહજ ક્ષમા છે.
ક્ષમાના શુભ વિકલ્પનો હું કર્તા-ભોક્તા-સ્વામી નથી, એમ સમજીને સ્વની ક્ષમા કરે તો તે સ્વરૂપની સાવધાની થઈ, શાસ્ત્રમાં શુભભાવની વાત આવે કે સરળતા રાખવી, ક્ષમા કરવી, તેનો અર્થ એમ સમજવો કે શુભ પરિણામના વિકલ્પ હોય પણ તે નિત્ય સહજ સ્વભાવનો ક્ષમા ગુણ નથી.
| ધર્મધ્યાનમાં ચાર પ્રકાર આવે છે, તેમાં “આજ્ઞાનો વિચાર” એવો એક પ્રકાર છે. તેનો અર્થ “સાધકસ્વભાવ” થાય છે. આજ્ઞા એટલે કોઈ બીજાનું દબાણ નહિ, આજ્ઞા એટલે રાગરહિત આત્મસ્વરૂપની આરાધના છે. વીતરાગની આજ્ઞા સાચી એટલે તેમાં રાગ, દ્વેષ કે પુણ્ય નહિ, કષાય નહિ, ઓછું અધૂરું, કે વિકારીપણું નહિ, પૂર્ણ વીતરાગ જ્ઞાયક માત્ર એકરૂપ સ્વભાવની પ્રતીતિ, લક્ષ અને તેમાં ટકવું તે ધર્મ છે, તે વીતરાગની આજ્ઞા છે. હું સરલતા રાખું, ક્ષમા કરું એમ ક્ષણક્ષણના રાગના ભંગરૂપ વિકલ્પ, તે નિત્ય જ્ઞાયકતત્ત્વને લાભ નહિ કરે, એ પુણ્યપરિણામ છે, બંધભાવ છે, તેનાથી અબંધ અરાગી તત્ત્વને લાભ ન થાય.
કર્મની ઓથે ક્રોધ, માન, માયા, લોભ થશે તેથી મારે સંસારમાં રખડવું પડશે, એમ રખડવાનો–બંધાવાનો ભય છે, પણ નિત્ય નિર્ભય વસ્તુસ્વરૂપનું ભાન નથી તેથી તે શુભરાગને ધર્મ માને છે. તે મોહજન્ય શુભપરિણામ વડે, બંધન અને ભયની ઓથ રાખીને સરલતા, ક્ષમા ધારણ કરે છે. કોઈ પણ નિમિત્તની ઓથે સહન કરું એ આશય અજ્ઞાનભાવ છે. પ્રથમ શુભાશુભ કષાયથી ભિન્ન એવા કષાયરૂપ પોતાનો નિર્ણય જીવે કરવો જોઈએ, અશુભ ભાવ તો દૂર રહો, પણ શુભ ભાવ કરે તે પણ પુણ્યબંધનું કારણ છે, જ્ઞાની તેને જાણે કે એ બંધ તથા બંધભાવ ઠીક નથી; પણ અબંધપણું ઠીક છે. એમ પૂર્ણ વીતરાગદષ્ટિ પૂર્વકનો પ્રયત્ન (જ્ઞાનમાં અવિનાશી ક્ષમાનું લક્ષ ) તે સહજ ક્ષમા છે. હું બંધનવાળો છું એમ માને અને તેને ટાળવા માગે એમ ન બને. હું બંધન નહિ, બંધભાવ નહિ, એમ રાગાદિક કષાયભાવને અકષાયભાવથી હણે છે, એટલે સ્વભાવની સ્થિરતાથી રાગાદિ દોષ અને કર્મબંધ ટળે છે. આ બાબતમાં સમ્યગ્દષ્ટિ ધર્માત્માને સંદેહ હોયનહિ. લોકો માને છે કે – ચાલો, આપણે ચારિત્રવાળા-વ્રતધારી થઈએ. ક્ષમા કરીએ, કર્મબંધ અને દોષ ટાળીએ, પણ એમ શુભ પરિણામ એટલે કે બંધભાવથી સંવર-નિર્જરા થાય નહિ છતાં માને તો મિથ્યાત્વ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com