________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મપદાર્થ છે તેવો તેને જાણવો, અને તેને તેવો માનવો તે સમ્યગ્દર્શન છે, અને તેમાં રાગરહિત જ્ઞાતાપણે ટકવું-ઠરવું તે સખ્યારિત્ર છે. તે જ મોક્ષમાર્ગ છે. તે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે. આ અચૂક ઉપાય છે. જે મિથ્યા માન્યતાએ પોતાને હણ્યો હતો, તે જ મિથ્યા અભિપ્રાયને સખ્ય અભિપ્રાય વડે હણ્યો. મિથ્યા પ્રવર્તનરૂપ ચારિત્રમોહના રાગાદિક પરિણામ છે તે અસ્થિરતા છે, તેના પ્રતિપક્ષી વીતરાગભાવની સ્થિરતાના શુદ્ધ પરિણામ છે તે વડે ચારિત્રમોહનો ક્ષય થાય છે. જ્ઞાનસ્વભાવની એટલે કે વીતરાગતાની જ્ઞાતાદ્રષ્ટા-સાક્ષીસ્વભાવની રમણતા તે ઉપાય છે. આ મોક્ષના ઉપાયની રીત છે; આ ભાવે જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટે છે. આ અચૂક ઉપાય છે. આમાં ત્રણે કાળ બીજો મત કે પંથ નથી. આમાં અમૂક વેશ, સંપ્રદાય કે ક્રિયા કરવાનું ન આવ્યું, પણ સમજવાનું અને સમજણની સ્થિરતા એ બે ઉપાય કહ્યા. બહારનું કંઈ કરવું એમ ન આવ્યું. આત્મા આમ જ છે એવી સાચા અનુભવ સહિત પ્રતીતિ તે દર્શનમોહને ટાળે છે. અને રાગ-દ્વેષ, રતિ, અરતિ, ભય, શોક, ક્રોધ, માન, માયા, લોભ વગેરે અસ્થિરતાને એટલે ચારિત્રમોહને ટાળનાર વીતરાગભાવની સ્થિરતા છે. તે સ્થિરતાને (સ્વાભાવિક દશાને) રોધક ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા છે તે રાગ-દ્વેષરૂપ અસ્થિરતાનું નિમિત્ત ચારિત્રમોહનીયકર્મ છે. તેના ઉદયમાં જોડાવાથી ભાવકર્મ-ચિવિકાર જીવ કરે છે. તે ચારિત્રમોહનો નાશ કરનાર વીતરાગભાવ છે. દર્શનમોહનો નાશ કરનાર સ્વાત્મબોધ (સમ્યગ્દર્શન ] છે; આ તેના અચૂક ઉપાય છે. જેમ પ્રકાશ થવાથી અંધકાર નાશ પામે છે. તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વિતરાગતા, અનુક્રમે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશરૂપ છે. માટે તે તેનો અચૂક ઉપાય છે. જે ભાવે અવગુણ થયો તેના પ્રતિપક્ષી સદ્ગુણથી તે દોષ ટળે છે. ઊંઘી શ્રદ્ધામિથ્યાદર્શન જેવું કોઈ મહાપાપ નથી. પૂર્ણતાના આશ્રયે શુદ્ધ સ્વરૂપનો બોધ થાય છે. તે પૂર્ણતાને પહોંચી વળવાનો પુરુષાર્થ લાવે છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, સ્વાધીનપણે શક્તિરૂપે છે, એમ અનુભવ કર્યો અને પૂર્ણતાનું ભાન થયું, તે જ સમયે પૂર્ણ સ્થિરતા થતી નથી, પણ વચ્ચે અલ્પકાળ સાધનદશા છે ત્યાં સત્ય પુરુષાર્થ કરવો બાકી રહે છે, સ્વરૂપમાં એકાગ્ર રહેવાનો પુરુષાર્થ તે મોક્ષમાર્ગ છે. અંશે અંશે સ્થિરતા વધારીને રાગ ટાળવાનો પ્રયત્ન છે તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર અને નિશ્ચય બને આત્મામાં જ હોય, પણ દેહાદિ બાહ્ય સાધનમાં હોય નહિ. આ અંતરંગ અતીન્દ્રિય આત્મસ્વરૂપની વાત છે. પોતાના ઘરની, પોતાની જાતની વાત છે, તેમાં કોઈ મત-સંપ્રદાયના આગ્રહની વાત નથી, પણ અનંત જ્ઞાનીઓના ઘરની વાત છે. ૧૦૩
[તા. ૧૯-૧૧-૩૯] હવે દોષ તેના પ્રતિપક્ષી ગુણથી હણાય છે એમ કહે છે :
કર્મબંધ ક્રોધાદિથી, હુણે ક્ષમાદિક તે; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com