________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૪૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૪]
ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે દોષ હણાય છે, અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે તે પ્રત્યક્ષ અનુભવની વાત છે, પણ આ તો અંતરતત્ત્વની વાત છે. મનથી માનેલી શુભ પરિણામવાળી ક્ષમા, સરલતા આદિથી નિજગુણ ઊઘડતો નથી. સાચો આત્મબોધ જ્યાં સુધી નથી ત્યાં સુધી, ગમે તેટલી ક્ષમા ધારે, ખેદ ન કરે, સરલતા-સમભાવ રાખે, વૈરાગ્ય કરે છતાં તે બધુંય કાર્ય કર્મભાવમાં શુભ પરિણામમાં જાય છે, તે સ્વગુણમાં અંશે પણ લાભદાયક નથી, માત્ર પુણ્ય બંધાય, ભવટી ન થાય, કારણ કે ઊંધા અભિપ્રાય દ્વારા ક્રોધને ટાળવાનો પ્રયત્ન કરે છે. તે માને છે કે ક્રોધાદિભાવ મને પરથી થાય છે, અને તેથી મને કર્મોનો બંધ થાય છે, પણ પોતે અનાદિ અનંત નિર્દોષ, અબંધ, અસંગ, એકરૂપ છે તેમ ન માન્યું, બંધવાળો, દયાવાળો, પુણ્યવાળો, ભૂલવાળો પોતાને માન્યો, મારું તત્ત્વ ઉપાધિવાળું છે, એમ કોઈ પણ પ્રકારે ઊંધું મનાયું છે, તેથી તે જે પુણ્યપરિણામ, ક્ષમા, સરળતા, નિર્માનતા, અહિંસા, ત્યાગ, નિર્લોભતા આદિ શુભ પરિણામ છે, તેને મોક્ષના ખરા હેતુ માની કરે છે, પણ તેથી લેશમાત્ર ધર્મ નથી. લોકોને એવી માન્યતા છે કે ક્રોધાદિ ટાળવાથી મોક્ષમાર્ગ પ્રગટશે, પણ પોતાનું સ્વરૂપ સમજ્યા વિના ક્રોધાદિ ટળે નહિ. જ્યાં લગી આત્માના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી, ત્યાં લગી કર્મભાવે બંધભાવ ઊભો રહે છે, તેનું ફળ સંસાર છે. શ્રીમદ્ભો કહેવાનો આશય એ છે કે નિઃસંદેહ ક્રોધ, માન, માયા, લોભરહિત મારું અસંગ સ્વરૂપ શુદ્ધ છે, એમ સાચા અભિપ્રાયને લક્ષમાં રાખીને, જ્ઞાનની રમણતાથી એટલે જ્ઞાનમાં સ્થિરતાના પુરુષાર્થથી, ક્રોધાદિ ઉદયભાવનો ક્ષય થાય છે, ત્યારે કર્મબંધ ટળે છે, સમ્યજ્ઞાન આ સ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે. એ જ્ઞાનનું કાર્ય મનના શુભ પરિણામથી, વિકલ્પથી કે બાહ્ય કારણોથી પર છે, ક્ષમાના પાંચ પ્રકાર છે
(૧) પહેલો પ્રકાર :- હું ક્ષમા કરું તો મને કોઈ હેરાન ન કરે; જેમ નિર્બળ પોતે સબળનો વિરોધ ન કરે. તેમાં હું ત્રિકાળ એકરૂપ છું એમ ન આવ્યું પણ રાગભાવ આવ્યો, તેથી તે ખરી ક્ષમા નથી.
(૨) બીજો પ્રકાર :- ક્ષમા કરું તો બીજા તરફથી મને નુકશાન ન થાય અને લાભ થાય. શેઠનો ઠપકો ખાય, સામો ક્રોધ ન કરે, એ પણ ખરી ક્ષમા નથી.
(૩) ત્રીજો પ્રકાર :- હું ક્ષમા કરું તો કર્મબંધન અટકે, ક્રોધ કરવાથી નરકાદિ હલકી ગતિમાં જવું પડશે, માટે ક્રોધ ન કરું તે પણ સાચી ક્ષમા નથી, કારણ કે તેમાં બીકણપણું છે. પણ નિત્ય સ્વરૂપના આશ્રયથી નિર્ભયતા-નિઃસંદેહપણું નથી.
(૪) ચોથો પ્રકાર :- ક્રોધાદિ ન કરવા એવી વીતરાગની આજ્ઞા છે, તેમ શાસ્ત્રમાં કહ્યું છે માટે હું ક્ષમા રાખું છું સરલતા, નિર્માનતા, નિર્લોભતા રાખું છું એટલે મને પાપ નહિ થાય, એનાથી મને લાભ થશે, એમ પુણ્યપરિણામ-શુભરાગને વીતરાગની આજ્ઞા સમજે. તે પણ યથાર્થ ક્ષમા નથી, કારણ કે તે પરાશ્રિત ક્ષમા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com